Book Title: Patang Puran Yane Kanakvani Katha Sachitra
Author(s): Hiralal Rasikdas Kapadia
Publisher: Hiralal Rasikdas Kapadia

View full book text
Previous | Next

Page 24
________________ પતંગપુરાણ [ અધ્યાય એ કમાનના પ્રત્યેક છેડા આગળ થોડેક કાગળ બહાર રહેલું હોય છે તે આ કમાન ઉપર તેમ જ એની અંદરના ભાગમાં રહેલા કાગળ ઉપર ચટાડાય છે. આ ઉપરાંત એ કમાનની બંને બાજાએ લગભગ એના છેડા ઉપર કમાનને ભાગ કબજામાં રહે એવે સ્થળે એકેક લાંબી કાપલી ચુંટાડવામાં આવે છે. તે એવી રીતે ચૂંટાડાય છે કે પ્રથમ તો એ કાપલીનો લગભગ અડધે ભાગ કાગળની નીચે ચટાડાય છે અને પછી બાકીનો ભાગ કાગળની ઉપર ચટાડાય છે. ત્યાર બાદ એ કે બીજા રંગના કાગળના લગભગ ત્રિકોણ આકારના બે કકડા કાપી ઢઢ્ઢાના નીચલા ભાગ ઉપર તે કનકવાની અને બાજુએ ચટાડાય છે. તેમ કરતી વેળા મૂળ કાગળના અને આ નવા કાગળના પડની વચ્ચે નાની નાની સળી મૂકાય છે અને તે ત્રિકોણની બે ભુજારૂપ બને છે. એની ત્રીજી અને સૌથી મોટી બાજુ કંઈક વળાંકવાળી રખાય છે. આ પ્રમાણે ત્રિકોણ આકારના કનકવાની અવળી અને સવળી એમ બંને બાજુએ ચુંટાયેલા કાગળને “ચમચક” કહેવામાં આવે છે. કેટલીક વાર ચમચકને બદલે કનકવાને પુનું કે ફૂમતું લટકાવવામાં આવે છે. એ લટકાવવા માટે એને દેરી બાંધી દેરીને બીજે છેડે ઠઠ્ઠાની સાથે નાની એખંડી કાપલી વડે ચોંટાડવામાં આવે છે. આ પ્રમાણે તૈયાર કરાયેલા કનકવાને આપણે પાંચમા પૃષ્ઠમાં જોઈ ગયા તેમ “ કુનેદાર” કે “ મતદાર” કહેવામાં આવે છે. ચમચાળે કનક તદન સ્થિર રાખવા માટે અથવા શાભાર્યું કે મેજની ખાતર કેટલાક એને કાગળની લાંબી પટી ચટાડે છે અથવા તો એની સાથે ચીંથરાની લાંબી પટી બાંધે છે. આવી પડીને પૂછવું” અને એવા કનકવાને “પૂછડેદાર ” કહેવામાં આવે છે. જુઓ ચિત્ર ૨૭, આ તે સાદા કનવા બનાવવાની વાત થઈ. જે દેરીવાળો કનક બનાવવો હોય તે એ કનક બનાવતી વેળા કાગળ બધી બાજુથી જરા બહાર રહે તેવડો કાગળ લેવું જોઈએ અને કનક તૈયાર કરાયા બાદ એ આગળ રહેલા ભાગમાં દેરી મૂકી આગળ રહેલે ભાગ વાળીને કનકવા ઉપર ચટાડવો જોઇએ. લગભગ પાસે વર્ષ પૂર્વે આ શહેરમાં ચોખંડા આકારના કનકવા ઉપરાંત માણસ, મેર, માછલી વગેરે આકારના પણ કનકવા બનાવાતા એમ કહેવાય છે. એ પૈકી ચોખંડા આકાર સિવાયના કનકવાને “ તુક્કલ' કહેતા એટલે કે હિંદી ભાષામાં “તુક્કલ' શબ્દ મોટામાં મોટા કનકવા માટે વપરાય છે એ અર્થમાં એ શબ્દ અહીં વપરાતું ન હતું. એ સમયમાં અમદાવાદી કાગળને ઘૂંટીને કનકવા બનાવાતા. એ કાગળ એવો ચીકણો રહે કે એ કનકવાને દરીદાર બનાવવાની જરૂરિઆત રહેતી નહિ. બળેલા કાપકમાનના પણ કનકવા બનાવાય છે. એ માટે ચીપને જરાક બાળવામાં આવે છે, અને એવી ચીપને હઠ્ઠા અને કમાન માટે ઉપયોગ કરાય છે. માપ–અત્યારે જાતજાતનાં માપના કનકવા બજારમાં મળે છે. તેમાંના કેટલીક જાતના કનક્વાના ઠઠ્ઠાનું માપ તેમ જ એની કમાનના બે છેડા વચ્ચેના અંતરનું માપ અત્ર ઈન્ચમાં આપણે નેંધી લઈશું, જો કે આ માપ એક જ જાતના કનકવામાં પણ સહેજ ઓછુંવત્ત જેવાય છે - ૧ આ સંબંધમાં દિલી-રાદ્ધેલા (પૃ. ૧૯૫૬)માં આ હકીક્તને નિર્દેશ નીચે મુજબ કરા : " बनावट का दोष, हवा की तेजी आदि कारणों से अक्सर पतंग हवा में चक्कर खाने लगती है। इसे रोकने के लिये पुछल्ले में कपडे की एक धजी वाँध देते हैं, इसको भी पुछल्ला कहते हैं।" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74