________________
શ્રીપાલ-પરિવારનો કુલધર્મ
(૨) શ્રીયુત પંડ્યા આગળ વધતાં લખે છે : ‘‘વિજયપાળના પિતામહ શ્રીપાલ પણ હિંદુ હશે એમ એમણે રચેલી ‘વડનગરપ્રાકારપ્રશસ્તિ'ને આધારે કહી શકાય એમ છે’૨૫ ‘શ્રીપાલે રચેલી ‘વડનગરપ્રાકારપ્રશસ્તિ'ના પ્રારંભમાં ભગવાન શિવને પ્રણામ કરી પ્રથમ શ્લોકમાં એમની સંકલ્પશક્તિને પ્રણામ કર્યા છે. આ જ પ્રશસ્તિના અઢારમા શ્લોકમાં ગણેશનો અને શત્રુમંડળનો સંહાર કરનાર દેવીમંડળનો પણ ભાવપૂર્વક ઉલ્લેખ છે. પંદરમા શ્લોકમાં ચંડીનું રક્ત પીને પ્રસન્ન થતાં દેવી તરીકે ઉલ્લેખ છે. વીસમા અને એકવીસમા શ્લોકમાં અનુક્રમે બ્રહ્માજીએ કરેલા મહાયજ્ઞોને અવસરે ઊભા કરેલા યજ્ઞસ્થંભોનો અને બ્રાહ્મણોના અવિરત વેદઘોષનો ઉલ્લેખ છે. શ્લોક ૧૪મામાં પૃથ્વીનો ઉદ્ધાર કરનાર સિદ્ધરાજ જયસિંહને દેવાધિદેવ મહાદેવની આજ્ઞાથી પૃથ્વીનો ઉદ્ધાર કરનાર ભગવાન વિષ્ણુ સાથે સરખાવ્યા છે. જ્યારે કુમારપાલને સ્વર્ગમાંથી ઊતરેલા હરિ સાથે સરખાવ્યા છે. શ્લોક ૨૩માં વડનગરના બ્રાહ્મણો યજ્ઞો વડે દેવોનું પણ રક્ષણ કરે છે અને શાન્તિક તથા પૌષ્ટિક કર્મ વડે ભુવન અને રાષ્ટ્રની પણ રક્ષા કરે છે એવો બ્રાહ્મણને માટે આદરભર્યો ઉલ્લેખ છે. કવિ પ્રશસ્તિમાં વારંવાર બ્રાહ્મણોના વેદઘોષનો ઉલ્લેખ કરે છે અને શ્લોક ૨૪માં આ કિલ્લાની રચના બ્રાહ્મણોના રક્ષણ માટે કરવામાં આવી હોવાની નોંધ કરે છે. ‘આ કોટ અમર રહો,” એવી અભિલાષા પ્રગટ કરતાં કવિ અંત ભાગમાં પૃથુ અને સગર રાજાના અક્ષુણ્ણ યશનો ઉલ્લેખ કરે છે જે એનું પુરાણકથાઓનું જ્ઞાન પ્રગટ કરે છે.”
આમ સમગ્ર પ્રશસ્તિનું અનુશીલન કરતાં એ સ્પષ્ટ પ્રતીત થાય છે કે કવિને બ્રાહ્મણો માટે ઊંડો આદર છે અને બ્રાહ્મણધર્મ તથા હિંદુપુરાણો સાથે એને ઘનિષ્ઠ નાતો છે. હિંદુ ધર્મના દેવદેવીઓનો પણ તે એમના પૌરાણિક સંદર્ભો સાથે સાદર ઉલ્લેખ કરે છે. વારંવાર એનું ધ્યાન બ્રાહ્મણો અને એના વેદઘોષ તરફ વળે છે એટલે કવિ હિંદુધર્મ પાળતો હોવાનું સબળ કારણ પ્રાપ્ત થાય છે. ‘વડનગરપ્રાકારપ્રશસ્તિ' લેખ કુમારપાલે વડનગર ફરતો કિલ્લો બંધાવ્યો તેને લગતો અર્થાત્ નાગરિક સ્થાપત્યને લગતો વિ૰ પ્રશસ્તિલેખ છે, ધાર્મિક સ્થાપત્યને લગતો નહિ. આથી અહીં નાગરબ્રાહ્મણોનું કે હિંદુ દેવદેવીઓનું આટલું સંકીર્તન કરવાની કવિને કોઈ અનિવાર્ય આવશ્યકતા ન હતી. દા૰ તo સોમેશ્વર પોતે બ્રાહ્મણ પુરોહિત હોવા છતાં આબૂ ઉપર તેજપાલે બંધાવેલા નેમિનાથચૈત્યની પ્રશસ્તિ રચતાં મંગલાચરણમાં તથા અંતમાં નેમિનાથની સાદર સ્તુતિ કરે છે તે એ સ્થાપત્ય ધાર્મિક હોઈ ત્યાં આવશ્યક ગણાય. એવી રીતે વસ્તુપાલે રચેલા ‘નરનારાયણાનંદ'માં પણ મહાકાવ્યના નાયક તરીકે શ્રીકૃષ્ણની સ્તુતિ હોય તે સ્વાભાવિક છે.
૧૪૩
શ્રી પંડ્યાએ ઉઠાવેલ આ મુદ્દો પણ પહેલી દૃષ્ટિએ ધ્યાન ખેંચે તેવો જ નહીં, જચી જાય તેવો પણ લાગે છે. પણ કવિવર્ણિત વિભાવો મરુગૂર્જર નાગરિક વાસ્તુશાસ્ત્રના દુર્ગવિધાનના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org