________________
પતંગપુરાણ
[અધ્યાય
બાવટે-લાલ, કાળા, સફેદ વગેરે રંગના સાંધાઓથી પટાદાર બનેલા કનવાને વિજયવાણું (પૃ. ૩૨૮)માં “બાવ” કહ્યો છે. એ લેટે છે ત્યારે બાણાસુરના હજાર હાથ જાણે તલવારના પટા ખેલતા હોય તેમ જણાય છે એ ત્યાં ઉલ્લેખ છે.
બેલાવેદાર–ઠઠ્ઠાની બંને બાજુએ, એનાથી સરખે અંતરે લાડવા જેવી એકેક આકૃતિ જે કનકવામાં જુદી તરી આવતી હોય તેને “બેલાવેદાર ” કહે છે. જુઓ ચિત્ર ૩.
મટકી–જે કનકવાની વચ્ચે વચ્ચે આડે પહોળો પટો હોય તેને “ મટકી” કહે છે. કમાનના બને છેડામાંથી એક લીટી જતી કલ્પીએ તે એના વડે આ પટાના બે સરખા ભાગ પડે. જુઓ ચિત્ર ૧૪.
માથેદાર–જે કનકવાના માથા ઉપરની સમચોરસ આકૃતિને કર્ણ ઢઢ્ઢા ઉપર અને એની બે ભુજાઓ કનકવાની ઉપલી બે ભુજા પર આવેલ હોય તેને “માથેદાર' કહે છે. જુઓ ચિત્ર ૧૧.
લાકડીદાર–જે કનકવાના ઉપલા ભાગમાં એક આડી પટી જુદી જણાતી હોય તેને લાકડીદાર ” કહે છે. જુઓ ચિત્ર ૯.
લાડવેદાર–જે કરવાના મધ્ય ભાગમાં લાડવા જેવો આકાર જુદે દેખાઈ આવતે હોય તેને “લાવેદાર' કહે છે. જુઓ ચિત્ર ૧૩,
શીલેદાર–આનું જ બીજું નામ “માથેદાર” હોય એમ કહેવાય છે. કેટલાક એને શીદાર' કહે છે.
સાદડીદાર–આનું બીજું નામ બદાર હોય એમ કહેવાય છે.
હમેલદાર–આ સંબંધમાં વિજયવાણું (પૃ. ૩૨૮)માં કહ્યું છે કે “જેની છાતી ઉપર મૂળ જે બે કાળા પટા તે સેકટની બાજીના આકારની પેઠે રહીને, એક બીજાને વચ્ચોવચ મળીને, બે પટાના ચાર પટા હોય તેવા દેખાતા, એવા ગારદીના પિશાક ઉપરની મહેલના સરખા પટાવાળા,-એ હમલદાર કનકે જ્યારે લેટે છે, ત્યારે કૃષ્ણનું સુદર્શન ચક્ર જાણે ચમર ચકર ફરીને ફરરર એવો અવાજ કરતુ શત્રુ જે બાણાસુર બાવટ તેના હજાર હાથ કાપીને તેનો ગર્વ ભાંજતું હોય તેવો દેખાવ માલમ પડે છે.”
ઢા-“અમે બધાં” (પૃ. ૧૨૧)માં “રાત્રે દાદાએ મોટું ઢાઢું ચડાવી તેને ફાનસ બાંધ્યું” એમ જે લખ્યું છે તેમાં “ઢાઢું' એવું જે નામ અપાયેલું છે તે અત્રે નોંધી લઇએ.
કનકવાની આકૃતિને ઉદ્દેશીને પણ એને ઓળખાવાય છે. આપણે જે કનકવા સામાન્ય રીતે જોઈએ છીએ તે તો ચોખંડા હોય છે. એ ઉપરાંત અનેક આકારના નવા આવે છે.
મચ્છી–માછલીના આકારના કનકવાને “મચ્છી' કહે છે. એની પહોળાઈ કરતાં એની લંબાઈ લગભગ બમણું હોય છે. જુઓ ચિત્ર ૨૪.
માણસ-માણસના આકારને મળતું આવે એવો પણ કનકવો મળે છે. જુઓ ચિત્ર ૨૩.
૧ આને અર્થ “હાંલ્લી' યાને “માટલી” એવો થાય છે. ૨ આનો અર્થ “પહેરેગીર” યાને ચોકીદાર થાય છે.
૩ આ શબ્દ નરજાતિમાં હોય ત્યારે એને અર્થ ગર્ભ થાય છે, જ્યારે નારીજાતિમાં હોય ત્યારે ચપરાશ, પટે, પટા પરની તખ્તી એ અર્થ થાય છે. અહીં “મહેલ’ શબ્દ નારીજાતિમાં વપરાયેલો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com