________________
૧૧ર
ન્યાય ભૂમિકા અને ચૈતન્ય લક્ષણ આત્મામાં કયાંય અસંભવિત નથી, માટે અસંભવ દોષ પણ નથી આવતું. આ હિસાબે જ જે આત્માનું “જડત્વ એવું લક્ષણ કરાય તે તે અસંભવ દેષથી ગ્રસ્ત કહેવાય.
જીવંત શરીરનું લક્ષણ “વિજ્ઞાતિય (વિસ્ત્રક્ષve ચેષ્ટાવ” છે. આ ચેષ્ટા એટલે વિજાતીય કિયા. વિજાતીય ક્રિયા એટલે ઈતર સંગથી જન્ય નહિ કિન્તુ માત્ર સ્વાત્મા પ્રયત્નથી જન્ય (=પ્રયત્નવાળી) ક્રિયા, (નહિ કે બીજાની પ્રેરણાવાળી યાને બીજાથી પ્રેરિત કિયા). ત્યારે, મૃત શરીરનો બીજો કોઈ માણસ હાથ–પગ ઊંચે કરે તે તે થાય છે, પણ તે કાંઈ પોતાના પ્રયત્નથી ઊંચોનીચે થતું નથી, માટે તે જીવંત શરીર નથી. જીવંત શરીરમાં એ શરીરના અધિષ્ઠાયક (=ધારક) આત્માના પ્રયત્નથી હાથ ઊંચ-નીચે થાય, પગ ચાલવા માંડે, ને પછી એની મેળે (એટલે કે બીજાના અટકાવ્યા વિના) સ્થિર પણ થાય છે. એટલા માટે એ જીવંત શરીરમાં ચેષ્ટાવવ” લક્ષણ આવ્યું ગણાય. - પ્રવે- એમ તે શરીર ઊંઘમાં તદ્દન ચેષ્ટારહિત છે, તે ત્યાં શું “ચેષ્ટાવસ્વ” લક્ષણ અવ્યાપ્ત ન થયું ?
ઉ૦- ના, ઊંઘમાં પણ શરીરના અંદરના અવયવ દા. ત. હદય, નાડી વગેરેની વિજાતીય ક્રિયા, એટલે કે બીજાની પ્રેરણા વિનાની ક્રિયા યાને ચેષ્ટા ચાલુ છે. માટે તેમાં લક્ષણ અવ્યાપ્ત નથી. અગર પૂછો -