________________
૨૯૨
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
રહે છે. ધર્મઘોષસૂરિના ગચ્છના આનંદસૂરિના શિષ્ય અમરપ્રભસૂરિની સં. ૧૩૨૬ | ઈ. સ. ૧૨૭૦ની કૃતિમાં “પત્યા તમ વિન્ટેનડ્ડન ગિનાન સીમંધરાનાદાનg" એવો ઉલ્લેખ આવતો હોઈ તીર્થભંગથી ૪૩ વર્ષે, અને વસ્તુપાલ-તેજપાલના જમાનાની પછી, વીસવિહરમાનનું મંદિર બંધાઈ ચૂક્યું જણાય છે. સ્તોત્રકાર ત્યાં ગયા ત્યારે તે મંદિર નવનિર્મિત રૂપે વિદ્યમાન હતું તેવો ઈગિતાર્થ નીકળી શકે. જોકે શત્રુંજય જેવા મહાતીર્થની યાત્રા જિનપ્રભસૂરિએ પોતાના પાછોતરા કાળમાં, ઈ. સ. ૧૩૨૯થી થોડુંક જ પહેલાં, કરી હોય તેમ માની શકવું મુશ્કેલ છે. આ યાત્રા તેમણે સાધુપણાની શરૂઆતનાં વર્ષોમાં જ કરી લીધી હોવી જોઈએ. તેમના કલ્પલેખનનો કાળ (જિનવિજયજી અંદરના પ્રમાણોથી અંદાજે છે તેમ) ઈસ. ૧૩૦૮ પહેલાં શરૂ થઈ ઈ. સ. ૧૩૨૯ વા ૧૩૩૩ પછી પણ ચાલુ રહ્યો હશે. એમ લાગે છે કે તેઓ શત્રુંજય પર યાત્રાર્થે પોતાના સાધુપણાનાં આગલાં વર્ષોમાં અને એથી ૧૩મા શતકનાં અંતિમ વર્ષો આસપાસ ગયા હશે કે પછી ૧૪મા શતકની શરૂઆતમાં. તીર્થભંગ અને પુનરુદ્ધાર વિશે તેમણે જે લખ્યું છે તે તેમના “શત્રુંજયકલ્પ”ને છેવાડે જ આવે છે, અને તે ત્યાં “તાજા કલમ” (postscript) રૂપે હોય તેવો ભાસ ઊઠે છે. પુંડરીકશિખરીસ્તોત્રકાર પર્વત પર ગયા ત્યારે વીસ વિહરમાનનું એ મંદિર ફરીને બની ચૂકેલું તે નિર્વિવાદ છે. એથી સ્તોત્રકાર ત્યાં જિનપ્રભસૂરિ ગયા તે પછીના (જો કે સમીપના) કાળમાં, તીર્થના પુનરુદ્ધાર બાદ, ગયા હશે અને ત્યારે તેમણે એ વીસ વિહરમાન જિનનું મંદિર જોયું હશે : અને જિનપ્રભસૂરિ આ મંદિરની નોંધ લેવી ભૂલી ગયા લાગે છે. સ્તોત્ર, વર્ણિત ચૈત્યોના પહાડ પર પ્રસ્તુત કાળ-ખંડની પરિસ્થિતિ રજૂ કરતું હોવાથી સંભાવના સ્થાપિત કરીએ તો તે અનુચિત નહીં ગણાય; અને એથી સ્તોત્રકારની વિદ્યમાનતાનો કાળ ૧૩મા શતકના અંતિમ ચરણથી લઈ ચૌદમા શતકના પહેલા ચરણનાં વર્ષોમાં હોવાનું માની શકાય.
હવે છેલ્લો મુદ્દો જોવાનો છે તે જિનપ્રભસૂરિ વિરચિત “શત્રુંજય તીર્થલ્પઅને આ “પારિવાટિકા” વચ્ચે રજૂઆતમાં દેખાતું સામ્ય. ઘડીભર એમ લાગે કે બેમાંથી એક બીજાની કૃતિ જોઈ હશે. જો સ્તોત્રકારે “કલ્પ” જોયો હોય તો તે ૧૩૩૩ બાદ કેટલોક કાળ વીત્યે જ બની શક્યું હોય. પણ ખરેખર કલ્પ તેમને ઉપલબ્ધ હોય તો તેમાં બીજી કેટલીક ઉપયોગી વાતો છે તેનો પણ સમાવેશ સ્તોત્રમાં થયો હોત. ઊલટ પણે સ્તોત્રને જો જિનપ્રભસૂરિએ જોયું હોત તો સ્તોત્રમાં આપેલ વીસવિહરમાનજિનના મંદિરની નોંધ લેવી તેઓ ચૂકે નહીં. બંનેના કથન વચ્ચે સમાનતા દેખાવાનાં કારણોમાં તો સામગ્રીની સમાનતા, ડુંગર પર અવસ્થિત દેવભવનોનાં પારસ્પરિક સુનિશ્ચિત સ્થાન, અને ખાસ કરીને આદીશ્વરની ટૂકનો પ્રદક્ષિણાક્રમથી નિશ્ચિત બનતો, પરંપરાગત ભટ્રણમાર્ગ અને બન્ને લેખકોનું સમકાલ– ઇત્યાદિ કામ કરી ગયા હશે તેમ માનીએ તો તે અવાસ્તવિક નહીં ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org