________________
લક્ષણ જગતમાં અનેક પ્રકારની વસ્તુઓ છે. તે તે વસ્તુના ચોક્કસ પ્રકારના લક્ષણ હોય છે. એ લક્ષણ પરથી તે તે ચેકસ વસ્તુ ઓળખાય છે. જેમકે સાકરનું લક્ષણ “અમુક પ્રકારની મધુરતા છે. લુણનું લક્ષણ અમુક પ્રકારની ખારાશ છે. જીભ પર મૂકતાં જ આવા લક્ષણ પરથી પરખાઈ જવાય છે કે આ સાકર છે યા લૂણ છે. હવે વસ્તુનું લક્ષણ બાંધતાં, જેવાનું કે –
એ લક્ષણમાં અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ કે અસંભવ દોષ નથી ને ? જે આ ત્રણ દોષમાંથી એક પણ દોષ હોય, તે લક્ષણ છેટું બને. લક્ષણને હિસાબ એ છે કે જેનું લક્ષણ કર્યું હોય તેને “લફય’ કહેવાય; અને લક્ષણે. (૧) લયસમસ્તમાં અર્થાત્ દરેકે દરેક લક્ષ્યમાં વ્યાપીને રહેવું જોઈએ, અને (૨) અલયમાં ન જ રહેવું જઈએ, તેમજ (૩) લક્ષ્યમાં તદ્દન અસંભવિત પણ ન લેવું જોઈએ. દા. ત. ગાયનું લક્ષણ કરાય કે “રામ” (સારના= ગળે ગોદડી જેવી લટકતી ચામડી), તે તે લક્ષણ રિકે ગાયમાં રહે છે. કાળી ગાયમાં રહે ને લાલ ગાયમાં ન રહે એવું નહિ. બધી જ ગાયમાં હોય અને ગાય સિવાયના અલક્ષ્યભૂત ભેંસ વગેરે પ્રાણીઓમાં એ લક્ષણ હતું જ નથી, તેમજ એ લક્ષણ કેઈપણ ગાયમાં અસંભવિત પણ છે મહિ. એટલે લક્ષણ અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ, અસંભવ. શ્રેમ ષત્રિતયરહિત થયું, અર્થાત્ નિર્દષ્ટ લક્ષણ બન્યું.