Book Title: Nyaya Bhumika
Author(s): Bhuvanbhanusuri
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 359
________________ -અનુમાન ] ૩૪૧ આમ, જ્યારે છેલ્લે ચિકીષ પર આધાર છે, તે પછી જેવી ચિકીર્વા તે પ્રયતન થવાને. દા. ત. દૂધ એ માવાનું પણ સાધન છે, અને દહીંનું પણ સાધન છે. એમ ઉભય સાધનતાનું જ્ઞાન હોવા છતાં, જે ચિકીર્ષો દહીં બનાવવાની છે તે એને પ્રયત્ન જુદી જાતને થાય છે, અને જે ચિકીષ મા બનાવવાની હોય તે જુદી - જાતને પ્રયત્ન થાય છે. ત્યારે જે ઉપાદાનનું પ્રત્યક્ષ નથી હોતું, તે ઈષ્ટસાધનતાથી વિશિષ્ટ કૃતિસાધ્યતાનું જ્ઞાન, અને ચિકીર્ષા, બંને હોવા છતાં પ્રવૃત્તિ યાને પ્રયત્ન થતું નથી. ૩ પ્રયત્ન ' અહીં ધ્યાનમાં રહે કે પ્રયન ત્રણ જાતના હોય છે. (i) પ્રવૃત્તિરૂપ દા. ત. પ્રભુભક્તિ કરવાની યા ઘડે બનાવવાની પ્રવૃત્તિ, (ii) નિવૃત્તિરૂપ દા. ત. અભક્ષ્ય ભક્ષણથી નિવૃત્ત થવાને યા કાંટાળા રસ્તેથી પાછા ફરવાને પ્રયત્ન; (ii) જીવનયોનિયત્ન ઃ ઈરાદા વિનાનો શ્વાસ લેવા આદિને પ્રયત્ન. આમાં “જીવનનિયત્ન તે શુભઅદષ્ટબલાત થાય છે. એટલે એમાં શુભ-અદષ્ટ એ કારણ છે. ત્યારે પ્રવૃત્તિમાં ઈષ્ટ-સાધનતાનું જ્ઞાન એ કારણ છે, અને નિવૃત્તિમાં અનિષ્ટાદ્રિષ્ટ)-સાધનાતાજ્ઞાન એ કારણ છે. એટલે જેમ પ્રવૃત્તિમાં ચિકીર્ષો કારણ છે, એમ નિવૃત્તિમાં દ્વેષ કારણ છે.

Loading...

Page Navigation
1 ... 357 358 359 360 361 362 363 364