Book Title: Nyayasamucchaya
Author(s): Lavanyasuri
Publisher: Vijaylavanyasurishwar Gyanmandir Botad

View full book text
Previous | Next

Page 7
________________ છે પુરોવચન છે વિશ્વમાં વર્તતા વિદ્ધસમાજમાં વ્યાકરણશાસ્ત્રની અસાધારણ ઉપયોગિતા સુપ્રસિદ્ધ છે. ભાષ્યકાર પતજલિ મહર્ષિ પણ જણાવે છે કરી વિદ્યાનાં–સર્વ વિદ્યાને દીપક-દીવડો વ્યાકરણ છે. શુદ્ધ પ્રયોગ અથવા અશુદ્ધપ્રયોગનું સાચું ભાન કરાવનાર વ્યાકરણ છે. 'यद्यपि बहुनाऽधीये, तथापि पठ पुत्र ! व्याकरणम्' એ શ્લોકમાં પણ પિતા પોતાના પુત્રને ભલે બીજું ન ભણ, પણ વ્યાકરણ તે અવશ્ય ભણ. અર્થાત અવશ્ય વ્યાકરણ ભણવું જોઈએ એમ સૂચન કરાયેલ છે. - આજે જગતમાં અન્ય અન્ય વ્યાકરણે કરતાં પાણિનિનું પાણિનીય વ્યાકરણ અને કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય ભગવંતનું “શ્રીસિદ્ધહેમશબ્દાનુશાસન વ્યાકરણ પઠન-પાઠનમાં વિશેષ પ્રચલિત છે. અને વ્યાકરણ પર વિપુલ સાહિત્ય રચાયેલ છે અને ઘણું મુદ્રિત પણ થયેલ છે. એ સાહિત્યપૈકી શ્રીનાગેશકત પરિભાષેન્દુશેખર નામનો ગ્રંથ પાણિનિ વ્યાકરણ પર જેવો છે તેવો જ વાચક શ્રી હેમહંસગણિકૃત “ન્યાયસંગ્રહ નામનો ગ્રંથ શ્રસિદ્ધહેમવ્યાકરણ પર છે. જુઓ – श्रीसूरीश्वरसोमसुन्दरगुरोनिश्शेषशिष्याग्रणी गच्छेन्द्रः प्रभुरतशेखरगुरुदेदीप्यते साम्प्रतम् ॥ तच्छिष्याश्रवहेमइंसगणिना श्रीसिद्धहेमाभिधे न्याया व्याकरणे विलोक्य सकलाः संसंगृहीता इमे ॥१॥ प्रत्यक्षरं गणनया, ग्रन्थेऽस्मिन् न्यायसंग्रहे। श्लोकानामष्टषष्टिः स्यादधिका च दशाक्षरी ॥२॥ [ રજા છો. ૬૮ અક્ષર ૧૦ ] વાચક શ્રી હેમહંસગણિવરે આ ગ્રંથના ચાર વિભાગો પાડેલા છે. તે વિભાગોને “વક્ષસ્કાર' તરીકે સઓઘેલ છે. તેના પ્રથમ વિભાગમાં (પ્રથમ વક્ષસ્કારમાં) કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વર ભગવંતે સ્વરચિત શ્રસિદ્ધહેમ બહદુવૃત્તિના ( અઢાર હજારીના) પ્રાંતે જણાવેલા પ૭ ન્યાયીનો સંગ્રહ કરવામાં આવ્યો છે. બીજા વિભાગમાં (બીજા વક્ષસ્કારમાં ) વ્યાકરણશાસ્ત્રની અંદર તે તે સ્થલે ઉપલબ્ધ થતા યા વનિત થતા ૬પ ન્યાયોને સંગ્રહ કરવામાં આવેલો છે. ત્રીજા વિભાગમાં (ત્રીજા વક્ષસ્કારમાં) જેની અંદર પ્રાયઃ સાપક નથી એવા ૧૮ ન્યાયને સંગ્રહ કરવામાં આવ્યો છે. અને ચોથા વિભાગમાં (ચોથા વક્ષસ્કારમાં) ઘણી વક્તવ્યતાવાળો એક જ ન્યાય આપવામાં આવેલો છે. આના પ્રથમ વિભાગમાં આવેલ ન્યાય ઉપર પૂર્વે પ્રાચીન સંક્ષિપ્ત વૃત્તિ હતી એમ વાચક શ્રી હેમહંસગણિવર જણાવે છે. વળી સાથોસાથ એમ જણાવે છે કે–એ વૃત્તિમાં ઉદાહરણ અને જ્ઞાપક જ જણાવેલ છે, પરંતુ ન્યાયોનું અનિત્યપણું જણાવ્યું નથી.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 206