Book Title: Nirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Author(s): M A Dhaky
Publisher: Kasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 343
________________ કવિ દેપાલકૃત શત્રુંજયગિરિસ્થ ખરતરવસહી ગીત” બાર કડીમાં બાંધેલું આ ગીત લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના મુનિ પુણ્યવિજયજી સંગ્રહની પ્રત ક્રમાંક ૮૨૮૫ પરથી ૨૧ વર્ષ પહેલાં ઉતારી લીધેલું. ગીતનો વિષય છે શત્રુંજયગિરિસ્થિત “ખરતરવસહી'ની ગેયાત્મક વર્ણના. શત્રુંજયતીર્થ પર ઘણી ચૈત્યપરિપાટીઓ ઉપલબ્ધ છે; પણ તેમાં ગિરિસ્થિત કોઈ એક જ મંદિરને વર્ણવિષય બનાવનાર તો આ એક જ કૃતિ મળી છે. પ્રસ્તુત રચના ગિરનાર પરની ખરતરવસહી સંબંધમાં કર્ણસિંહ રચેલ ગીતનું સ્મરણ કરાવી જાય છે'. પ્રતની લિપિ ૧૬મા શતકની છે અને ગીતની ભાષા ૧૫મા શતકના ઉત્તરાર્ધ બાદની તો જણાતી નથી. ભાષામાં કર્તાના પ્રદેશની “બોલી’નો પ્રભાવ વરતાય છે.) અંતિમ કડીમાં કર્તાએ પોતાનું નામ દેપાલ’ હોવાનું પ્રકટ કર્યું છે. પ્રત્યેક કડીમાં ત્રીજા ચોથા ચરણનું પુનરાવર્તન થાય છે. ગીતના પ્રારંભમાં કવિ વિમલગિરિ પર પોળ(વાઘણપોળ)માં પ્રવેશતાં જ આવતી આદીશ્વરની ખરતરવસહીનો ઉલ્લેખ કરે છે (૧). પ્રસ્તુત જિનાલયના સંગઠન અંતર્ગત રહેલા બે અન્ય મંદિરો–નેમિ તથા પાર્થભુવન–તથા સમેતશિખર, અષ્ટાપદ, નેમિજિનના લ્યાણત્રય, ચોરી, અને પંચમેરુની રચનાનો ઉલ્લેખ કરે છે (૨-૩). મંદિરના મંડપોમાં સ્તંભે સ્તંભે શોભતી પૂતળીઓ, અને(ગોખલાદિમાં)અનેક જિનબિંબો, તેમ જ છતોમાં પંચાંગવીર તથા નાગબંધના ભાવોનો ઉલ્લેખ કરી, શિલ્પીએ) રચનામાં “થોડામાં અતિઘણું” રચી દીધાની વાત કહી છે (૪-૮). આ પછી પ્રશંસાત્મક ઉદ્ગારો કાઢી, અંદર રહેલ જિનરત્નસૂરિની ગુરુપ્રતિમાનો ઉલ્લેખ કરી, પોતાનું રચયિતા રૂપેણ નામ આપી, કૃતિનું સમાપન કરે છે. (૯-૧૨). શત્રુંજય પરના વિશાળ દેવાલયસમૂહમાં આજે “ખરતરવસહી'ની રચના તે કઈ, તેની પિછાન કરવા માટે જે સાહિત્ય ઉપલબ્ધ છે તેમાં આ ગીતની વિગતો બહુ જ ઉપયુક્ત થાય છે. વર્તમાને “વિમલવસહી' તરીકે ઓળખાતું જિનાલય તે જ આ ખરતરવસહી છે. ગીતમાં કાવ્યતત્ત્વ છે અને સાહજિક ગેયતા પણ સમાહિત છે. કર્તા ખરતરગચ્છીય, અને નિઃશંક ૧૫મી સદીના, કદાચ રાજસ્થાનના, શ્રાવક હોવાનો સંભવ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378