________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૧૧૨-૧૧૧૩
પ
વળી, જે મુનિ સંયમની ક્રિયાઓમાં યત્ન કરવા દ્વારા નિર્લેપ થઈ રહ્યા છે, તે મુનિ ભાવસ્તવ કરે છે,
જે ભાવસ્તવ ક્રમે કરીને વીતરાગતાનું કારણ બને છે. II૧૧૧૨॥
અવતરણિકા :
તંત્ર =
અવતરણિકાર્ય :
ત્યાં=દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ એમ બે પ્રકારના સ્તવમાં,
ભાવાર્થ:
પૂર્વગાથામાં દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનું સામાન્યથી સ્વરૂપ બતાવ્યું. હવે પ્રથમ દ્રવ્યસ્તવનું ગ્રંથકારશ્રી ગાથા ૧૧૬૦ સુધી વર્ણન કરે છે -
ગાથા:
1
जिणभवणकारणविही सुद्धा भूमी दलं च कट्ठाई ।
भिअगाणतिसंधाणं सासयवुड्डी समासेणं ॥ १११३॥ दारं ॥
અન્વયાર્થ :
મુન્દ્રા ભૂમી-શુદ્ધ ભૂમિ, ğારૂં ચ વતં=અને કાષ્ઠાદિ દલ, મિઞાળતિસંઘાĪ=ભૃતકોનું અનતિસંધાન= કામ કરનારા માણસો સાથે કપટરહિત વર્તન, સામયવુડ્ડી-સુઆશયની વૃદ્ધિ : (આ) સમામેળ-સમાસથી નિમવળા(વિઠ્ઠી-જિનભવનકારણની વિધિ છે.
ગાથાર્થ:
શુદ્ધ ભૂમિ, કાષ્ઠાદિ સામગ્રી, કામ કરનારા માણસો સાથે કપટરહિત વર્તન, શુભભાવની વૃદ્ધિ આ સંક્ષેપથી જિનમંદિર કરાવવાની વિધિ છે.
ટીકાઃ
जिनभवनकारणविधिरयं द्रष्टव्यः, यदुत-शुद्धा भूमिर्वक्ष्यमाणया शुद्धया, तथा दलं च काष्ठादि शुद्धमेव, तथा भृतकानतिसन्धानं कर्म्मकराव्यंसनं, तथा स्वाशयवृद्धिः - शुभभाववर्द्धनं, समासेनैष विधिरिति द्वारगाथासमासार्थः ॥१११३॥
ટીકાર્ય
Jain Education International
અ
જિનભવનના કારણની=જિનમંદિર કરાવવાની, વિધિ આ જાણવી; જે થવુત થી બતાવે છે – કહેવાનારી શુદ્ધિ વડે શુદ્ધ ભૂમિ અને તે રીતે શુદ્ધ જ કાષ્ઠાદિરૂપ દલ, તથા ભૃતકોનું અતિસંધાન=કર્ષકરોનું અર્વ્યસન= કામ કરનારા લોકોને નહીં ઠગવા, તથા સુઆશયની વૃદ્ધિ=શુભભાવનું વર્ધન ઃ આ સમાસથી=સંક્ષેપથી, વિધિ છે=જિનભવન કરાવવાની વિધિ છે. એ પ્રમાણે દ્વારગાથાનો સમાસાર્થ છે=સંક્ષેપથી અર્થ છે. ॥૧૧૧૩
:
For Personal & Private Use Only
www.jainelibrary.org