________________
પતંગપુરાણ
[ અધ્યાય
આ પ્રમાણેનાં બને કનાં માટે સામાન્ય રીતે બબ્બે ગાંઠ વળાય છે, કેમકે એક ગાંઠ તે ચાલે જ નહિ. ત્યાર બાદ કનકવા સાથે બંને છેડે બંધાયેલી એ દેરીને લગભગ વચમાંથી જમણ હાથના અંગૂઠા અને એની જોડેની આંગળી વડે ચપટી રાખી પકડી એ ચપટીમની દેરીને હદ્દા ઉપર આવે તેમ ધર્યા પછી એને એ ઢઢ્ઢા ઉપર એવી રીતે સેરવાય છે કે એ ચપટી આગળનો ભાગ નીચલા કન્નાને અડકે. પછી ઉપલી દોરીને આ પ્રમાણે નક્કી થયેલો ભાગ કાયમ રહે તેવી રીતે એ દેરીને ઉપલો ભાગ પકડી રાખી નીચલી દેરીને હા ઉપર એટલે સુધી સેરવાય છે કે ચપટીમાં પકડાયેલ દેરીનો ભાગ ઉપલા કન્નાને અડકે.
આ પ્રમાણે નીચલી દેરીને ભાગ પણ કેટલે રાખવે એ નક્કી થયા પછી ચપટી આગળ જે દેરી રહેલી હોય તેને એક ગાંઠ બંધાય છે. એ ખેંચીને બાંધવા પહેલાં ધાર્યા મુજબ દેરીને ઉપલો ભાગ અને એને નીચલો ભાગ રહેલ છે કે નહિ તેની ખાતરી કરી જોવાય છે. જે બરાબર હોય તો પછી ગાંઠ ખેંચીને બંધાય છે. આ પ્રમાણે જે કનાં બંધાય તે “શૂને શન (શૂન્ય શૂન્ય) કન્નાં' કહેવાય છે. જે એક ને શૂન કન્નાં બાંધવા હેય તે દેરીને ઠઠ્ઠાની ટેચની તરફને ભાગ-ઉપલે ભાગ નીચલા કન્ના ઉપર બરાબર આવી રહે, પરંતુ એ દેરીને ચમચક તરફને ભાગ-નીચલે ભાગ ઉપરના કનાથી એક આંગળ લાંબો રહે તેમ કરવું. આ કન્સામાં નીચેના કનાથી તે ગાંઠ સુધીની લંબાઈ દ્વા ઉપર રાખીને માપતાં, ઉપરના કશાથી તે ગાંઠ સુધીની લંબાઈ કરતાં એક આંગળ વધારે જણાશે.
આ ઉપરથી કન્નાં કેમ મપાય તે સમજાયું હશે. આ માપ અનેક પ્રકારનું સંભવે છે. એમાંના બે પ્રકારે આપણે ઉપર જોઈ ગયા. બાકીના પ્રકાર તરીકે એક ને એક, બે ને એક ઇત્યાદિ ઉલ્લેખ થઈ શકે. વળી કેટલીક વાર અમુક પ્રકારનાં કનાં બાંધવાં જતાં જે ગાંઠ વળાય છે તે કઈક વાર સરી જાય છે અને એથી એ કનાંમાં બંને બાજુ એટલો વધારે કે ઘટાડો થાય છે. આવી રીતે જે કનાંમાં વધારે થયો હોય તેનાં ઉદાહરણ તરીકે પા ને પાર, અડધે ને અડધે, દેઢ ને અડધે ઇત્યાદિને નિર્દેશ થઈ શકે તેમ છે. એવી રીતે કેટલીક વાર શુને શન કરતાં પણ ઓછાં કન્નાં બંધાય છે. જેમકે બંને તરફ પા પા આગળ કે અડધો અડધે આગળ કે એવો કોઈ આંગળને અપૂર્ણાંક ભાગ કે એક એક કે એથી પણ વધારે પડતું ઓછો રહે, પરંતુ આવું તો ભાગ્યે જ બને.
બંને કન્નાં જેવાં જોઈએ તેવાં બંધાઈ રહે પછી એ ગાંઠ ઉપર જે દેરીનો ગાળો બાકી રહે છે તેના બરાબર વચલા ભાગમાં જે દેરી પર કનક ચગાવવો હોય તે દેરીને છેડે બે મજબૂત ગાંઠ વાળીને બંધાય છે.
જેમ જે જાતનાં કન્નાં બંધાયાં હોય તેના ઉપર કનક ચગશે કે નહિ અને ચગશે તે તે કેવો નીકળશે તેને મુખ્યતયા આધાર રહે છે તેમ આ ચગાવવા માટેની દેરી છે. પણ જે બરાબર વચગાળે ન બંધાયો હોય તે કનકવાના ચગવામાં તે પણ પરિવર્તન ઉપસ્થિત કરે છે.
જેને કનક સ્થિર રાખવો હોય તેણે જૂને શન કન્ના બાંધવાં. એથી પણ વધારે સ્થિર રાખ હેય તેણે કનકવાને પૂછ્યું બાંધવું.
૧ આ બે ગાંઠ કઠણ બાંધવી જોઈએ; નહિ તો એ સરીને છૂટી જાય.
- આ ન્નાંઓમાં કન્નાં માટે બાંધેલી ગાંઠ નીચલા તેમ જ ઉપલા કન્નોથી સમાન અંતરે રહે છે. આવાં બીજાં કન્ન તરીકે જૂને ચૂત, બે ને બે, અઢી ને અઢી, ત્રણને ત્રણ ઇત્યાદિને નિર્દેશ થઈ શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com