Book Title: Nirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Author(s): M A Dhaky
Publisher: Kasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 331
________________ શ્રી સોમપ્રભગણિ વિરચિત ‘શ્રી સેત્તુજ ચેત્તપ્રવાડિ’ સં ૧૪૭૭ / ઈ. સ. ૧૪૨૧માં અમદાવાદના સુલતાન અહમદશાહનું ફરમાન લઈ સંઘવી ગુણરાજે કાઢેલ સંઘ' પછી મોટા પ્રમાણમાં યાત્રિકો અને યાત્રાર્થે સંઘો શત્રુંજયતીર્થના દર્શનાર્થે નીકળ્યા હશે. તેનું એક પ્રમાણ તો ૧૫મા સૈકામાં મોટી સંખ્યામાં રચાયેલી મળતી પ્રસ્તુત તીર્થને અનુલક્ષિત ચૈત્યપરિપાટીઓ દ્વારા મળી રહે છે. બૃહદ્ ચૈત્યપરિપાટીઓ-તીર્થમાલાઓ બનાવનારમાંથી પણ ઘણા ખરા શત્રુંજયતીર્થ ગયા હોય તેમ લાગે છે, અને પ્રસ્તુત મહાતીર્થ પ્રતિ અત્યધિક ભાવ અને આદર દર્શાવતા, તેમ જ ત્યાં અવસ્થિત જિનભવનોનું અન્ય તીર્થસ્થાનોનાં મંદિરોને મુકાબલે કંઈક વિશેષ વિવરણ કરતા જણાયા છે. તીર્થરાજ સંબંધી અહીં પ્રસ્તુત કરેલી અને અદ્યાવધિ અપ્રકાશિત ચૈત્યપરિપાટી કેટલીક અન્ય તત્સમાન રચનાઓની જેમ અનામી કર્તાની નથી. તે વિશે અહીં આગળ ઉપર જોઈશું. દુહા છંદમાં ૨૯ કડીમાં વહેંચાઈ જતા આ ચૈત્યપરિપાટિ તેની વસ્તુની રજૂઆતમાં તેમ જ વિગતોમાં શત્રુંજય પરની અન્ય સમકાલીન કહી શકાય તેવી રચનાઓ સાથે સાદેશ્ય ધરાવે છે. કૃતિમાં કાવ્યતત્ત્વનો પ્રાયઃ અભાવ તેમાં અન્યથા પ્રાપ્ત ઉપયોગી વિગતોને કારણે સરભર થઈ જાય છે. શત્રુંજયતીર્થના ઇતિહાસશોધનને નિસબત છે ત્યાં સુધી તો આ પરિપાટીથી એક વિશેષ સાક્ષ્ય અને સાધન સાંપડી રહે છે. કૃતિનો પાઠ બે હસ્તપ્રત ઉપરથી તૈયાર કર્યો છે. તેમાં પ્રથમ (A) લા. દ. ભા સં. વિ. માં મુનિશ્રી પુણ્યવિજયજી સંગ્રહની છે : (નવો ક્રમાંક ૧૫૪૯). લિપિ પરથી પ્રતનો કાળ ૧૫મા શતકનો મધ્યભાગ હોવાનું નિર્ણીત થાય છે. બીજી ગુટકાકાર (ઉ) પ્રત પણ પ્રકૃત સંગ્રહની છે; તેનો ક્રમાંક ૮૪૮૮ છે. તેમાં કહ્યા મુજબ તેના રચિયતા સોમપ્રભ ગણિ છે. પુંડરીકશિખરીસ્તોત્રકાર તેમ જ કેટલાક અન્ય પરિપાટીકારોની જેમ અહીં રચિયતા તીર્થવર્ણન માટે નીચેથી ઉપર જતા, મરુદેવીની ટૂકથી પ્રારંભતા, પ્રણાલિકાગત યાત્રામાર્ગને અનુસરવાને બદલે ઊલટો ક્રમ અપનાવે છે, અને પોતાનું કથન તીર્થનાયક શ્રીયુગાદિદેવના ભવનથી શરૂ કરે છે. આ પરિપાટી સૌ કોઈને ગાવા માટે રચી હોવાનો આશય ‘નમીસુ (મિશું)' ‘લેઈસુ (લેશું)' ઇત્યાદિ પ્રયોગોથી સૂચિત થાય છે. શત્રુંજય ચડ્યા પછી (૧) કવિ-યાત્રી સૌ પ્રથમ ‘રિસહેસર’(ઋષભદેવ)ના ‘સી(સિ)લમઉ’(શિલામય) બિંબનું સ્નાન-વિલેપન-પૂજન-સ્તવન કરી, આદિ જિનેશ્વરને જોયાથી હૈયે હરખ માતો નથી ને લોચનમાંથી અમીરસ ઝરી પાપમળ જતો રહેતો હોવાનું કહે છે (૨-૩), કવિ તે પછી ઉમેરે છે કે જિનવર આગળ નાચીશું, (જિનવરના) ગુણ ગાઈશું, કુગતિનું દ્વાર રૂંધીશું, ને સ્વજીવનને સફળ કરીશું (૪). આદિજિનની પાસે રહેલ કોટાકોટિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378