________________
૧૬
પતંગપુરાણુ
[ અધ્યાય
રૂપિયા જેટલા હાલમાં જોવાય છે. કિસનછાપની પેઠે આ ગેંડાછાપની કાઇ પણ નંબરની રીલ ૩૦૦ વારની આવતી નથી, પણ ૨૦૦ વારની જ આવે છે એટલે એક ંદરે એદારી માંઘી પડે છે. કિસનાપ દેરી સામાન્ય કનકવા માટે વપરાતાં દેરીમાં ઝેલ્લા પડે છે, જ્યારે ગેંડાછાપ દેરી વપરાતાં તેમ થતું નથી.
સાંકળીછાપ રીલ આઠ નંબરનુ અને ૫૦૦ વારનું આવે છે. એની ૧૨ રીલના લગભગ ચાર રૂપિયા તે દસ આના પડે છે. આ દેરી પણુ ગેંડાછાપ જેટલી મજબૂત હેાય છે, છતાં એ દારી પર ચગાવેલા કનકવા લાટિયા નીકળી પડે તેા એ દારી પાતળી હાવાથી એના વળ પડી જાય છે એમ માની કેટલાક એ પસંદ કરતા નથી.
પહેલાના વખતમાં આવી ક્રાઇ વિદેશી રીક્ષ મળતી ન હતી પણ એને ખલે આપણા દેશમાં બનતી આંટી વપરાતી હતી. એનાં પિંડાં હાથે વળાતાં. લગભગ પચીસ વર્ષ ઉપર ક્રામજી પીટીટની મિલ ચાલુ હતી. એ સમયે એ મિલમાંથી ત્રણ અને ચાર નંબરની દેશી આંટી નીકળતી હતી. એમાં ચાર નખરની દેરી ઘણી મજબૂત આવતી. એના ઉપર સુરતી કનકવા પશુ ચગાવી શકાતા. એ દારીને માંજો બનાવી તે લગભગ અગ્યાર રૂપિયે શેર વેચાતા.
આ મિલ બંધ થતાં એ દેરી મળતી બંધ થઇ. અત્યારે બજારમાં ખીજી મિલની આંટી મળે છે, પણ તે જેવી જોઇએ તેવી મજબૂત નહિ હૈાવાથી કનકવા ચગાવવા માટે મેટે ભાગે વપરાતી નથી. દેશીની ચળવળ ચાલી તેવામાં કલિકા મિલની પણુ આંટી નીકળી હતી, પણુ એ સબંધમાં એમ કહેવાય છે કે એ આંટીની દોરી ઝાંખી પડી જતી હતી, વળી એ જાડી પડતી હતી તેમ જ એના વળ ઉખડી જતા હતા એટલે એના વધારે વખત પ્રચાર રહ્યો નહિ. અત્યારે તે। બધી દોરી ત્રણ તારની જ વપરાતી હેાય એમ મનાય છે. પહેલાં થેાડાંક વર્ષો પૂર્વે દારી કેટલા તારની વપરતી એને ખ્યાલ આવે તે માટે “ સચિત્ર દેશી રમતા ' ( પૃ. ૨૬૦ )માંથી નીચે મુજબને ઉલ્લેખ આપણે અત્ર નોંધીશુંઃ—
''
""
((
કનકવેા નાના મેટ હેાય છે તે પ્રમાણે તેની દેરી જાડી પાતળી રાખવાની જરૂર પડે છે; એટલે જેવા કનકવા તે પ્રમાણે ચારતારી, છતારી, આઠતારી, ખારતારી કે સેાળતારી દેરી.
""
અહીં એ વાત નેાંધી લઈએ કે જેમ માણસ શરીરે જાડા હેાય એટલે તે મજબૂત જ હાય એવું કંઇ નથી તેમ દેરી પણ જેમ નડી હેાય તેમ તે મજબૂત જ હેાય એવું કષ્ટ નથી. દારીની પરીક્ષા—દેરી કેટલા તારવાળી છે તે જાણવું હેાય તે એને જરા ભીની કરી એના વળ–આંટા ઉકળવા જોઇએ. એમ થતાં એ કેટલા તારવાળી છે તે જાણી શકાય છે. વળી સાથે સાથે એ તાર કેટલા પાતળા કે જાડા છે તે પણ જાણી શકાય છે.
,
અમુક દેરી કેટલી મજબૂત છે તે જાણવું હાય તા એ દેરીના એક છેડા જમણા હાથના અંગૂઠા અને એની પાસેની ‘ તર્જની ' તરીકે એાળખાતી આંગળીમાં દબાવવા. પછી એ દેરીના ખાકીના પરંતુ એ તનીની પાસેને ભાગ એ તર્જનીના ઉપલા ભાગ ઉપર રાખવે. ત્યાર બાદ દેરીને બાકીના ભાગ કે તેને છેડા ડાચ્યા હાથના અંગૂઠા અને એની જોડેની તર્જની વડે દખાવવે અને જમણા હાથમાં દબાયેલા ભાગ ખેંચવા. એમ થતાં દેારી કેટલી મજબૂત છે તે જાણી શકાશે.
૧ આની દોરી કાચી ને તકલેદી હાય છે; તેમ છતાં કેટલાક એનેા બનાવાયેલા માંને ખરીદે છે. એ માંજો બાર આનેથી રૂપિયે વેચાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com