________________
સંગમસૂરિકૃત સંસ્કૃતભાષાબદ્ધ “ચૈત્યપરિપાટીસ્તવ”
૨ ૨૭
૫. અન્યથા તો તક્ષશિલા પૂર્ણતયા બૌદ્ધતીર્થ જ રહ્યું છે. આ ધર્મચક્રતીર્થ વિશે વિશેષ ખોજ થઈ હોવાનું
જાણમાં નથી. ૬. મથુરાના સૂપ પર લખનારાઓ હવે સાહિત્યિક ઉલ્લેખોમાં આ સ્તવના ઉલ્લેખનો પણ સમાવેશ કરી
શકશે.
૭. પ્રબંધાદિ સાહિત્યમાં તેનો સૌ પ્રથમ ઉલ્લેખ પ્રભાચંદ્રાચાર્ય કૃત પ્રભાવકચરિત(ઈ. સ. ૧૨૭૮)માં મળે
છે. તેથી પૂર્વે “બપ્પભટ્ટસૂરિચરિત” (ઈસ્વી ૧૨૩૫ પૂર્વે) અંતર્ગત પ્રબંધચતુટ્યમાં તેનો ઉલ્લેખ થયો
હશે. ૮.વિશેષ માહિતી માટે જુઓ સાંપ્રત સંકલનના દ્વિતીય ખંડમાં મારો “ભૃગુકચ્છ-મુનિસુવ્રતના ઐતિહાસિક
ઉલ્લેખો,” શીર્ષકવાળો લેખ. ૯. વંથળીથી થોડાં વર્ષ પહેલાં મળેલા એક લેખ અનુસાર આ બીજી મિતિ તરફ પણ નિર્દેશ જાય છે. સનું ૧૧૨૯ તો નાગેન્દ્રગથ્વીય વિજયસેનસૂરિના રેવંતગિરિરાસ(પ્રાય: ઈસ્વી ૧૨૩૨ પછી તરત)ના આધારે
મનાય છે. ૧૦. વિસ્તાર માટે જુઓ મારો લેખ “વાદી-કવિ બપ્પભદિસૂરિ', નિર્ગસ્થ ૧, અમદાવાદ ૧૯૫, પૃ. ૧૨
૩૦, તેમ જ અહીં પૃ. ૫૯-૮૪. ૧૧. આ અંગે ડાળ હરિપ્રસાદ શાસ્ત્રી એમના પ્રસિદ્ધ ગ્રન્થ મૈત્રકકાલીન ગુજરાત, ભાગ ૧-૨માં ચર્ચા કરી
ચૂક્યા હોઈ અહીં વિશેષ વિસ્તાર કરવો અનાવશ્યક છે. ૧૨. જુઓ વિજયશીલચંદ્રસૂરિ, “ત્રી તન્મનાધીશપ્રવંધસંપ્રદ', પ્રબંધ ૩૨, અનુસંધાન અંક ૯, પૃ. ૫૫. ૧૩. ઈસ્વીસની ૧૩મી સદી દ્વિતીય ચરણમાં પ્રાકૃતમાં રચાયેલી, અંચલગચ્છીય મહેન્દ્રસિંહ સૂરિની
અષ્ટોત્તરીતીર્થમાલામાં મુંડસ્થલ તીર્થમાં છદ્મસ્થાવસ્થામાં મહાવીર અહીં વિચરી ગયેલા તેવી (પણ આગમથી અપ્રામાણિત) વાત નોંધાયેલી છે અને એ યુગના થોડાક અભિલેખોમાં પણ ટૂંકમાં એ વાતનો
ઉલ્લેખ મળી આવ્યો છે. એ બધા કરતાં સાંપ્રત કૃતિનો ઉલ્લેખ લગભગ સો એક વર્ષ વિશેષ જૂનો છે. ૧૪. આ તીર્થ વિશે પુરાતત્ત્વની દૃષ્ટિએ સર્વેક્ષણ કરવાની આવશ્યકતા છે. ૧૫. આજે તો એનો મહિમા ભુલાઈ ગયો છે. ૧૬, મૂળ પાઠ માટે જુઓ “નાસિક્યપુરકલ્પ,”વિવિધ તીર્થજન્ય, સં. જિનવિજય, સિંઘી જૈન ગ્રન્થમાલા
ગ્રંથાંક ૧૦, શાંતિનિકેતન ૧૯૧૦, પૃ. ૩૪-૫૪. ૧૭. જુઓ ““હેમસૂરિ પ્રબંધ”, ધન્યવોશ, સિંધી જૈન ગ્રન્થમાલા, ગ્રંથાંક ૩, સં. જિનવિજય, શાંતિનિકેતન
૧૯૩૫, પૃ. ૯૮. ૧૮. અહીં જે જિનાલય હશે તે કોંકણદેશની સ્થાપત્યશૈલીમાં ભૂમિજાદિ વર્ગની પ્રાસાદજાતિમાં વિનિર્મિત હશે. ૧૯. આના વિશે વિશેષ પ્રસ્તુત તીર્થમાલાના સંપાદન સમયે કહેવામાં આવશે. ૨૦. શ્રી બૃહદ્ નિર્ગસ્થ સ્તુતિમણિમંજૂષા, ભાગ ૩, અંતર્ગત આ સ્તોત્રો લેવામાં આવનાર છે. ૨૧. સોપારકમાંથી નાગેન્દ્રાદિ ચાર ગચ્છોની ઉત્પત્તિની (ભ્રમમૂલક) માન્યતા મધ્યયુગમાં પ્રચારમાં આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org