Book Title: Patang Puran Yane Kanakvani Katha Sachitra
Author(s): Hiralal Rasikdas Kapadia
Publisher: Hiralal Rasikdas Kapadia

View full book text
Previous | Next

Page 17
________________ પહેલ] કનકવાની કથની ચાંદદાર પાનદાર–જે ચાંદદાર કનકવામાં પીપળાના પાન યાને પાંદડા જે આકાર જુદી જણાઈ આવતું હોય તેને “ચાંદદાર પાનદાર' કહે છે. સલું–કનકવાની સામસામી ભુજાના મધ્યબિંદુમાંથી એકેક લીટી દોરતાં કનકવાના ચાર ભાગે પડે છે. આ દરેકને “સલું' કહેવામાં આવે છે. આવાં ચોસલાંવાળા કનકવાને ચેલું ', “ચેસલેદાર ', “ફાળું ', “ ચેકઠેદાર' કે ખડબચું પણ કહે છે. જુઓ ચિત્ર ૮. જામાસજી–જે કનકવાની ઉપલી બે ભુજાની બાજુએ એકેક પટી હેય, ઠઠ્ઠાના ઉપલા ભાગ આગળ સમરસ હેય, ચમચકને બદલે પુનું હોય અને એ કુન્નાની ઉપરના ભાગમાં પાન જેવો ઘાટ હોય તેને “માસ' કહે છે. આ બે પટીદાર માથેદાર પાનદાર ફુનેદાર કનકવો છે. જુઓ ચિત્ર ૧૭. આ કનકવાનો ઢઢ્ઢો લગભગ બે ફૂટ જેવો હોય છે. એ કનકવાની પહોળાઈ લગભગ સવા ફૂટ જેટલી હોય છે. એ નાનાં છેકરાંઓથી તે ઝાલ્યો ઝલાય પણ નહિ. હવે આ કનકવો ભાગ્યે જ નજરે પડે છે. નાળિયેદાર–આ ગિલંડરનું બીજું નામ હેય એમ કહેવાય છે. પટેદાર–જે કનકવામાં ાની ગમે તે એક બાજુએ ત્રાંસે પટો જુદે જણાઈ આવતો હેય તેને “ પટેદાર' કહે છે. પાનદાર–જે કનકવાના ચમચકને ઉપલા ભાગમાં પાનના યાને પાંદડાના જે આકાર જુદ જણાઈ આવતો હોય તેને “પાનદાર' કહે છે. જુઓ ચિત્ર ૧૯. ચાલેદાર–જે કનકવાના ચમચકને લગભગ ઉપલા ભાગમાં પ્યાલાના થાને પવાલાના જેવો આકાર જુદે જણાઈ આવતા હોય તેને ખ્યાલેદાર કે પવાલેદાર' કહે છે. જુઓ ચિત્ર ૧૬. બાઝદાર–સાદડીની પેઠે નાનાં નાનાં એકઠાંવાળા કનકવાને બાઝદાર' કહે છે. કેટલાક એને “સાદડી” કે “સાદડીદાર' પણ કહે છે. જુઓ ચિત્ર ૨૧. બાજુદાર–વિજયવાણી (પૃ. ૩૨૯)માં આને ઉલ્લેખ છે, પરંતુ એનું વર્ણન નથી. બાવટાની મા–“ પતંગ એ એક એવી રીતને ભારે હેટ અને વિચિત્ર દેખાવને કનકેવો હોય છે કે તેનું માથું એક વણજારેણુનાં માથાં ઉપરનાં ઉચા અંબોડાની ઉતરડ સરખું (ઓખાહરણમાં જેમ વહેવણનું વર્ણન છે કે “નળિયાં જેવડું નાક, વહેવણ આવ્યાં રે!” તેવું) હોય છે. વળી તેની છાતીના ભાગનો ઘાટ એક મોટા ડૂચા ભરેલા-ઉપસેલા તકિયાના સરખો હે છે, કમરને ભાગ કંતાયેલ જાણે નગ્ન હેય તે દેખાય છે, અને છેલ્લી વારે પગને ઠેકાણે છાતીના ભાગના પ્રમાણમાં એક હાની સરખી પલાંઠી વાળેલી હોય એવું હોય છે, એવા દેખાવનું જે એક પતંગ આવ્યું તે જાણે બાણાસુર બાવટાની મા-અને કૃષ્ણ હમેલદારની બહેણુ-પિતાના છોકરા બાણાસુરના હાથ કપાતા અટકાવવાને આવતી હોય એવું જ નક્કી જણાયું” એમ વિજયવાણી (પૃ. ૩૨૮)માં આ કનકવા પરત્વે ઉલ્લેખ છે. બાવટેદાર–જે કનકવામાં જુદા જુદા રંગના ત્રણ ત્રાંસા પટા જણાતા હેય તેને બાવટેદાર' કહે છે. જુઓ ચિત્ર ૨૭. ૧ *નું કહો કે “કુમતું' કહો તે એક જ છે. એને અર્થ “કાગળની નાની નાની કાપલીઓનીપટીઓની બનેલી કલગી” એવો થાય છે. દાખલા તરીકે દ્ધા, તેરમા અને સત્તરમા ચિત્રમાં આપેલા કનકવાને જુનું છે. ૨ અમે બધાં (પૃ. ૧૧૫)માં એક પતંગનું નામ “વાવટે” આપેલું છે તે આ હોય એમ જણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74