________________
૨૪૬
પ્રાયઃ ઈસ્વી ૧૧૫૦-૧૧૭૫નો હોવો ઘટે.
(૩) રાજગચ્છીય કવિ માણિક્યચંદ્ર સૂરિના ગુરુ સાગરચંદ્ર, જેઓ પ્રાયઃ ઈસ્વી ૧૨મી સદીના આખરી ચરણમાં થયા છે.
નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
(૪) નાગેન્દ્રગચ્છીય વર્ધમાનસૂરિના શિષ્ય સાગરચંદ્ર, જેમની એક અપભ્રંશ રચના તાજેતરમાં પ્રાપ્ત થઈછે, અને જેનો સમય ઈસ્વી ૧૩મી સદીનું ત્રીજું ચરણ હોવાનું જણાય છે. (૫) પાર્શ્વનાથની તાંત્રિક ઉપાસના સંબદ્ધ કાવ્યના રચયિતા, જે ૧૩થી ૧૫ શતકના ગાળામાં થયા હોવાનો સંભવ છેપ
પ્રથમ દૃષ્ટિએ તો સ્તોત્રકર્તા સિદ્ધરાજના સમકાલીન, પ્રથમ સાગરચંદ્ર, હોવાનો સંભવ લાગે છે. કવિતા-પ્રૌઢી તેમ જ કર્તાએ પોતે પોતાના માટે ‘વિદ્વાન્’ પ્રત્યય લગાવેલો હોઈ એ સંભવ આમ તો બલવત્તર બની રહે છે. પરંતુ તેમાં એક વાંધો આવે છે. ઈસ્વી ૧૪મી સદી ઉત્તરાર્ધના અરસામાં રચાયેલા ચતુરશીતિપ્રબંધ અંતર્ગત ‘કુમારપાલદેવ-પ્રબંધ’’(પ્રતિલિપિ ઈસ્વી ૧૫મા શતકનો પૂર્વાર્ધ)માં કહ્યું છે કે હેમચંદ્રાચાર્યને એક સાગરચંદ્ર નામક રૂપવાન અને વિદ્વાન્ શિષ્ય હતા. એમણે ક્રિયાગુપ્તક ચતુર્વિશતિ-નમસ્કારસ્તવની રચના કરેલી જૈનો સંધ્યા-પ્રતિક્રમણ સમયે પાઠ કર્યો, જે સાંભળી રાજાએ (કુમારપાળે) ઉદ્ગાર કાઢ્યા ‘‘અહો કવિતા ! અહો રૂપ !* હવે આ સંદર્ભમાં જે સ્તોત્રનો ઉલ્લેખ છે તે તો સ્પષ્ટતઃ અહીં સંપાદિત સ્તોત્ર જ જણાય છે. અને જો પ્રબંધકારે સિદ્ધરાજને સ્થાને કુમારપાળ ન ઘટાવી લીધું હોય તો આ સ્તોત્રનો રચનાકાળ પ્રાયઃ ઈસ્વી ૧૧૫૦-૧૧૬૦ના અરસાનો થાય. સિદ્ધરાજ પુત્રહીન હતો અને કુમા૨પાળને પણ પૂર્વસ્થામાં પુત્ર કદાચ થયો હોય તો તે હયાત નહોતો. અત્યારે તો પ્રકૃત સ્તવન હેમચંદ્ર શિષ્ય સાગરચંદ્રકૃત માનવું ઠીક રહેશે.
આ સ્તુતિના કાવ્યાંગ, અલંકાર-વિચ્છત્તિ, ગોપનીય ક્રિયાપદ, રસ આદિની ચર્ચા તો કાવ્યશાસ્ત્રના તજ્ઞો કરે તે ઉચિત ગણાય. ત્રણ હસ્તપ્રતોનું મિલન કરી પાઠ તૈયાર કરવામાં પં. નૃગેન્દ્રનાથ ઝા તથા શ્રી અમૃત પટેલની મળેલી સહાયનો સાભાર સહર્ષ સ્વીકાર કરીએ છીએ.
..
ટિપ્પણો ઃ
૧. આ વિષયક વિગતો માટે જુઓ મોહનલાલ દલીચંદ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, પૃ. ૨૫૪-૨૫૫, કંડિકા ૩૬૧-૩૬૩.
Jain Education International
૨. તદંગે વિશેષ ચર્ચા માટે જુઓ પ્રથમ સંપાદકનો લેખ ‘‘કવિ રામચંદ્ર અને કવિ સાગરચંદ્ર,” સંબોધિ અંક ૧૧/૧-૪, અમદાવાદ ૧૯૮૨-૮૩, પૃ ૬૮-૮૬. આ લેખને સાંપ્રત સંકલનમાં સમાવી લીધો છે ઃ જુઓ અહીં પૃ. ૧૫૮-૧૬૯.
For Private & Personal Use Only
www.jainelibrary.org