Book Title: Patang Puran Yane Kanakvani Katha Sachitra
Author(s): Hiralal Rasikdas Kapadia
Publisher: Hiralal Rasikdas Kapadia

View full book text
Previous | Next

Page 43
________________ ] કનકવાની કથની રહ કનો કમાન આગળથી ન ફાટતાં ગમે તે બીજી કોઈ જગ્યાએથી ફાટયો હોય તો તે સાંધવામાં ખાસ મુશ્કેલી નડતી નથી, પણ જે કમાન છટકી ગઈ હોય તે એકલે હાથે એ સાંધવામાં મુશ્કેલી નડે છે અને એમાં ખાસ આવડતની જરૂર પડે છે. એ સંબંધમાં નીચે મુજબ નિર્દેશ કરી શકાય – જેટલે ભાગ ફાટયો હોય તેનાથી જરાક મોટી પટી લઈ તેના ઉપર લાહી, ગુંદર, ભાત કે સાબુ લગાડી પટી તૈયાર કરવી. પછી કનકવાના ચમચક આગળના ભાગ ઉપર ને નું હોય તે તે ભાગ આગળ જમણા પગને અંગૂઠા મૂકો. પછી એક હાથે કમાનને બરાબર ગોઠવવી. ત્યાર બાદ પેલી પટી કનકવાની નીચેથી સેરવવી અને એના છેડા કનકવાની ઉપલી બાજુએ આવે તેમ વાળી ચટાડવા. આમ એ છેડા ચટાડાય તે દરમ્યાન અને ત્યાર પછી પણ એ કમાનને છેક નાકા પર ભાગ એક બે આંગળી વડે સહેજ દબાવી રાખવો. સાંધવામાં કરચોળી ન આવે તેમ જોવું. સાથે સાથે પરી બરાબર ચૂંટાડવી જેથી વચમાં કોઈ છિદ્ર જેવું એ ચટાડાયા બાદ જણાય નહિ. ડી વારે આંગળી ઉઠાવી લેવી અને અંગૂઠે પણ લઈ લેવો. તેમ થતાં કનક બરાબર સંધાઈ જશે. કનક મૂકાવવાની રીત-જેને હાથ પર કનક ચગાવતાં ન આવડતું હોય તે અથવા તે જે પહેલા રસ્તા ઉપરથી કે ખુલ્લા મેદાનમાંથી કનકવો ચગાવવા માંગતા હોય તે કનકવો મૂકાવાતાં ચગાવે છે. આ માટે એક જણ કનકવાને લગભગ કન્ન પાસેથી ઝાલીને કનકવા ચગાવનારની પાસેથી, જે દિશામાં પવન વાત હોય તે દિશા તરફ વિસેક પગલાં કે ઓછાવત્તાં જાય છે, અને એ ચાલવા માંડે છે ત્યારે કનકવો ચગાવનાર ઢીલ છોડે છે. પછી કનક મૂકાવનાર યોગ્ય અંતરે જઈ પહોંચે એટલે એ કનકેવો મૂકાવનાર ચગાવનારની સન્મુખ કનક પકડીને ઊભો રહે છે એટલે કે કનકવાની ઢઢ્ઢા અને કમાનવાળી અવળી બાજુ પિતાની તરફ રાખે છે. પછી તે કનકવાની કમાનના બંને છેડા એકેક હાથની હથેલીના મધ્ય ભાગ વડે કે બે ત્રણ આંગળી વડે બહુ સખત કે બહુ ઢીલા નહિ એવી રીતે પકડે છે ( જુઓ ચિત્ર ૪૭). પછી કનકવો ચગાવનાર કહે એટલે એ મુકાવવાની તૈયારી કરે છે. કનકવો ચગાવનાર દર ખેંચે એટલે મૂકાવનારે હઠ્ઠાની સમાન લીટીમાં ઊંચે સીધો કનક હવામાં અદ્ધર છોડી દે છે અને તેમ થતાં ચગાવનાર દેરી ખેંચી કુમકા મારી કનક ચગાવે છે. પવન-કનક ચગાવવો હોય તો જેમ દોરી જોઇએ છે તેમ પવનની પણ જરૂર પડે છે. જે પવન ખૂબ મંદ પડી ગયો હેય-લગભગ બિલકુલ વાતે જ ન હોય તે કનક ચગે જ નહિ. નહિ જેવો પવન હોય તે કનક ચગાવતાં ખૂબ કુમકા મારવા પડે છે અને એથી ચગાવનાર કંટાળી જાય છે. એવી રીતે જે પવન ખૂબ જેસથી કંકાતે હોય તે કનક એકદમ ચગી જાય ખરો, પરંતુ એ ફાટી જવાને-એની કમાન છટકી જવાને ભય રહે છે અને વળી એવે વખતે દેરી પણ ખૂબ ખપે છે. આથી મધ્યમસરને પવન વાત હોય ત્યારે જ સાધારણ રીતે કનકવા ચગાવવાની તેમ જ પેચ લેવાની મજા પડે છે. 1 આ પટીની બીજી બાજુએ લાહી, સુંદર, ભાત કે સાબુ ન લાગી જાય તે જોવું; નહિ તે કનકવો સાંધી રહ્યા બાદ એ પટી નીચેથી જમીન સાથે ચોંટી ગયેલી માલમ ૫ડવા સંભવ છે અને તેમ થાય તે સાંધવા માટે લીધેલી મહેનત બરાબર બર ન આવે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74