Book Title: Nirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Author(s): M A Dhaky
Publisher: Kasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 317
________________ ૨૮૮ પર વાચકનું ધ્યાન અલગ અલગ રીતે લક્ષિત બને છે. પ્રારંભમાં સ્તોત્રકાર શત્રુંજયગિરિપતિ તીર્થનાયક શ્રીમદ્દુગાદિદેવને નમસ્કાર કરી, તેમના દર્શનનો મહિમા કથી યાત્રા આરંભ કરે છે (૧-૨). ઘણાખરા તીર્થપરિપાટિકારોએ કર્યું છે તેમ પાલિતાણા નગરમાં તે કાળે વિદ્યમાન શ્રી પાર્શ્વનાથ (મંત્રી વાગ્ભટ્ટકારિત ત્રિભુવનવિહારના મૂલનાયક), શ્રી વર્ધમાન જિન (મંત્રી વસ્તુપાલ નિર્માપિત), અને તળેટીમાં થોડુંક ચડ્યા પછી આવતાં (મંત્રી આશુક દ્વારા વિનિર્મિત) શ્રી નેમિજિનને વાંદી શિખર ૫૨ પહોંચ્યો છે (૩). ત્યાં નજરે પડતી દેવાલયોની હારમાળાનો ઉલ્લેખ કરી, શ્રી યુગાદિભવનનાં મંત્રી વાગ્ભટે ત્રણ કોટિમાં ત્રણ લક્ષ કમ દ્રવ્ય ખર્ચીને કરાવેલ ઉદ્ધારની વાત કહે છે (૪-૫). તે પછી “કપૂર-ધવલ”(શ્વેત આરસની) આદિજિનની મૂર્તિ, અને પ્રવેશમાં રહેલ ‘અમૃતપારણ’(તોરણ)ની વાત કહી (૬), તીર્થાધિપતિને ઉદ્બોધતા સ્તવનાત્મક ઉદ્ગારો કાઢી (૭), જાવિડિસાહે વિ. સં. ૧૦૮માં કરાવેલ બિંબ–સ્થાપનની તે કાળે પ્રચલિત અનુશ્રુતિ નિવેદિત કરે છે (૮); ત્યારબાદ યુગાદિરાજના મમ્માણ-મણિપર્વત તટસ્થળેથી ઉત્પન્ન થયેલ જ્યોતિરસ-રત્નથી નિર્મિત મૂલબિંબ વિશે પારંપરિક અનુશ્રુતિનું ઉચ્ચારણ કરી (૯), ફરી એક વાર તીર્થપતિ અનુલક્ષિત સ્તુત્યાત્મક વચનો કાઢે છે (૧૦). આ પછી જાવડસાહે કરાવેલી યુગાદિની મૂર્તિની જમણી તેમ જ ડાબી બાજુએ પ્રસ્થાપિત ભવભયહર પુંડરીકસ્વામીની યુગલ મૂર્તિનો ઉલ્લેખ કરે છે (૧૧). નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ યુગાદિના મૂલચૈત્ય વિશે આટલું કહ્યા બાદ, તેના જમણા પડખે આવેલા સમરાગર (સમરા સાહ)ના કરાવેલા શ્રીપાર્શ્વનાથના ભવનની વાત કરે છે (૧૨). તે પછી ત્યાંથી (પ્રદક્ષિણાક્રમથી) આગળ ચાલતાં ઇક્ષ્વાકુ-વૃષ્ણિ કુળના (શત્રુંજય પર સિદ્ધગતિ પામેલા) કોટિકોટિ મુનિઓની પ્રતિમાવાળા (મંત્રી પૃથ્વીધર-નિર્માપિત) કોટાકોટી-ચૈત્યનો ઉલ્લેખ કરે છે (૧૩), અને સાથે જ ચંદ્રાનન પ્રમુખ વીસ વિહરમાન જિનના ભુવનને પણ ઉલ્લેખે છે (૧૪). ત્યારબાદ પાંચ પાંડવ અને કુંતા માતાની લેપમયી મૂર્તિઓ (૧૫), અને દૂધ વર્ષાવતા ચિરાયુ ચૈત્યવૃક્ષ પ્રિયાલુ એટલે કે રાજદની વા રાયણવાળા સ્થળે (નાગ અને) મોર સરખા હિંસ પ્રાણીઓના દેવસન્નિધિમાં થયેલા, સ્વભાવગત હિંસા-ધર્મના ત્યાગનો પણ નિર્દેશ કરે છે (૧૮). ત્યારબાદ અન્યથા અજિતજિનથી પ્રારંભી ક્રમમાં આવતા બાવીસ જિનની પાદુકા એવં લેપમયી પ્રતિમા(સમૂહ)નો ઉલ્લેખ કરે છે (૧૯): આટલું કહી લીધા પછી સ્તોત્રકાર યુગાદિદેવના મૂલભવનના મોઢા આગળ, ડાબી બાજુએ રહેલા (મંત્રી વસ્તુપાલ કારિત ત્રણ રચનાઓ) સત્યપુરાવતાર વી૨ અને જમણી બાજુએ રહેલ શકુનિવિહાર અને પ્રસ્તુત પ્રાસાદની પાછળના ભાગમાં સ્થિત અષ્ટાપદતીર્થનો ઉલ્લેખ કરે છે (૨૦). આ પછી (તેજપાલ કારિત) નંદીશ્વર, અને (વસ્તુપાલ કારિત) ગિર્દનારગિરિ અને સ્તંભનકપુરના જિનનાં તીર્થવતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378