________________
અજ્ઞાતકર્તક “શ્રી ગિરનાર ચેન્ન પરિવાડિ’
૨૭૧
(૨૧) પિત્તળના નેમિનાથના બિંબને પૂજી, પછી (મૂળપ્રાસાદને ફરતી રહેલ) મંત્રીશ્વર વસ્તુપાલે કરાવેલ ૭૨ દેહરીઓમાં પૂજા કરી ત્યાંથી નીકળી વસ્તુપાળે કરાવેલ ત્રણ દેવળની રચનાવાળા લાખો રૂપિયા ખર્ચીને કરાવેલ શત્રુંજયાવતાર આદિનાથને જુહારીશું (૨૨). ત્યાં ડાબી-જમણી બાજુએ રહેલ ગજરૂઢ વસ્તુપાલ-તેજપાલ તથા (વસ્તુપાલ-પિતામહ) સોમ (મંત્રી) અને પિતા (મંત્રી) આસરાજ છે. (ત્યાં કોરસ) મનમોહક પૂતળીઓ જોતાં તૃપ્તિ થતી નથી; વળી ત્યાં (ડાબે પડખે) અષ્ટાપદમાં રહેલ ૨૪ જિનવર અને જમણી બાજુએ રહેલ સમેતશિખરમાં ૨૦ જિન જોઈશું (૨૪). તે પછી ગોવિંદ શ્રેષ્ઠીએ સ્થાપેલ જીરાપલ્લિ (પાર્શ્વનાથ) પૂજી કળીયુગને સંતાપીશું. ત્યારબાદ આગળ સંચરતાં (ખંભાતના) શ્રેષ્ઠી શાણ અને ભૂંભવના પ્રાસાદે (મૂલનાયક) વિમલનાથ તથા પાર્શ્વનાથને સ્વવી તેનો રળિયામણો મુખમંડપ જોઈશું (૨૫). (આ મંદિરમાં) પિત્તળમય સરસ બિંબ છે અને મંદિર કંચનબલાનકની ઉપમાને લાયક છે. આ પછી સમરસિહ ઉદ્ધારાવેલ કલ્યાણત્રયના મંદિરમાં ત્રણ સ્વરૂપે વિરાજમાન નેમિકુમાર છે ને સ્તંભયુક્ત મેઘનાદ મંડપ (૨૬) તેમ જ જગતી પરની બાવન દેહરીઓ જોઈ હયડું હરખાય છે. (આ મંદિરના) (દક્ષિણ તરફનો) સુંદર ભદ્રપ્રસાદ માલદેવે કરાવેલો ને રત્નદેવે પિત્તળનું મોટું બિંબ કરાવેલું. પશ્ચિમનો નામી ભદ્રપ્રાસાદ હાજા શ્રેષ્ઠીએ કરાવેલો અને ઉત્તર બાજુનો (૨૭) શ્રેષ્ઠી સદા તથા શ્રેષ્ઠી વત્સ(રાજે) કરાવેલ.
હવે ખરતરવસહી તરફ આવીએ. આ (વસતી) સાધુ નરપાલની સ્થાપેલી છે. તેમાં (જિન)વીરનું તોરણયુક્ત પિત્તળનું બિંબ છે. ને આજુબાજુ શાંતિજિન તેમ જ પાર્શ્વનાથના પિત્તળના વખાણવા લાયક કાઉસ્સગીયા છે (૨૮) : અહીં રંગમંડપની છતોમાં) નાગબંધ અને પંચાંગવીર જોતાં અને મંડપમાં પૂતળીઓ પેખી મન પ્રસન્ન થાય છે. મંડપ મૂળ “માલા ખાડ” પર કરેલો છે. ત્યાં જમણી બાજુ ભણસાલી જોગે કરાવેલ અષ્ટાપદ (ભદ્રપ્રાસાદમાં) (૨૯) અને ડાબી બાજુ ધરણાશાહે કરાવેલ (ભદ્રપ્રસાદમાં) સુપ્રસિદ્ધ સમેતશિખર (ની રચના) છે. (અહીંથી નીકળી આગળ જતાં) અદ્દભુત મૂર્તિ, ચંદ્રગુફા, પૂર્ણસિંહવસતી, સુમતિજિન, વ્રજ શ્રેષ્ઠીએ સ્થાપેલ સુંદર હોમસર (૩૦), સોમસિહ-વરદે મુકાવેલ સારંગ-જિનવર, તે પછી ખરતરગચ્છીય શ્રેષ્ઠી જેઠા કારિત મનોહર વસતી, અને ચંદ્રપ્રભજિનને પૂજી, નાગઝરમોરઝરના બે કુંડ જોઈ, પૂર્ણસિંહ કોઠારીએ સ્થાપેલ ૭૨ જિનાલયયુક્ત શાંતિનાથ પ્રાસાદમાં નમી (૩૧), ઇન્દ્રમંડપે ઇન્દ્ર મહોત્સવ કરી, ત્યાં પૂનમ દેરીમાં દર્શન કરી, (૩૨), ગજપદકુંડ (પરના આઠબિંબ ?), સાંકળીયાળી પાજ, છત્રશિલા થઈ (૩૩) પ્રાત:કાળે અંબિકા(ના શિખર) તરફ જવા રવાના થાય છે. રસ્તામાં ચંદ્રપ્રભ જિનવરની સ્તુતિ કરી, સિદ્ધરાજ (શ્રેષ્ઠીએ) ઉદ્ધારાવેલ (વસ્તુપાલ મંત્રીકારિત) કપર્દીયક્ષ તરફ જઈ, ત્યાંથી ચક્રી ભરતે કરાવેલ માતા મરુદેવીને આરાધી, રામ-ડુંગરની બે દેહરીએ થઈ, રાજીમતી તરફ વળે છે (૩૪);
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org