________________
સંયુકત સમેત સમવાય]
પ્ર – જે આમ્રરસનું પ્રત્યક્ષ કરવા “રસનાસંયુક્ત સમવાય” એ સન્નિકર્ષ કામ કરે છે, તો એમાં રસનાઈન્દ્રિય આમ્ર સાથે તે સંયુક્ત છે જ, તો પછી એનાથી આમ્રનું પ્રત્યક્ષ કેમ ન થાય? અગર જે ન થાય તે આમ્ર એ રસનાઈદ્રિય સાથે સંયુક્ત કેમ બની શકે ? | ઉ- રસનાથી આમ્રનું પ્રત્યક્ષ ન થઈ શકવાનું કારણ એ છે, કે દ્રવ્ય-ગુણ આદિના પ્રત્યક્ષ માટે ગમે તે ઈન્દ્રિયને સન્નિકર્ષ નહિ, પણ ગ્ય ઈન્દ્રિયને સક્નિકર્ષ કારણ છે. આમ એ “દ્રવ્ય છે અને દ્રવ્યનું પ્રત્યક્ષ થવા માટે યોગ્ય સન્નિકર્ષ “ચક્ષુઃસંયોગ જ છે. રૂપ માટે “ચક્ષુઃસંયુક્ત સમવાય જ છે, સ્પર્શ માટે “સ્પર્શનસંયુક્તસમવાય જ યોગ્ય સન્નિક છે. દ્રવ્યપ્રત્યક્ષ ચક્ષુરિન્દ્રિયથી યા સ્પર્શન ઈન્દ્રિયથી જ થાય એવો અનુભવ છે, અને નિયમ છે. આમ છતાં રસનાદ્રવ્ય સાથે સંયુક્ત થવાને કઈ બાધ નથી, કેમકે ત્યાં તો દ્રવ્યદ્રથને સંયોગ થાય એટલો જ નિયમ લાગુ પડે છે. - (૩) સંયુક્ત-સમત-સમવાય : ગુણગત યા કિયાગત જાતિના પ્રત્યક્ષ માટે આ સન્નિકર્ષ લાગુ પડે છે. દા. ત. પીતરૂપનિષ્ઠ પીતત્વ જાતિનું ચાક્ષુષપ્રત્યક્ષ, એમ પતનક્રિયાનિષ્ઠ પતનત્વ જાતિનું ચાક્ષુષપ્રત્યક્ષ “ચક્ષુ સંયુક્ત સમવેત સમવાય’–સન્નિકર્ષથી થાય. ચક્ષુસંયુક્ત તે તે દ્રવ્ય છે, ને એમાં સમવેત પીતાદિ રૂપગુણ છે, યા પતનાદિ ક્રિયા છે. એને સમવાય પીતવજાતિમાં યા પતનવજાતિમાં