Book Title: Patang Puran Yane Kanakvani Katha Sachitra
Author(s): Hiralal Rasikdas Kapadia
Publisher: Hiralal Rasikdas Kapadia

View full book text
Previous | Next

Page 33
________________ કનકવાની કથની માંજાને ગાંઠ બાંધવાની રીત–સાદી દેરીના એક છેડાને બીજી સાદી દેરીના છેડા સાથે ગાંઠવામાં ખાસ વિશેષતા નથી. માંજાની દેરીની ગાંડની વાત જુદી છે. એ માંજાની દેરીના સંબંધમાં એના બે છેડાની ગાંઠ બાંધવી હોય તો માંજે ભીનો કરી તેના ઉપર ચૂંટેલો કાચ ધીરે રહીને ખેરવી નાંખી ગાંઠ બાંધવી જોઈએ; નહિ તો એ બાંધેલી ગાંઠ સહેજમાં છૂટી જવા સંભવ છે. વળી માંજાની જે ગાંઠ બંધાય તે જેમ બને તેમ નાની હોવી જોઈએ; નહિ તે પેચ વખતે ત્યાંથી દેરી સરે નહિ અને તેમ થતાં કનક કપાઈ જાય; પરંતુ આ ગાંઠ જે કેઈક વાર બહુ જ નાની બાંધવામાં આવી હોય તે તે સરી જાય; વાસ્તે ગાંઠ બાંધ્યા પછી તે બરાબર બંધાઈ છે કે નહિ એટલે કે તે સરી જશે કે કેમ તે જાણવા માટે તેની આસપાસની દોરી સામસામી ખેંચી જોવી જોઇએ. માંજાને વપરાશ અત્યારે જેમ લગભગ તદન માં વપરાય છે તેમ પહેલાં વપરાતે ન હતો. તે વખતે તે આગળના ભાગમાં ખપપૂરત માંજ રખાત. બનતા સુધી એટલા જ ભાગમાંથી પેચ લેવાતા અને એ માં પૂરો થવા આવે તેટલામાં કનવાને-પેચનો નિકાલ કરવા પ્રયત્ન થતો. ગજેગે પેચ લંબાણ ચાલતા તો ચાલતે પેચે માંજાનું પિડું જોડી દેવાતું. પહેલાં જે માંજાનાં પિંડાં બજારમાં મળતાં તે માં જાડો રહેતો અને તે પાવીસ, અડધીવીસ, પિણીવસ એમ વેચાત. આ તે સુતરાઉ દેરીના માંજાની વાત થઇ. કહેવાય છે કે કાશી તરફ રેશમની દેરીને પણ માં બનાવાય છે અને તે ઉપર કનકવા ચગાવાય છે. એ માંજો ઘણો મેં મળે છે. પ્રશ્ન- ગુજરાતી માં મારી પ્રશ્નલહરીની દ્વિતીય તરંગિકા તરીકે તા. ૬-૧૧-૩ને રાજ મેં કનકવાને લગતા જે કેટલાક પ્રશ્નો પૂક્યા હતા તેમાં એક પ્રશ્ન એ હતો કે દેરીને કાચ પાઈને માં બનાવવાનું પ્રથમ કોણે શેધી કાઢયું? આજ દિન સુધી એને ઉત્તર મને કઇ સ્થળેથી મળ્યો નથી તે હજી પણ એ દિશામાં પ્રકાશ પાડવાને તને મારી વિજ્ઞપ્તિ છે. સાથે સાથે બીજા પણ બે પ્રશ્ન પૂછી લઉંઃ (૧) પ્રથમ માં લુગદીને બનાવાયું હશે કે રગડાને ? (૨) સૂતરની, શણની અને રેશમની દેરી પૈકી કઈ દેરીને માંજે પ્રથમ બનાવાયો હશે ? દેરી વટવા-લપેટવાના પ્રકાર–કનક ચગાવવા માટે દેરીની જરૂર છે. આ દેરી તરીકે કેટલાક સીવવા માટે વપરાતી પાટલી કે રીલનો ઉપયોગ કરે છે એટલે એમ કરનાર તે એ પાટલી કે રીલ ઉપર દેરી વીંટાળે છે. એમાંથી કોઈને કે અન્યને દસ વીસ બામ માં બજારમાંથી ખરીદવા હોય તે દુકાનદાર એટલે માં જે ગૂંચળી વાને લચ્છી વાળીને આપે છે. ગુચળી વાળવાની રીત-ગૂંચળી વળવાની રીત એ છે કે દેરીને એક છેડે જમણા ૧ વિજયવાણી (પૃ. ૩૨૬)માં આ શબ્દ વપરાય છે. પ્રસ્તુત પતિ નીચે મુજબ છે – “પુંછમાં તે હોય એક બામ માં કે વખતે સમુળગે ન હોય, અને સારીમાં હેય પાવીસનું એક પિતું.” ૨ અસલ કઈ કઈ વાર શપુની દેરીને પણુ માં વપરાતો હતો એમ કહેવાય છે. ૩ બે હાથ પહોળા કરી છાતી સાથે થતું મા૫. આ શબ્દ માટે જુઓ પહેલુ ટિપણુ. 1 * ચળી ' કહો કે “ છળી ' કહો તે એક જ છે. એનો અર્થ “દોરા-દોરીની ગોળ અથવા અંગુઠા અને ટચલી આંગળી પર બેગ પાડીને વરેલી આંટી” એવો થાય છે. મોટી ગૂંચળીને ગૂંચળે” કે “લ ' કહે છે. ૫ ડાડિયા કે બીજા પણ જમણે હાથને બદલે ડાબા હાથના અંગૂઠાનો ઉપયોગ કરે છે. એ જમણા હાથે ગુંચળી કાઢી લે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74