________________
પતંગપુરાણ
[ અધ્યાય
આગળથી ભારે હોય તો એવે વખતે તેને થોડોક ભાગ કાપી નાંખવું જોઈએ. કનક લેયા કરતો હોય તે તેને નીચલે ને એક કે જે જરૂર જણાય તે એથી વધારે ગાંઠ બાંધવી. તેમ થતાં એ સ્થિર થશે અને એને વધારે સ્થિર બનાવવો હોય તે પૂછડું બાંધવું. એવી રીતે કનક ઢઢણ્યા કરતે હેય તો ઉપલે કને એક કે જરૂર જણાય તે એથી વધારે ગાંઠ બાંધવી. -
કનક કૈયલ હેય તે જેટલી વાર દેરી ખેંચીએ તેટલી વાર તે ઊંચે આવે અને પાછા ભાઈ હતા ત્યાંના ત્યાં. આવા કનકવાને સુધારી શકો મુશ્કેલ છે, કેમકે એ એની રચનાને જ દેષ ગણાય છે. કનક બંને બાજુએ લેટે તેવો ન હોય તે જે બાજુ ન લેટ હોય તે બાજી થોડીક કશી બાંધવી. “બંને બાજુ ગોથ મારી શકે એવો પતંગ તૈયાર કરવો હોય તે કેવી કના બાંધવી” આ વાક્ય અમે બધાં (પૃ. ૧૧૧)માં આપેલું છે.
કેટલીક વાર કનક ખૂબ જસદાર હોય છે તે તેનું જે ઓછું કરવા માટે બ્રાની જમણી બાજુના ભાગમાં તેમ જ ડાબી બાજુના ભાગમાં એક કે એથી વધારે કાણાં શ્રદ્ધાથી સમાન અંતરે પાડવામાં આવે છે. કેટલીક વાર કનકવાની ચમચક લગભગ કાપી નાંખીને પણ કનકવો ચગાવાય છે અને એ કનકવો “સૂર સૂર’ બેલે છે જે સાંભળીને બાળકે હરખાય છે.
કનવાને કતરાવવાની રીત–જે દિશામાં પવન વાતો હોય તે દિશામાં કહ્યાસર બનાવેલ કનક ચગે એ સ્વાભાવિક છે. કેટલીક વાર અને ખાસ કરીને પેચ વખતે એ દિશાની જમણી કે ડાબી બાજુ તરફ કનકાને ખસેડવાની જરુર પડે છે. તેમ કરવા માટે કનકવાની દેરી સહેજ વાંકી રાખી ખેંચવું જોઈએ. આમ કરવું તે “કનકવાને કતરાવ્યો' એમ કહેવાય છે.
ગોળ ખવડાવવાની રીત-કનકવાના ઢઠ્ઠાની ટોચ આગળનો ભાગ ઊંચો રહેવાને બદલે ની જાય અને ચમચક કે ફન્ના આગળનો ભાગ ઉપર આવે એવી રીતે કનક જે ગુલાંટ ખાય તેને “ગોથ” કહે છે. એ ગોથ કેવી રીતે ખવડાવવી તેનો આધાર મોટે ભાગે કનકવાના કદ ઉપર રહેલો છે. જે કનક નાનું હોય તે ઠમકે મારી સહેજ દેરીની ઢીલ મૂકી ખેંચવાથી તે ગોથ ખાય છે, પરંતુ જે કનકો માટે હોય તે તેને આચકા મારીને ગાય ન ખવાડવી, કેમકે તેમ કરવા જતાં જે દેરી ઉપર એ ચગાવાયો હોય તે તૂટી જવાને સંભવ રહે છે. આથી એવા કનકવાને ગમે તે એક બાજુ ઉપર કતરાવીને ખેંચતાં તે ગોથ ખાય છે.
- ફાટેલા કનકવા સાંધવાની રીત-કનક ફાટે ત્યારે તે કેમ સાંધવો તે પણ કનકવા ચગાવનારે જાણવું જોઈએ. એ ખૂબ જ ફાટી ગયો હોય તો એને સાંધવાનો કોઈ અર્થ નથી. કેમકે ખૂબ મલમપટ્ટા કરવાથી એક તે એ કદરૂપ બને છે અને બીજું ગમે તે બાજુ નમત થાય તે વળી એને કની બાંધવી પડે છે. આથી જે કનકવો થોડોક ફાટયો હોય તે સાંધો ઠીક છે. જરાક કનકેવો ફાટયો કે તે કાઢી નાંખવો વ્યાજબી નથી, કેમકે એ સાંધીને કામમાં લઈ શકાય.
સાંધવા માટેનો કાગળ બહુ જાડે કે એકદમ પાતળે ન જોઈએ. વળી તે ખૂબ ચળાઈ ગયેલો ન હોવો જોઈએ; નહિ તે જે ચીકણી ચીજ વડે એ ચોંટાડવું હોય તે બરાબર એના ઉપર એંટે નહિ. સફાઇથી કાગળ ચુંટાડી શકાય તે માટે લાહી કે ગુંદરને ઉપયોગ થાય તે સાર; કેમકે કેટલાક રાંધેલા ભાત જેને “મામ’ કહે છે તેને પણ ઉપયોગ કરે છે, પણ એમ કરનારે વિશેષ સાવધ રહેવાની જરૂર છે, કેમકે મરજાદીઓ એથી ચીડાય છે. કેટલાક સાબુ વડે પણ કનક્વા સાંધે છે અને એ સાંધવા માટે ફાટેલા કનકવાના કાગળને ઉપયોગ કરે છે.
૧ કહેવાય છે કે કનકવાને રંગ આકાશની સાથે મળી જતું હોય તે તેને ઓળખવો મુશ્કેલ થઈ પડે છે તે એ વખતે પણ ચમચક કાપીને એ ચગાવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com