________________
લખપતિકૃત સેતુજ ચેન્નપ્રવાડિ”
શત્રુંજયતીર્થ સંબંધી અદ્યાવધિ પ્રાકૃત-અપભ્રંશ અને જૂની ગુજરાતીની મળી સાતેક જેટલી ચૈત્યપરિપાટીઓ પ્રકાશિત થઈ ચૂકી છે. (તેમાં બૃહદ્ તીર્થમાલાઓ, વા બૃહદ્ તીર્થયાત્રાપરિપાટીઓ કે જેમાં સાથે સાથે અનેક શત્રુંજયેતરતીર્થોનો પણ સમાવેશ હોય છે, તેને ગણવામાં આવી નથી.) સંઘ-સહયાત્રા કે એકાકી યાત્રા કરનાર શ્રાવક-કવિઓ અને મુનિ-મહાત્માઓ દ્વારા ખાસ શત્રુંજયનાં જ દેવમંદિરોને વંદના દેતી ચૈત્યપરિપાટીઓમાં સાંપ્રત સેતુજ ચેત્તપ્રવાડિ(શત્રુંજય ચૈત્યપરિપાટી)થી એકનો વધારો થાય છે.
આ ચૈત્યપરિપાટી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના મુનિશ્રી પુણ્યવિજયજી સંગ્રહમાંની પ્રતિ ક્રમાંક ૮૨૮૫ ઉપરથી ઉતારવામાં આવી છે. પ્રતિલિપિ (સ્વ) પં. બાબુલાલ સવચંદ શાહે સંપાદનાર્થ તૈયાર કરી આપલી, જેનો અહીં સાનંદ સાભાર ઉલ્લેખ કરું છું.
પરિપાટીકારે અંતભાગે પોતાનું નામ “લખપતિ’ આપ્યું છે. ઉપલબ્ધ સાધનો દ્વારા હાલ તો આ કવિ વિશે માહિતી લભ્ય નથી બની. પ્રવાડીની ભાષા ૧૬મા શતકની હોવાનો મારા(ભૂતપૂર્વીસહકાર્યકર મિત્ર દાવ રમણીકલાલ શાહનો અભિપ્રાય છે, જેને અન્ય લિપિતજજ્ઞ મિત્રો થકી પણ સમર્થન મળ્યું છે.
પરિપાટીની શરૂઆતમાં કવિ લખપતિ “સેતુજસામીયુગાદિપ્રભુનું આહવાન કરી, (યાત્રાર્થે) શત્રુંજયને પંથે પ્રયાણમાન થાય છે : (૧-૨), તેમાં સૌ પ્રથમ પાલિતાણામાં અને ત્યાં પરિસરમાં રહેલા ત્રણ પ્રસિદ્ધ મધ્યકાલીન જિનમંદિરો–પાશ્વજિનેશ્વર, લલિતા સરોવરને તીરે રહેલ “વીરપ્રભુ,' અને (તળેટીથી થોડા ઉપરના ભાગે સ્થિર) ભગવન્નેમીનાં દર્શન કરી, પાજ ચડીને મરુદેવીની ટ્રકે પહોંચે છે. ત્યાં માતા “મરુદેવી', કવડજખ'(કપર્દીયક્ષ), ને જિન “સંતિ (શાંતિનાથ)ને વાંઘા (૨-૩) પછી “અણપમ સરોવર' (અનુપમા સરોવર) તરફ જાય છે. ત્યાં (મંત્રી તેજપાલ નિર્મિત) “સરગારોહણ' (મંત્રી વસ્તુપાલના સ્મરણમાં બંધાયેલ “સ્વર્ગારોહણ-પ્રાસાદ)માં “આદિ પ્રભુ પ્રમુખ ચાર બિબનાં દર્શન કરી (સીધા જ આદીશ્વરના) “સીદુવાર (સિંહદ્વારે) પહોંચે છે : (૪) ત્યાં આગળ મંત્રીશ્વર વસ્તુપાલ સ્થાપિત “તિલખું-તોરણ' (તિલક-તોરણ) નિહાળ્યાનો આનંદોદ્ગાર કાઢી, આદિદેવના રંગમંડપમાં પહોંચે છે : (પ-૬). તે ટાંકણે “બાહડમંત્રી’(મંત્રીરાજ વાડ્મટ) દ્વારા થયેલ ઉદ્ધારનો આછો શો નિર્દેશ કરી, મંત્રીબંધુ વસ્તુપાલ-તેજપાલ'ના ગુણ સ્મરી, દેવાધિદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org