________________
નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
પર્યંતારાધના અપરનામ આરાધનાપતાકામાં મરણસમયની સમાધિને સ્પર્શતાં ક્રિયાભિમુખ ૩૨ દ્વારો ગણાવેલાં છે. તેમાં ૩૧મું દ્વાર ‘નવકાર' છે; અને નવકાર સંબદ્ધ ત્યાં ૧૯ જેટલી ગાથાઓ આપી છે. વિશેષમાં ત્યાં ‘નમસ્કારમંગલ'ને ‘પરમ મંત્ર’ અને દ્વાદશાંગના સારરૂપ ઘટાવ્યું છે : યથા :
૧૨
एसो परमो मंतो एसो सारो दुबालसंगस्स । एयं नेयं ज्ञेयं कल्लाणं मंगलं पत्थं ॥ ९०८ ॥
(સ્વ.) મુનિ પુણ્યવિજયજીએ આ કૃતિને તપાગચ્છીય દેવેંદ્રસૂરિના કાળ પછીની એટલે કે ૧૩મી સદી ઉત્તરાર્ધની માની છે॰. મધ્યયુગમાં રચાયેલી એક બીજી પણ પર્યંતારાધના (અપરનામ આરાધનાસાર) છે; તેમાં ૨૪ દ્વારથી અંતિમ આરાધના સંબદ્ધ વિચાર કર્યો છે : ત્યાં ૨૦મું દ્વાર ‘નવકાર' છે, અને પાંચ ગાથા(૨૫૩-૨૫૭)માં અંતઃકાળે કરેલ નવકાર(જાપ)ના ફલનો ‘વૈમાનિક દેવ” થવા સુધીનો અપાર મહિમા કશ્યો છે :
Jain Education International
पञ्चनमुक्कारसमा अंते वच्वंति जस्स दस पाणा ।
सो जइ न जाइ मुक्खं अवस्स वेमाणिओ होइ ॥ २५४ ॥ नवकारपभावेणं जीवो नासेइ दुरियसंघायं ।
પરંતુ આ યુગથી સારી રીતે જૂના કાળમાં રચાયેલી આવશ્યકનિર્યુક્તિની “નમસ્કારનિર્યુક્તિ’માં, કે વિશેષાવશ્યકભાષ્યમાં તેમ જ તે બન્ને ગ્રંથોની પુરાણી વૃત્તિઓના વિવેચનમાં, કે હરિભદ્રસૂરિની આવશ્યકવૃત્તિ(પ્રાયઃ ઈસ્વી ૭પ૦)માં તો ‘નમસ્કાર મંગલ’ કિંવા ‘પંચપરમેષ્ઠી-નમસ્કાર’ માટે ‘નવકાર-મંત્ર' જેવો શબ્દ-સમાસ મળતો જ નથી; અને છતાંયે મધ્યયુગથી એને મંત્રરૂપે ઘટાવવામાં કેમ આવ્યું હશે ? કદાચ એનાં મૂળ આવશ્યકનિર્યુક્તિની બે ગાથાઓમાં રહેલાં છે જ્યાં નમસ્કારમંગલના ફલ રૂપે પરલૌકિક જ નહીં પણ ઐહલૌકિક લાભની પણ વાત કરી છે. મને લાગે છે કે “ઐહલૌકિકલાભ” તો મંગલની આકસ્મિક પેદાશ રૂપે જ ત્યાં ઘટમાન છે. એનો વ્યવહારમાં પ્રધાન હેતુ રૂપે ઉપયોગ કરવા જતાં તો નિર્પ્રન્થ-દર્શનના પાયાની વીતરાગ-ભાવના એવં તદાધારિત વિમોક્ષના લક્ષ્યનો જ હ્રાસ થઈ જાય. વસ્તુતયા ભવચરિમ અવસ્થામાં જઈ રહેલ જીવને નમસ્કાર-મંગલમાં ચિત્ત પરોવવાથી કુશલ પરિણામની, પરિણામ-વિશુદ્ધિની, પ્રાપ્તિ થતાં શાંતિપૂર્વક સમાધિમરણ પામે એ હેતુની જ ત્યાં મુખ્યતા છે, એ જ વસ્તુ ત્યાં અભિપ્રેય છે. અન્યથા, સામાન્ય રોજિંદા જીવનમાં, કાયોત્સર્ગાદિ નિત્યધર્મ કિંવા વિશુદ્ધિ ક્રિયાઓમાં, આ મંગલના પઠનનો હેતુ ચિત્તને ઊંચી ભૂમિકાના ભાવોમાં સ્થિર કરવાનો અને પ્રશાંતરાગ અવસ્થામાં લઈ જવાનો છે. અલબત્ત, આજે નમસ્કાર-મંગલની ઉત્પત્તિ એવં ક્રમિક વિકાસની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, તેમ જ તેના
For Private & Personal Use Only
www.jainelibrary.org