________________
ર૭
કનકવાની કથની જેને એ સાધારણ રીતે લેટ રાખવું હોય તેણે એક ને ચૂન કન્ના બાંધવાં, અને વધારે લોટતે રાખવો હોય તે તેણે બે ને એક કન્ના બાંધવાં. એથી પણ વધારે લોટ કનક રાખવો હોય તે તેણે બે ને ગૂન કન્ના બાંધવાં.
જેને પિતાને કનક કેવળ ખેંચવાના જ દાવને બનાવ હેય તેણે લખ્યુક કનો પસંદ કરી તેને સામાન્ય રીતે એક ને શૂન કન્નાં બાંધવાં.
અત્રે એ ખ્યાલમાં રાખવું કે કન્ના બાંધવામાં નીચેના કનાથી ગાંઠ સુધીની દેરી ઉપલા કન્નાથી ગાંઠ સુધીની દોરી કરતાં પ્રમાણમાં ઓછી હોય તે તે કનક ચગે નહિ, કિન્તુ ચગાવતી વેળા સાધારણ રીતે ઊંધે થઇ જયા કરે. આવો પ્રસંગ જ્યારે જ્યારે કન્નાં આ પ્રમાણે ખોટાં બંધાયાં હેાય ત્યારે ઉદભવે.
એકવડાં ને બેવડાં કન્નાં–કનકેવો નાનો હોય તો તેને એકવડી દેરી વડે કનાં બાંધવામાં આવે છે અને તે “એકવડાં કન્નાં' કહેવાય છે. જે કનકવો મોટો હોય તો કન્નાં તૂટી ન જાય એટલા માટે કે પચમાં કન્નાં આવ્યાં હોય છતાં તે જલદી પાઈ ન જાય તે માટે બેવડી દેરીનાં કનાં બાંધવામાં આવે છે. આવાં કનાં બેવડાં કન્નાં' કહેવાય છે.
કન્ના માટેની દેરી સામાન્ય રીતે સાદી દેરીનાં કન્નાં બંધાય છે. કેટલાક માંજાનાં પણ કન્ના બાંધે છે. વળી જેણે સામાને કનકે પિતાનું કનું આપી ખેંચી લાવવાનો વિચાર હોય તે શણની દેરીનાં કે કોઈક વાર તારનાં પણ કનાં બાંધે છે. વળી કોઈ કોઈ એ માટે ચેવડાં કનાં પણ બાંધે છે.
કનકવાને કાર બનાવવાના ઉપાય બધા જ કનકવા જેવા જોઇએ તેવા ચગે જ તેવા હેતા નથી અને ખરીદનાર હોંશિયાર ન હોય તે તે ગમે તેવા કનકવા પણ ખરીદે છે. કોઈ વાર તેના કનકવા છાપખાઉ તે કઈ વાર કન્નાતા નીકળે છે. જે કનકવો થોડોક ચગ્યો ન ચગ્યો ને નીચે સરી પડતું હોય એટલે કે છાપ ખાતે હોય છે તેવા કનકવાને ઢઢ્ઢો જરા મરડી અને ખાસ કરીને કમાન જરીક મરડી થોડીક વાર એ સ્થિતિમાં તેને પકડી રાખી પછી જે ચગાવાય તે બનતા સુધી તે છાપ ખાશે નહિ કનકવાને હટ્ટો ઉધો વાળવા નહિ; નહિ તે પછી એ કનકેવો ચગવો મુશ્કેલ થઈ પડે છે, કેમકે ઢઢ્ઢો એ કનકવાને બરડે છે.
કનક એક બાજુ કન્નાઈ જતું હોય તે તેને યેય દિશામાં રાખવા માટે તેની સામી બાજુએ-હલકી બાજુએ કમાનમાં જોઈતા પ્રમાણમાં દોરીનું ગૂંચળું કે ચીથરું બાંધવામાં આવે તો પછી એ કતરાતો બંધ થશે-એ ભારી બાજુ તરફ નમતો અટકી જશે. આ પ્રમાણે જે ગૂંચળું કે ચીકણું બંધાય તેને “કુની” કહેવામાં આવે છે. કેટલીક વાર કનકે માથા
૧ કનવાની અવળી બાજુથી કનવાના બંને છેડાને પકડી પોતાની તરફ ઢટ્ટને વાળ. એ વાળવાની રીત અનેક છે. કેટલાક માથાના ઉપલા ભાગને કન અડકે તેમ રાખી ઢ વાળે છે તે કેટલાક ઘૂંટણને કનકવો અડકે તેમ રાખી હો વાળે છે. વળી કેટલાક જમીન ઉપર કનકવાને મૂકી ધીરે ધીરે કાને વાળે છે. આમ વાળવા જતાં કોઈક વાર તો ભાંગી જાય છે. એવે વખતે એ ભાંગેલા ભાગની આસપાસ દીવાસળીની કે એવી કઇ ચીજની એકેક સળી મૂકી અને બંને બાજુએ સરખે અંતરે બબ્બે કાણાં પાડી એ સી કા સાથે સજ્જડ બાંધી દે છે અને પછી એના ઉપર કાગળની કાપલીઓ સવળી તેમ જ અવળી ખાજાએ ચાંટાડે છે અને કનેકવાને કામમાં લે છે
2 કમાન મરડવા પહેલાં કનક અવળી બાજુથી પકડવામાં આવે છે. એ મરતાં ભાંગી જાય તો કનો નકામો બને છે, કેમકે એને ઉપર સૂચવ્યા મુજબ સળીઓ બાંધવાનું બની શકે નહિ, કેમકે વળાંકવાની સળી મળે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com