________________
૩૦૫
સાધ્યસિદ્ધિ પ્રતિબંધક ]
એટલે એમ કહેવાય કે સાધ્યસિદ્ધિ એ પ્રતિબંધક છે. એટલા જ માટે સાધ્ય-સિદ્ધિના અભાવ પણ અનુમિતિમાં કારણ છે, (કામાત્ર પ્રત્યે પ્રતિબંધકના અભાવ કારણ હાય છે).
પરંતુ કયારેક એવુ બને છે કે સાધ્યસિદ્ધિ હેાવા છતાં જે અનુમિતિ કરવાની ઉત્કટ ઇચ્છા [=અનુમિત્તા, સિષાયિવા (સાચિતું રૂત્ત્તા)] થાય, તેા પ્રતિબંધક સાધ્યસિદ્ધિની સામે એ ઉત્તેજક બને છે. દા. ત. ઘરમાં બેઠા ઘનગર્જન સાંભળી મેઘનુ' અનુમાન કરવા જતા હતાં, ત્યાં ખારીમાંથી આકાશમાં મેઘ દેખાઇ ગયા, તે એ મેઘ’સાધ્યની સિદ્ધિ થઇ. પરંતુ જો ત્યાં અનુમાન કરવાની ઈચ્છા (અનુમિસા) થાય તે મકાનની અંદર બેઠા-બેઠા ઘનગર્જન સાંભળીને ય અનુમાન થઈ શકે છે. એટલે હવે આ આવ્યુ‘ કે,- ‘એકલી’ સાધ્યની સિદ્ધિ પ્રતિબંધક નહિ, કિન્તુ અનુમિસા વિનાની સાધ્યસિદ્ધિ' એ પ્રતિમ’ધક છે. એટલે કે એવી એકલી સાધ્યસિદ્ધિને અભાવ એ કારણ. એકલી એટલે અનુમિત્સાવિનાની, યાને અનુમિસ્રાવિરહ-વિશિષ્ટ’’ એવી જે સિદ્ધિ, તેને અભાવ એ અનુમિતિનુ' કારણ છે. આને વિશિષ્ઠાભાવ યાને વિશિષ્ટના અભાવ કહેવાય. આ વિશિષ્ટના અભાવ ત્રણ સયાગમાં મળે છે,
(૧) જયાં વિશેષણના અભાવ હાય, (૨) જ્યાં વિશેષ્યને અભાવ હાય,
(૩) જ્યાં વિશેષણ-વિશેષ્ય ઉયના અભાવ હાય.
૨૦