Book Title: Nirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Author(s): M A Dhaky
Publisher: Kasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 339
________________ ૩૧૦ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ આદીશ્વરસ્વામીની ‘લેપમયી મૂર્તિનો ઉલ્લેખ કરે છે, ને સ્તુત્યાત્મક પ્રશંસા કરે છે ? (૬-૭) તે પછી ‘ગણહર(ગણધર) પુંડરીકને પ્રણમી, “કોટાકોટી જિન'ની શૈલમય મૂર્તિઓને નમી, પાંચ પાંડવ,” “ચૈત્યવૃક્ષ રાયણ,” અને “યુગાદિ પ્રભુના ચરણયુગલને કર જોડ્યા પછી અષ્ટાપદ', લેપમથી બાવીસ જિનમૂર્તિઓ, તદતિરિક્ત વસ્તુપાલના કરાવેલા “મુનિસુવ્રત' અને “સાચઉર-વર્ધમાન (સાચોરીવીર કિંવા સત્યપુર મહાવીર)ને નમસ્કાર કરે છે : (૧૦-૧૧). (આદિનાથનું પ્રાંગણ છોડી પાછા વળતાં થોડું નીચે આવ્યા બાદ) “ખરતરવસહી'માં યાત્રિક પ્રવેશે છે. તેના આયોજનના લાઘવ-કૌશલ વિશે થોડીક પ્રશંસા કરી, થોડામાં ઘણું સમાવી દીધું છે કહી, તેટલામાં રહેલ (તેજપાલ કારિત) “નંદીયસર'(નંદીશ્વર પ્રાસાદ), “થંભણપુર- અવતાર'(તંભનપુરાવતાર પાર્શ્વઅને “ગિરનાર'(રવતાવતાર નેમિ)ના પ્રતીકતીર્થરૂપ મંદિરમાં દર્શને જાય છે. રૈવતાવતારના મંદિરમાં નેમિનાથ અને તદુપરાંત અંબા, શાંબ અને પ્રદ્યુમ્નનાં અવતારતીર્થોનો ઉલ્લેખ કરે છે : (૧૨-૧૩), અને તે પછી સમાહિ-યોગ્ય વચન કહી, પોતાનું કર્તુત્વસૂચક “લખપતિ નામ જણાવી વાત પૂરી કરે છે : (૧૪-૧૫) આ યુગની કૃતિઓમાં સામાન્યતઃ હોય છે તેવું કાવ્યતત્ત્વ ધરાવતી, આ ૧૫ જ કડીમાં પૂરી થતી પરિપાટીમાં એવી કોઈ નવી વાત નથી જે ૧૪મા-૧૫મા શતકના તીર્થયાત્રીઓએ ન કહી હોય. ઊલટું કેટલીક વિગતો, જેમ કે ખરતરવસહીનું વિગતે વર્ણન નથી, તેમ જ કેટલાંક દેવભવનો, જેવાં કે મરુદેવીની ટૂક પરના છીપાવસહી, મોલ્હાવસહી, અને આદીશ્વર ટૂંકમાં આદિનાથના મૂલ ચૈત્યની સન્નિધિમાં રહેલ વીસ વિહરમાન મંદિરનો આમાં ઉલ્લેખ નથી. સાંપ્રત પરિપાટીની રચના ૧૭મા સૈકાથી પૂર્વે થઈ હોવા વિશે ભાષા ઉપરાંત અંદર ૧૭મા સૈકાની બે ખ્યાતનામ વાસ્તુ-રચનાઓ–મરુદેવીની ટૂક પરનો ‘સવાસોમા'નો “ચૌમુખ પ્રાસાદ' (સં. ૧૬૭૫ | ઈ. સ. ૧૯૧૯) અને વિમળવશી ટૂકનો મનૌતમલ્લ જયમલ્લજીના ચાર રંગમંડપવાળા મોટા ચતુર્મુખ મંદિર (સં. ૧૬૮૨ / ઈસ. ૧૬૨૬)–જેના વિશે અન્યથા ૧૭મા સૈકાના યાત્રિકો અચૂક રીતે કહે છે જ, તેનો ઉલ્લેખ નથી, તે કારણસર વિશેષ પ્રમાણ મળી રહે છે. સોળમા શતકના અંતની અને ૧૭મા સૈકાની પ્રારંભની પરિપાટીઓમાં વિગતો ક્રમશઃ ઓછી થતી જાય છે, તે પરિસ્થિતિની આ અઝચારી કૃતિ ગણી શકાય. ટિપ્પણો : ૧ આની વિગતવાર ચર્ચા મૂળપાઠ સહિત હું મારા The Sacred Hills of śatrunjaya નામક પુસ્તકમાં કરનાર હોઈ, અહીં વિગતમાં ઊતરવું અનાવશ્યક છે. ૨. અન્ય સૌ પરિપાટીકારો સ્વર્ગારોહણપ્રાસાદમાં નમિવિનમિ અને નામેય એમ મળી કુલ ત્રણ જ બિંબની વાત કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378