________________
૨૭o
ન્યાય ભૂમિકા પ્રત્યભિજ્ઞા : “આ પેલે માણસ” એવું જે પ્રત્યભિજ્ઞા (પ્રત્યભિજ્ઞાન) જ્ઞાન થાય છે, એમાં ‘આની સાથે તે ચક્ષુસંનિકર્ષ છે; એટલે ‘આ’ અંશમાં લૌકિક ચાક્ષુષપ્રત્યક્ષ કહેવાય. પરંતુ “પેલે” એ અતીતકાલ ઈ પેલાની સાથે ચક્ષુ સંનિષ નથી, તે શું એને સ્મરણ કહી શકાય ? ના, તે તે “આ” અને “પેલો એવા આકારના બે સ્વતંત્ર જ્ઞાન, એક પ્રત્યક્ષ અને બીજું સ્મરણાત્મક, એવો સમૂહાલંબન યાને સંયુક્ત અનુભવ થવું જોઈએ. કિન્તુ અહીં અનુભવમાં “આ” અને “પેલ” ના અભિન્નભાવને યાને અભેદને અવગાહનારે “આ જ પેલે માણસ એ એક જ બંધ થાય છે. એટલા માટે ત્યાં માનવું જોઈએ કે જેમ એક બાજુ “આ”ની સાથે ચક્ષુને સંબંધ છે, એમ બીજી બાજુ “પેલા'ની સાથે જ્ઞાનને સંબંધ છે. અર્થાત્ પહેલાં “પેલું એવું સ્મરણ થયું. આ સ્મરણાત્મક જ્ઞાન જ સંનિકર્ષ રૂપ બની જાય છે, એટલે પછીના જ્ઞાનમાં “પેલો” અશ આવે છે, અને આની સાથે થયેલા ચક્ષુસંયોગ સંનિકર્ષથી “આ અંશ આવે છે, અને પ્રત્યક્ષસ્મરણ ઉભયાત્મક નહિ, હિતુ “આ જ પેલે માણસ' એવું લૌકિક-અલૌકિક પ્રત્યક્ષાત્મક એક જ્ઞાન થાય છે. એનું નામ પ્રતિભિજ્ઞા છે. એ “પ્રત્યભિજ્ઞાજ્ઞાન” પણ “જ્ઞાનલક્ષણ સંનિકર્ષથી અલોકિક પ્રત્યક્ષરૂપ થયું કહેવાય.