________________
૨૭૧
ગિજ પ્રત્યાસત્તિ ]
અહી ધ્યાનમાં રહે કે (i) સામાન્યલક્ષણ સંનિકર્ષથી ઉત્તરક્ષણે જ્ઞાત વિષયના આશ્રયનું જ્ઞાન થાય; ત્યારે (ii) જ્ઞાનલક્ષણ સંનિકર્ષથી ઉત્તરક્ષણે જ્ઞાન વિષયનું પિતાનું જ જ્ઞાન થાય છે. દા. ત. (i) પહેલામાં ધૂમત્વ
અગ્નિત્વ સામાન્યનું જ્ઞાન થયા પછી ધૂમત્વાશ્રય ધૂમનું, 'ને અગ્નિત્વાશ્રય અગ્નિનું જ્ઞાન થાય છે. એટલે બેલાય છે કે “જ્યાં જ્યાં ધૂમ ત્યાં ત્યાં અગ્નિ.” પરંતુ એમ નહિ કે “જ્યાં જ્યાં ધૂમ વ ત્યાં ત્યાં અગ્નિત્વ”., ત્યારે (i) બીજા જ્ઞાનલક્ષણ સંનિકર્ષથી થતા જ્ઞાનમાં સંનિકર્ષરૂપ જ્ઞાનને જે વિષય, તેનું જ ઉત્તરક્ષણે જ્ઞાન થાય છે, (નહિ કે તદાશ્રયનું). દા. ત. “આ જ રજત” આ જ પેલે માણસ” આમાં ૨જતનું સ્મરણજ્ઞાન અને “પેલાનું સ્મરણજ્ઞાન એ સંનિકષ બનેલા છે; અને એનાથી ઉત્તર ક્ષણમાં એ જ્ઞાનના વિષય જ સીધા ભાસ્યા.
સારાંશ, સામાન્ય લક્ષણ સંનિકર્ષથી જ્ઞાત વિષયના આશ્રયનું જ્ઞાન થાય છે, અને જ્ઞાનલક્ષણ સંનિકર્ષથી જ્ઞાત વિષયનું પોતાનું જ જ્ઞાન થાય છે.' . (૩) ચગજ પ્રયાસત્તિ (ગજ સન્નિકર્ષ) :
યોગીઓને યોગના અભ્યાસથી એક એવું શુભ અદષ્ટ ઊભું થાય છે કે જેનાથી એ દૂરક્ષેત્રવતી અને દર કાળ-વતી તથા સૂક્ષમ અતીન્દ્રિય અણુ-આકાશાદિ સકલ પદાર્થનું મનથી પ્રત્યક્ષજ્ઞાન કરી શકે છે. એને દિવ્યજ્ઞાન કહેવાય છે. આ અદષ્ટ પણ બે પ્રકારનું છે. (૧) એકથી