Book Title: Patang Puran Yane Kanakvani Katha Sachitra
Author(s): Hiralal Rasikdas Kapadia
Publisher: Hiralal Rasikdas Kapadia

View full book text
Previous | Next

Page 19
________________ પહેલો કનકવાની કથની કેટલાક કનકવાનાં નામે કદ ઉપરથી પડેલાં જણાય છે. જેમકે અડધિયું, તાવિયે, પિણિયું અને બે તાવના પાંચવાળો. આ બધામાં કદની દષ્ટિએ બે તાવને પાંચવાળો કનકવો સૌથી નાને છે, કેમકે બે આખા તાવમાંથી પાંચ કનવા બનાવાય ત્યારે એ પ્રત્યેક કનકવો બે તાવના પાંચવાળો' કહેવાય છે. અડધિયું એ અડધા તાવમાંથી, પાણિયું એ પણું તાવમાંથી અને તાવિ એ આખા તાવમાંથી બનાવાય છે. આ ઉપરથી કદની દષ્ટિએ કનેકવાને આપણે નીચેના ક્રમપૂર્વક રજુ કરી શકીએ – બે તાવના પાંચવાળા, અડધિયું, પિણિયું અને તાવિયે. ગુજરાતની અપેક્ષાએ તાવિયો કનક કદમાં સૌથી મટે છે. કેટલાક કનકવાનાં નામો એ કનવા તૈયાર કરવા માટે જે વિશિષ્ટ સાધને વપરાયાં હોય તે ઉપરથી પડેલાં છે. જેમકે સાદા કાગળને કનકો અને ઘૂંટેલા કાગળનો કનક; સફેદ રંગના કાગળનો કનક અને એ સિવાયના કોઇ રંગના કાગળને કનકવો; સાદા કાપકમાનવાળો કનક અને બળેલા કાપકમાનવાળે કનક; ચમચકવાળો કનક અને ફૂમતાવાળો કનક; અને દેરીવાળો કનક અને દેરી વગરને કનકવો. ફૂમતાવાળા કનકવાને “કૂમતેદાર ” કે “પુનેદાર ' કહે છે; અને દેરીવાળા કનકવાને “દેશીદાર' કહે છે. કેઈ કનકવાને કપડાની લાંબી ચીંદરડી બાંધેલી હેય કે કાગળની લાંબી પટી ચોંટાડેલી હોય તો તેને “પૂછડેદાર ' કહે છે. જુઓ ચિત્ર ર૭. જે કનકે જેટલી કિંમતે સામાન્ય રીતે મળી શકે છે તે ઉપરથી પણ તે ઓળખાવાય છે. જેમકે પાઈની બેવાળી ફુગ્ગી, પાઇવાળી, દેઢપાઈવાળે, બે પાઈવાળા, પૈસાવાળો, બે પૈસાવાળા, ત્રણપૈસાવાળો ઈત્યાદિ. “સચિત્ર દેશી રમત” (પૃ. ૨૫૭)માં “કુગીને બદલે “પુગી ને ઉલ્લેખ છે. એને અંગે ત્યાં નીચે મુજબને નિર્દેશ કરાયેલ છે – એક નાનામાં નાના જીણા કાગળના બનાવેલા કનવાને પુગી કહે છે; વળી આવી ફગી બરાબર ચગી શકે તેને માટે તેના નીચલા ભાગ આગળથી એક હાથથી ચારેક હાથ લાંબી કાગળની કાપલી ચીટકાવે છે; આને પૂછયું કહે છે.” કનક ચગાવતાં તે જેવો નીકળે છે તે ઉપરથી પણ એનાં નામે પડેલાં છે. જેમકે જે સદાર અને લપુક. જે કનકવો ચગ્યા બાદ જેસવાળો નીકળે તેને “જોરદાર' કહે છે; અને જે કનકવાનું સામાન્ય રીતે જેટલું સહેવું જોઈએ તેટલું ન હતાં ઓછું હોય તેને લપુક' કહે છે. ચગાવતાં ચગાવતાં જે કનકે જાણે હેકને માર્યો છાપ ખયા કરતે હે તે છાપખાઉ' કહેવાય છે. જે કનક ચગ્યા બાદ સ્થિર રહે તે “ સ્થિર કન” કહેવાય છે. ખૂબ સ્થિર રહેલા કનક્વાને “થાંભલા જેવો સ્થિર' કહેવામાં આવે છે. જે કનક લેટથા કરે તે લેટણિયો કે “લેટ કન ” કહેવાય છે. જે દિશામાંનો પવન હોય તે જ દિશામાં ન રહેતાં એ દિશાની જમણી કે ડાબી બાજુમાં વધારે પડતે જે કનક રહે તેને “કજાતે કનો ' કહે છે. એ કનક એક બાજુ નમી ૧ આને “સુરતી પણ કહેતા હોય એમ લાગે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74