Book Title: Patang Puran Yane Kanakvani Katha Sachitra
Author(s): Hiralal Rasikdas Kapadia
Publisher: Hiralal Rasikdas Kapadia

View full book text
Previous | Next

Page 21
________________ પહેલા ] કનકવાની કથની “ Called also Malay kite. [ After William A. Eddy, Amerikan kite expert. ] A quadrilateral, tailless kite with convex surfaces exposed to the wind. This kite was extensively used by Eddy in his famous meteriological experiments. It is now generally superseded by Hargrave's box-ite. '' ૯ . આ પુસ્તકના આ જ પૃષ્ડમાં · box-kite ' પરત્વે નીચે પ્રમાણે નિર્દેશ છે Also called Hargrave, or cellular, kite. A kite invented by Lawrence Hargrave, of Sydney, Australia, which consists of two light rectangular boxes, or cells open on two sides, and fastened together horizontally, as shown in Illus. It is much used in meteriological experiments. '' આ ઉપરાંત · tetrahedral kite ' પણ આવે છે. એની ચારે બાજુએ એકેક ત્રિકાણુ જેવા આકાર હાય છે. એવી ધન આકૃતિને અંગ્રેજીમાં · tetrahedron ' કહે છે. કુંડી, પંજો અને ટટ્ટી—જેમ રમતગમતનાં અનેક સાધનેા બજારમાં વેચાય છે તેમ કનકવા પણ વેચાય છે. કેળાં ડઝનના હિસાબે, કેરી સેને ડિસામે તે નળિયાં હજારને હિંસાખે એમ જુદી જુદી ચીજો જુદી જુદી ગણતરી મુજબ વેચાય છે તેમ કનકવા કુંડીના હિસાબે વેચાય છે એટલે કે એના ભાવ ૨૦ નંગ ઉપર થાય છે. આ પ્રમાણે જોકે કનકવા કુંડીના ભાવે મળે છે, છતાં એનાં વીસે નંગ છૂટાં કે બધાં એક ખીન્નમાં ભેરવેલાં હાતાં નથી. સામાન્ય રીતે એક સાથે પાંચથી વધારે કનકવા ભેગા રખાતા નથી. એ પાંચ પણ ભેગા રાખવાની રીત એ છે કે પહેલા કનકવાની કમાનમાંથી બીજા કનકવાને એવી રીતે પસાર કરવા કે જેથી એના ઢઢ્ઢો પહેલા કનકવાના ઢઢ્ઢા ઉપર આવે. પછી એવી રીતે રખાયેલા આ પહેલા અને ખીજા કનકવાની કમાનમાં ત્રીજા કનકવાને અને એ ત્રણેની કમાનમાંથી ચેાથાને અને એ ચારેની કમાનમાંથી પાંચમાને પસાર કરવા. આ પ્રમાણે સાથે રાખેલા પાંચ કનકવાને ‘ પંજો ' કહેવામાં આવે છે. જીએ ચિત્ર ૨૬. બનતા સુધી આ પંજામાં એક જ રંગના કનકવા હાય છે, તેમ છતાં આપણે જુદા જુદા રંગના કનકવા ખરીદ્યા હાય તા દુકાનદાર પાંચ પાંચ કનકવાના પંજો બનાવી આપે છે. પછી તે એવા વિવિધ પૂજાઓને ઉપરાયાપરી, પરંતુ એકેકથી ઉલટાસુરી ગેડવી એની બંને બાજુએ એકેક જાડા કાગળ મૂકી નીચલી બાજુ ઉપર ઊંધી કામડી-વાંસની ચીપ અને ઉપલી બાજી ઉપર ચત્તી કામડી રાખી એ બંને કામડીના છેડા સૂતળી વડે બાંધે છે. તેમ કરવા પૂર્વે એ અને કામડી એક તરફ કનકવાથી જેટલી આગળ રાખે છે તેના કરતાં બીજી તરફ્ એ વધારે આગળ રાખે છે. એ પ્રમાણે વધારે આગળ રખાયેલા ભાગ પકડવાના કામમાં લેવાય છે. જીએ ચિત્ર ૨૮. દુકાનદારા જે જયપુર વગેરે સ્થળેથી સામટા કનકવા મંગાવે છે તેને તેએ ‘ ટટ્ટી' તરીકે ઓળખાવે છે. એ ટટ્ટીની કિંમત દસથી સે। રૂપિયા સુધી ગણાવાય છે. इति श्रीपतङ्गपुराणे पतङ्गपरिचयो नाम प्रथमोऽध्यायः समाप्तः । ૧ કનકવા થાડા હોય તેા દુકાનદાર બે કામડી ન વાપરતાં એક જ કામડીમાં લગભગ નાકા સુધી ઊભા ચીરા પાડી તેમાં કનકવા ભેરવી આપે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74