________________
૧૩૬
ન્યાય ભૂમિકા તે તંતુ છૂટા છૂટા યાને અસંયુક્ત હોય છે. તેમાં પટનું કશું દર્શન થતું નથી. પરંતુ જ્યાં એના તાણા–વાણા જોડવામાં આવે છે, અર્થાત્ ઊભા તંતુ અને આડા તંતુને વિશિષ્ટ સંગ (સન્નિવેશ) કરવામાં આવે છે, ત્યારે ત્યાં પટનું દર્શન થાય છે. ત્યાં હવે પટ તત્સમવેત બન્યો ગણાય, સમવાય સંબંધથી તંતુમાં જોડાયો કહેવાય.
સવાલ એ છે કે હવે દેખાનારા આ પટને તંતુ સાથે કે સંબંધ છે? સંયોગ ન કહી શકાય. અલબત્ તંતુને તંતુ સાથે સંયોગ છે, પરંતુ તંતુને પટ સાથે સંગસંબંધ નથી દેખાતે, કિન્તુ અપૃથભાવેં સંબંધ દેખાય છે. જે એ પૃથકસિદ્ધ પદાર્થ હોય તેને જ સંગ થતે દેખાય છે. દા. ત. જલ અને ઘટ પૃથફ સિદ્ધ હતા, તે જ ઘટમાં જલ પડીને જલને ઘટમાં સંયોગ થતે દેખાય છે. એવું અહીં નથી કે પટ ક્યાંક તંતુથી પૃથફ અલગ સિદ્ધ હતે, અને તે અહીં આવીને શાળ પર ચડેલા તંતુ સાથે સંબદ્ધ થયો. અહીં તે તંતુને સંયોગ થતાં ન જ "પટ એમાં સંબદ્ધ થયેલ દેખાય, તે પણ પૃથફ તરીકે નહિ, કિન્તુ અપૃથફ યાને તન્મય તરીકે. માટે અહીં ન્યાયદર્શન કહે છે કે જેમ પૃથફસિદ્ધ દ્રવ્યને સંયોગ થાય, એમ અયુતસિદ્ધ (અર્થાત્ અ–પૃથક સિદ્ધ) દ્રવ્યને સમવાય સંબંધ થાય. એટલે એમ કહેવાય કે તંતુમાં પટ સમવાય સંબંધથી ઉત્પન્ન થયો.