________________
૧૩૮
---
-
ન્યાય ભૂમિકા (૨) અસમવાયી કારણ અસમવાયી કારણ એટલે- જે સાક્ષાત, કે સંબંધથી સમવાયી કારણમાં રહીને કાર્ય પ્રત્યે ખાસ પરંપરા કારણ બનતું હોય તે.
દા. ત. પટકાર્યની પ્રત્યે જેમ તંતુ કારણ છે, તેમ તંતુને સંગ પણ કારણ છે કેમકે તંતુસંગ વિના એકલા તંતુ માત્રથી પટ બની શકે જ નહિ. માટે પટ પ્રત્યે તંતુની જેમ તુસંયોગ પણ જરૂરી એવું કારણ છે. તેને પટકાર્યનું અસમવાયી કાણું કહેવામાં આવે છે. .
એમાં ઉપરોક્ત લક્ષણ આ રીતે ઘટે,-પટ કાર્યનું સમવાયી કારણ તંતુ છે, અને એમાં તંતુસંયોગ સાક્ષાત સમવાયથી રહે છે. એટલે તે તસંગ એ પટના સમવાયી કારણ તંતુમાં રહીને પટ પ્રત્યે ખાસ કારણ બને છે, તેથી એને અસમવાયી કારણ કહેવાય. એવી રીતે પટનીલ પ્રત્યે તંતુનીલ એ અસમવાયી કારણ છે; કેમકે પટનીલના સમવાયીકારણભૂત પટમાં તંતુનીલ એ જમવારસમવેતરવ (સ્વાશ્રય-સમવાય) વંધથી રહે છે, અને તંતુનીલ એ પટનીલમાં કારણ પણ છે. તંતુ પિતે નીલ હતા, માટે પટ નીલ બન્યો. તંતુ રક્ત હોત તો પટ રક્ત બનત. એ બતાવે છે કે –પટનીલ બનવામાં તંતુનીલ જ મુખ્ય કારણ છે. તો આ તંતુનીલ એ કઈ જાતનું કારણ? તે કે અસમવાયી કારણ છે. તંતુના નીલરૂપને સમવાયી કારણ કહેવાય નહિ, કેમકે સમવાયીકારણ હમેશાં દ્રવ્ય જ હેય,