________________
૨૨૬
નિગ્રંથ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
૧૨૩૯ વચ્ચેના ગાળામાં બન્યું હોવું જોઈએ; પણ ઈ. સ. ૧૨૩૯માં તેને ચિરંતન” (પુરાતન) સ્તોત્રોમાં ગણાવા જેટલી પ્રતિષ્ઠા મળી ચૂકી હતી. આથી એની રચનાનો અસલકાળ ૧૩માં શતકમાં જ્ઞાત નહોતો. પં. ગાંધી તેને વિક્રમના ૧૨મા શતકના ઉત્તરાર્ધ એટલે કે ઈસ્વીસના બારમા શતકના પૂર્વાર્ધમાં મૂકે છે, તે અનુમાન પ્રમાણમાં સત્યની નજીક જણાય છે. સ્તોત્રાની ભાષા બહુ ઊંચી કોટિની નથી; તેમાં મુંડસ્થલમહાવીરની “પાયાત્ પ્રતિકૃતિ” વાળી વાત, કે જેની સાહિત્યમાં તેમ જ શિલાલેખોમાં ૧૩મા શતક પહેલાં નોંધ મળતી નથી, તે દીધેલી હોઈ આ સ્તોત્ર એ અનાગમિક વાત (જિન મહાવીરે અબૂદક્ષેત્રમાં વિહાર કર્યો હોવાની સંબંધની વાત) પ્રચારમાં આવવી શરૂ થઈ હશે તે અરસામાં બન્યું હશે. વિશેષ પ્રકાશ અજ્ઞાતગચ્છીય વીરચંદ્રસૂરિશિષ્ય દેવચંદ્રસૂરિના જીવાનુશાસન (સં. ૧૧૬૨ | ઈસ્વી ૧૧૦૬)માં ઉદ્ભૂત પદ્ય પરથી મળે છે : “તથા ૨ વાગઢતીય જનસ્તોત્રે પદ્યતે–
'नमिविनमिकुलान्वयिभिविद्याधरनाथ कालिकाचार्यैः ।
काशहदशंखनगरे प्रतिष्ठितो जयति जिनवृषभः ॥' "२७ ઉપર્યુક્ત પદ્ય આપણા સ્તોત્રમાં “શહૃશંવનારે' ને બદલે “દિવાક્યનારે' એવા વિશેષ સમીચીન પાઠ સાથે ૧૬મા સ્થાને આવે છે, અને ત્યાંથી જ તે ઉદ્ધત થયેલું જણાય છે. આ જોતાં સ્તોત્ર ઈ. સ. ૧૧૦૬ પહેલાં બની ગયું હશે. મોટે ભાગે ઈસ્વી ૧૦૮૦-૧૧૦૦ના અરસામાં બન્યું હોવું જોઈએ. આ મિતિનો સ્વીકાર કરીએ તો તે ઉપલબ્ધ અન્ય ઘણાં મધ્યકાલીન સ્તોત્રોને મુકાબલે ઠીક ઠીક પ્રાચીન ગણાય અને કેટલાંક જૈન તીર્થો સંબધમાં તેમાં મૂલ્યવાન નિર્દેશો હોઈ સ્તવ ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વનું છે. “સાધારણાંક” સિદ્ધસેનના તીર્થમાલાસ્તવ(પ્રાયઃ ઈ. સ. ૧૦૫૦-૧૦૭૫)૨૯થી કાળક્રમમાં તે તરત આવતું હોઈ તેનું મહત્ત્વ છે. બીજાં ઉપલબ્ધ થયેલાં શ્વેતાંબર-દિગંબર તીર્થવંદના કોટીનાં સ્તવો આ પછીના કાળનાં છે.
ટિપ્પણો : ૧. આ વિષયમાં અહીં સ્પષ્ટતા સાથે ચર્ચા આગળ ઉપર કરી છે. ૨. આ પદ્ય અન્ય રચનાનું છે, જે અહીં પ્રક્ષિપ્ત થયેલું છે. આના સ્રોત વિશે હું અન્યત્ર વિસ્તારથી ચર્ચા કરી
રહ્યો છું. ૩. “અષ્ટાપદ' પરનો મારો અંગ્રેજીમાં લેખ ઘણા સમયથી તૈયાર પડ્યો છે, જે નિર્ગસ્થના ચતુર્થ અંકમાં
છપાશે. ૪. બિહારમાં ગયા શહેર પાસેનો કહલુઆ પહાડ એ અસલી સમેતશૈલ (સમ્મદશૈલ) હતો. ત્યાં ખડક પર ૨૦ જિન કંડારાયેલા છે અને ગુફામાં પાર્શ્વનાથની મૂર્તિ છે, તેમજ એક મધ્યકાલીન ખંડિત લેખમાં સમ્મદ...' અક્ષરો પણ વાંચવામાં આવેલા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org