________________
જૈનમતના ભેદભેદથી ન્યાયસમીક્ષા
એટલા જ માટે જૈનદર્શને ગુણેને દ્રવ્યથી ભિન્નાભિન્ન કહે છે, એને બીજા શબ્દોમાં કહીએ તો દ્રવ્ય અને ગુણને ભેદભેદ સંબંધ માને છે. ભેદ સંબંધ છે, તેથી દ્રવ્યમાં ગુણે અથવા ગુણવદ્દ દ્રવ્યમ એવી પ્રતીતિ થઈ શકે, એ લાભ છે, તેમજ અભેદ સંબંધ પણ હેવાથી લાભ એ છે કે ગુણે દ્રવ્યમય દેખાય છે એ પ્રત્યક્ષ પણ ઘટી શકે છે. આ હિસાબે જૈનદર્શન “ગુણે દ્રવ્યથી ભિનાભિન્ન છે અથવા “ગુણે દ્રવ્યમાં ભેદાબેદ સંબંધથી સંબદ્ધ છેએમ કહે છે. '
જનમતે વિશ્વ એ મુખ્યતયા દ્રવ્ય અને પર્યાય એ જ પદાર્થ સ્વરૂપ છે. (પર્યાય એટલે દ્રવ્યની અવસ્થા ચા પરિણામ). જેમકે આત્મા અત્યારે મનુષ્ય છે, તે ત્યાં આત્મ-દ્રવ્યમાં મનુષ્યત્વ પર્યાય કહેવાય. આ “પર્યાયમાં “ગુણે સમાઈ જાય છે, અને એ દ્રવ્યમાં આશ્રિત હોય છે. આમ એનું સામાન્ય સૂત્ર છે-ગુણાચવત્ દ્રવ્ય પરંતુ ત્યાં બનેની વ્યાખ્યા આ રીતે છે સમાવિન Tળા | ત્રમાવિનઃ પર્યાયા. દા.ત. ઘટમાં રૂપ-રસ–ગંધ વગેરે સહભાવી (બધા એક સાથે રહેનારા) છે, તેથી એને ગુણ કહેવાય છે. જ્યારે ઘટમાં પ્રથમક્ષણ-સંબંધ, દ્વિતીયક્ષણ-સંબંધ, તૃતીયક્ષણ-સંબંધ...એ અવસ્થાઓ (=પરિણામે) કુમશઃ આવે છે, તેથી એને પર્યાય કહેવામાં આવે છે. ખરી રીતે જોઈએ તો પહેલા શ્યામરૂપ, પછી રક્તરૂપ, પછી અધિક રક્તરૂપ, એ રૂપ ગુણ પણ ક્રમસર