Book Title: Nirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Author(s): M A Dhaky
Publisher: Kasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 323
________________ ૨૯૪ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ તેમાં એક તો છે સં. ૧૫૦૩ / ઈ. સ. ૧૪૪૭માં રચાયેલ સોમધર્મગણિનો ઉપદેશસતતિ ગ્રંથ, જેમાં સાંપ્રત સ્તોત્રના પાંચમા પદ્યને “યતઃ” કહી ઉદ્ધત કરેલું જોવા મળે છે. બીજો સંદર્ભ છે રત્નમંદિરગણિના સં. ૧૫૧૭ | ઈ. સ. ૧૪૬૧ આસપાસ રચાયેલા ઉપદેશતરંગિણી ગ્રંથમાં૧૪ : તેમાં અહીંના પદ્ય “૮” નાં પ્રથમ ત્રણ ચરણ સાથે પદ્ય “૧૧’નું ત્રીજું પદ (ત્યાં ચોથા ચરણરૂપે) ઉમેરીને અવતરણરૂપે ઘુસાડેલું છે. આ તથ્યો જોતાં એક વાત તદ્દન સ્પષ્ટ રહે છે કે આ સ્તોત્ર ૧પમા શતકમાં સારી રીતે પ્રચારમાં હશે અને એ યુગના તપાગચ્છના વિદ્ સૂરિપ્રવરો તેને શત્રુંજયતીર્થ પરની પ્રમાણભૂત રચના માનતા હશે. ઉપર્યુક્ત ચર્ચાથી તો વિશેષ કરીને પરિપાટીસ્તોત્રની ઉત્તરસીમા જ નિશ્ચિત થાય છે, તેના કર્તા કોણ છે તે વિશે ભાળ મળતી નથી. કિંતુ પ્રસ્તુત વિષયને પ્રકાશિત કરતું એક પ્રમાણ તાજેતરમાં લભ્ય બન્યું છે. પં. બાબુભાઈ સવચંદ શાહ દ્વારા સંપાદિત કોઈ વિજયચંદ્રનું સંસ્કૃતમાં રચાયેલ રેવતાચલપરિપાટીસ્તવન પ્રકાશિત થયું છે. તેની શૈલી બિલકુલ આપણા પુંડરીકશિખરીસ્તવને મળતી જ છે. પ્રસ્તુત સ્તવન પણ વસંતતિલકા વૃત્તમાં નિબદ્ધ છે અને ત્યાં છેલ્લા (૨૧મા) પદ્યમાં છંદોભેદ પણ કરેલો છે. પહેલું અને છેલ્લું પદ્ય છોડતાં બાકીના સૌમાં ચોથું ચરણ "શ્રીમાન વિનયતાં રિઝયન્ત” છે, જે વસ્તુ પણ શત્રુંજયવાળા સ્તવનું અનુકરણ દર્શાવી રહે છે. અહીં તેનાં થોડાંક ઉપયુક્ત પદ્યો ઉદ્ધત કરીશુંઃ (છેલ્લામાં કર્તાનું અભિયાન સૂચિત થયેલું છે.) राजीमतीयुवतिमानसराजहंसः श्रीयादवप्रथितवंशशिरोवतंसः । नेमिनिजांघ्रिकमलैर्यमलंचकार श्रीरैवतगिरिपति तमहं स्तवीमि ।। त्रैलोक्यलोकशुचिलोचनलोभनीये नेमीश्वरे जिनवरे किल यत्र दृष्टे । चेतः प्रसीदति विषीदति दुःखराशिः श्रीमानसौ विजयतां गिरिरुज्जयन्तः ।। अष्टापद प्रभृतिकीर्तनकीर्तनीये श्री वस्तुपालसचिवाधिपतेविहारे । यत्र स्वयं निवसति प्रथमो जिनेन्द्रः श्रीमानसौ विजयतां गिरिरुज्जयन्तः ।। सिंहासना वरसुवर्ण-सुवर्णदेह । पुष्पन्धयी पदपयोरुहि नेमिभर्तुः Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378