________________
સમવાયી કારણ ]
૧૩૫ એમ ઘટના હિસાબે કપાલ એ સમવાયીકારણ છે. એને ઉપાદાનકારણ પણ કહી શકાય. સામાન્ય રીતે લોકવ્યવહારમાં ઘટનું ઉપાદાનકારણ મૃત્તિકા છે, કિન્તુ ન્યાયદર્શનવાળા ઘટની પ્રત્યે સમવાયીકારણ મૃત્તિકાને નહિ, પરંતુ કપાલને માને છે. ઘટનું સમવાયી કારણ કેણુ? તે કે કપાલ; પછી કપાલનું સમવાયી કારણ કેણુ? તે કે કપાલિકા, એનું સમ. કારણ ઉપકપાલિકા..એમ યાવત્ માટીના પરમાણ.
ન્યાયમતે, –કાર્યની પ્રત્યે કારણના ત્રણ વિભાગ
(૧) સમવાયી કારણ (૨) અસમવાયી છે . (૩) નિમિત્ત ,,
- (૧) સમવાયી કોરણ यत् समवेत कार्यम् उत्पद्यते तत् समवायिकारणम् । તંત-સમરઃ : તંg » !
એટલે જે કારણમાં કાર્ય સમવાય સંબંધથી ઉત્પન્ન થતું હોય તે કારણુ “સમવાયીકાર કહેવાય. દા. ત. તંતુમાં પટ સમવાય સંબંધથી ઉત્પન્ન થાય છે તેથી તંતુ એ પટકાર્યાનું સમવાયી કારણ કહેવાય.
પ્રવે-સમવાય સંબંધથી ઉત્પત્તિ એટલે શું ?
ઉ૦-દા. ત. જ્યાં શાળપર તંતુ ચઢાવીને એના તાણું–વાણા જેડીને પટ બનાવવામાં આવે છે, ત્યાં પહેલાં