________________
૨૩૬
નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
દેવ-સ્તુતિ કરનારા આ “ચિકુર’ સ્તોત્રમાં દેવ-વિષયક રતિનિર્વેદ સ્થાયીભાવને કારણે શાંતરસ સ્પષ્ટતયા પ્રફુરિત થયો છે. શિખરિણી છંદમાં નિબદ્ધ આ સ્તોત્રમાં ભગવાન ઋષભદેવના કેશની વિભિન્ન ઉપમાઓ દ્વારા સ્તુતિ કરવામાં આવી છે. કાવ્યના અપેક્ષિત લક્ષણોમાં જોઈએ તો નવીન અર્થયુક્તિ, સંસ્કારિત ભાષા, શ્લેષરહિતતા, સરળતા, ફુટ રસયુક્તિ, અને વિકટાક્ષરબંધવાળી રચના સર્વોત્તમ મનાઈ છે. કિંતુ એક જ કાવ્યમાં આ તમામ ગુણોની પ્રાપ્તિ દુષ્કર હોય છે. કુમુદચંદ્રાચાર્ય વિરચિત પ્રકૃતિ સ્તુતિકાવ્યમાં પણ શ્લેષરહિતત્વ અને સારત્યે સરખા ગુણો અનુપસ્થિત છે, પરંતુ બાકીના સૌ ગુણોને યથાસ્થાને યથાસંયોગમાં પ્રયોજિત કરવામાં આવ્યા છે. કવિએ સ્તુતિમાં જિનના કેશને લક્ષ્ય કરી અનેકવાર શ્લેષાલંકારનો પ્રયોગ કર્યો છે, તેમ જ દીર્ઘ સમાસબહુલ તથા પર્યાય બહુલ એવું અલંકાર-પ્રધાન તથા ઓછા વપરાતા શબ્દોનો વિનિયોગ કરતું હોવાને કારણે સંરચનામાં સરસતા હોવા છતાંયે સ્વાભાવિક સરળતા વિલુપ્ત થઈ ગઈ છે. આથી કેટલીક પંક્તિઓ ક્લિષ્ટ બની છે, જે સામાન્ય બુદ્ધિવાળાઓને સમજવામાં ક્લેશ કરે તેવું હોવાથી એમના અન્ય વિખ્યાત, કલ્યાણમંદિર સ્તોત્રની જેમ આ સ્તોત્ર જનસામાન્યમાં પ્રચલિત બની શકયું નહીં.
આખરી પદ્ય અનુસાર સ્તોત્ર “વિમલાચલ-વૃંગારમુકુટ” એટલે કે શત્રુંજયગિરિના અધિનાયક ભગવાન આદીશ્વર ઋષભદેવને સંબોધીને, એમને લક્ષ્ય કરીને રચવામાં આવ્યું હોઈ, સ્તોત્રનું ઐતિહાસિક મૂલ્ય પણ રહ્યું છે. જોકે એક દિગંબર મુનિ શ્વેતાંબર તીર્થાધિપતિને ઉબોધીને સ્તોત્ર રચે તે ઘટના વિરલ ગણવી જોઈએ.)
પ્રસ્તુત સ્તુતિની ૧૬મા-૧૭મા સૈકામાં લખાયેલી પ્રત શ્રી ભારતીય વિદ્યાભવન, મુંબઈથી પ્રાપ્ત થયેલી. અહીં મુદ્રિત સ્તોત્રનો પાઠ એક માત્ર ઉપલબ્ધ પ્રત પરથી તૈયાર કર્યો હોઈ કેટલીક અશુદ્ધિઓ દૂર થઈ શકી નથી. પ્રતની નકલ માટે તેમ જ સંપાદન કરવાની પરવાનગી આપવા બદલ સંપાદકો સદરહુ સંસ્થાના આભારી છે.
ટિપ્પણો : ૧. જુઓ પ્રભાવકચરિત, સં. જિનવિજય, સિંઘી જૈન ગ્રંથમાળા, ગ્રંથાંક ૧૩, “વૃદ્ધવાદી સૂરિચરિત'',
અમદાવાદ-કલકત્તા ૧૪૦, પૃ. ૫૬. અહીં કહ્યું છે કે, સિદ્ધસેને વાદમાં હારીને વૃદ્ધવાદી પાસે પ્રવ્રયા ગ્રહણ કરી તે સમયે તેમનું નામ “કુમુદચંદ્ર’ રાખવામાં આવેલું. ૨. સિદ્ધસેનના સમય સંબંધમાં મતભેદ છે. અમારા મતે તેઓ (હાલ કેટલાક દિગંબર વિદ્વાનો અકારણ
માને-મનાવે છે તેમ છઠ્ઠા સૈકા ઉત્તરાર્ધના નહીં પણ) પાંચમા શતકના પૂર્વાર્ધમાં થઈ ગયા છે. આ વિષય
પર વિસ્તારથી ચર્ચા અમે અમારા શ્રીબૃહદ્ સ્તુતિમણિમંજૂષાના પ્રથમ ખંડમાં કરી રહ્યા છીએ. ૩. આ શક્યતા ઘણી જોરદાર છે. ૪. કાપડિયા લખે છે : “..કલ્યાણ મંદિરના કર્તાની પ્રતિભા વિચારતાં તો તે શ્રી સિદ્ધસેન દિવાકરની કૃતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org