________________
૧૧૦
ન્યાય ભૂમિકા
કુ-લક્ષણના ૩ દોષ : (૧) અવ્યાપ્તિ, (૨) અતિવ્યાપ્તિ, (૩) અસ’ભવ
(૧) અવ્યાપ્તિ :- લક્ષણુ જો કોઈક એક લક્ષ્યમાં (લક્ષ્યના એક દેશમાં) ન રહેતું હાય અર્થાત્ અાપ્ત હાય, તે ત્યાં લક્ષણમાં અભ્યાપ્તતા યાને અવ્યાપ્તિ' દોષ આવ્યા ગણાય.
(૨) અતિવ્યાપ્તિ :– ત્યારે લક્ષણ જે લક્ષ્યની બહાર અલક્ષ્યમાં જતું હાય, તે તેનામાં અતિવ્યાપ્તતા યાને ‘અતિવ્યાપ્તિ' દોષ આવ્યા ગણાય. અને
(૩) અસ’ભવ – જો લક્ષ્યમાં કયાંય રહેતુ જન હાય એવુ લક્ષણ બનાવાય, તે ત્યાં ‘અસ’ભવ’ ઢાષ ગણાય.
આમ લક્ષણ (૧) અવ્યાપ્તિ (૨) અતિવ્યાપ્તિ અને (૩) અસ ́ભવ આ ત્રણ દોષથી રહિત હોય, ત્યારે જ એ સાચું લક્ષણ યાને નિષ્ઠ (નિર્દોષ) લક્ષણુ ગણાય. એવા નિર્દોષ લક્ષણ પરથી સાચા લક્ષ્યની એળખ થાય.
એના દાખલા :~
(૧) અવ્યાપ્તિ :- ગાયનું લક્ષણ કરવામાં આવે કે દસારનાવવ” તા તે લક્ષણ સફેદ ગાયમાં ન આવે; એટલે કે લક્ષ્યના અમુક ભાગમાં અવૃત્તિ થયું, માટે ત્યાં અવ્યાપ્તિ દોષ આવ્યા. અબ્યાપ્તિ એટલે થતા વૃત્તિઃ” (૨) અતિવ્યાપ્તિ :– એમ ગાયનું લક્ષણ કરાય કે વિવ.” ” તે તે ભેસ આદિમાં એટલે કે અલક્ષ્ય
""