________________
પહેલે]
કનક્વાની કથની સફેદ યાને ધોળા વર્ણના કનેકવાને બગલું કહેવામાં આવે છે. જે એનું ચમચક પણ સફેદ વર્ણનું જ હેય તે એ શુદ્ધ બગલું કહેવાય છે. એવી રીતે કાળા વર્ણના કનકવાનું ચમચક પણુ કાળું હોય તે તે શુદ્ધ કાળી' કહેવાય છે. આ પ્રમાણે શુદ્ધ લાલી વગેરેને અર્થ વિચારી લે.
કેટલાંક નામ કનવાની તરેહને આભારી છે. જેવાં કે અઢીપદાર, અઐદાર, આંકદાર, આંખેદાર, આદાસીસી, કળિયું, કળી, કાગડી, ખડબૂચું, ખરબુચું, ગિલંડર, મિલેંદર, ગીલન્ડર, ચટપટેદાર, ચટેરી, ચાનદાર, ચાનદાર પાનદાર, ચાંદદાર, ચેકડેદર, ચેસલેદાર, ચેકાળું, જામાસજી, નેળિયેદાર, પટાદાર, પાટીદાર, પટેદાર, +પવાલેદાર, પાનદાર, પાલેદાર, બાજીદાર, બાજુદાર, બાવટાની મા, બાવટો, બેઅસ્સેદાર, બે ખદાર, બે ખદાર પાનદાર, બે પાનદાર, એપાટીદાર, બેટીદાર માથેદાર, બેબાજુદાર, બેબાવટેદાર, બેલાવેદાર,
મટકી, માથેદાર, માથેદાર ચાનદાર, માથેદાર ચાનદાર પાનદાર, માથેદાર પાનદાર, માથેદાર પુદાર, લંગટદાર, લાકડીદાર, લાડવાદાર, લાડવેદાર, વાવટેદાર, શીલેદાર, સાદડી, સાદડદાર, સેકડીદાર અને હમેલદાર
આ નામો પૈકી કેટલાંક તે એક જ તરેહવાળાં કનેકવાનાં ભિન્ન ભિન્ન નામો હોય એમ લાગે છે. જેમકે આંકદાર ને આંખેદાર, કળિયું ને કળી, ખડબૂચું ને ખરબુચું, ગિલંડર, ગિલંદર ને ગીલન્ડર, ચટપટેદાર ને ચોરી, ચાનદાર ને ચાંદદાર, પટાદાર ને પટેદાર, પવાલેદાર ને પાલેદાર, અને લાડવાદાર ને લાવેદાર. આ પૈકી કયું નામ વાસ્તવિક છે તેને નિર્ણય કરવા માટે આ સ્થળ પ્રસ્તુત નહિ હેવાથી એ હકીકત હું જતી કરું છું, અને કેટલાક તરેહદાર કનકવાને સંક્ષિપ્ત પરિચય આપું છું
અદ્વીપટેદાર જે કનકવામાં ઉપલક દષ્ટિએ ચાર ત્રાંસા પટા જણાય અને છેલ્લા પટાના બે ભાગ જેવાય અને રંગીન પટાને ન ગણતાં અઢી પટા ગણાવાય તેને “અઢીપદાર' કહે છે. જુઓ ચિત્ર ૨૦.
અદાર– અદાર’ કહો કે “બેઅદાર' કહે તે એક જ હોય એમ લાગે છે. કનકવાને એકંદર ચાર ભુજા છે. તેમાં હઠ્ઠાની ટોચ આગળ મળતી કનકવાની બે ભુજાને આપણે એની ઉપલી બે ભુજ તરીકે અને ઠઠ્ઠાના છેડા આગળ મળતી એની બે ભુજાને આપણે એની નીચલી બે ભુજા તરીકે ઓળખાવીશું. ઢટ્ટાના ટચમાંથી પસાર થતી અને ઠઠ્ઠા સાથે સમાન ખૂણો કરતી તેમ જ નીચલી બે ભુજ સુધી લંબાતી બે લીટીઓ દોરાતાં કનકવાની જે બે ત્રિકોણ આકતિ પડે છે તે આકૃતિવાળા કનકવાને “અદાર' કહેવામાં આવે છે. જુઓ ચિત્ર ૧. આ કનકવામાં ઓછામાં ઓછા બે અને વધારેમાં વધારે ત્રણ રંગના કાગળ વાપરવામાં આવેલા હોય છે. બને તરફના ત્રિકેણને કાગળ એક રંગને, કનકવાના બાકીના ભાગને કાગળ બીજ રંગને અને ચમચકને કાગળ એ ભાગના રંગ જેવા રંગને કે જુદા રંગનો હેય છે.
૧ કેટલાક કનકવાને જે ઠઠ્ઠાના નીચલા ભાગ ઉપર ત્રિકોણ આકારને એકેક કાગળ બંને બાજુએ ચટાડાયેલ હોય છે તેને “ચમચક’ કહે છે. જુઓ ચિત્ર ૪૦.
૨ જુઓ ચિત્ર ૨૨.
૩ આ ઉપરાંત બીજી અનેક જાતની તરેહના કનકવા બનાવાય છે. કેટલીક વાર દુકાનદારે કનકવામાં કેળાં, કેરી વગેરે ફળની આકૃતિઓ આપેલી હોય તેવા કનકવા દુકાનના બારણા ઉપર ટાંગે છે. ટૂંકમાં કહું તે કનકવામાં જે જાતની તરેહ પડાવવી હોય તેવી પડી શકે છે. સેકડાબાઇની રમત રમતાં દંપતી પડાવવાં હોય તે તે પણ પડાવી શકાય છે, જો કે એવા કનવા મોંધા મળે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com