________________
આનંદિલકૃત વૈરોટ્યાદેવીસ્તવ” તથા “ઉપસર્ગહરસ્તોત્ર'નો રચનાકાળ
૨૧૫
૧૨. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં ““છ” નામ આપ્યાં છે અને સ્થાનાંગમાં “ચાર” નામ બતાવ્યાં છે. બન્નેનાં નામો
બિલકુલ જુદાં છે. ૧૩. નૈ તો ૦, ભાગ ૧, પૃ. ૩૪૭. ૧૪. પ્રાચીન સ્તોત્રોમાં અષ્ટમહાભયાદિ દૂર થતા હોવાની તો વાત કહી છે; પણ અહીં કથિત ઝેરી જંતુઓ
આદિની વાત નથી. આથી પણ સ્તોત્ર મધ્યકાલીન હોવાનું સંભવે છે. ૧૫. વ્યાલકનો એક અર્થ ‘સર્પ સરખા સરિસૃપ સરખો થાય છે. ૧૬. શબ્દ સ્પષ્ટ નથી એટલે અર્થ પણ સ્પષ્ટ નથી. ૧૭. એજન. એમણે પ્રસ્તુત “ચરિત'માં તેનો ઉલ્લેખ કર્યો છે. જુઓ y૦ ૨૦, પૃ. ૨૧. ત્યાં સ્તોત્રની શરૂઆત
નમક ઉનના સ્તવ આર્યાનન્ટિલે બતાવ્યાનું કહ્યું છે, જયારે ઉપલબ્ધ પ્રકાશિત સ્તોત્રમાં તે નમન
પાસનાë એવા શબ્દોથી પ્રારંભ કર્યો છે. ૧૮. રાજશેખર કૃત પ્રબંધકોશ(ઈસ્વી ૧૩૪૯)ના “ભદ્રબાહુ-વરાહ પ્રબંધ”માં તેવો સ્પષ્ટ નિર્દેશ છે. જુઓ
સં. જિનવિજય, સિંધી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૬, શાંતિનિકેતન ૧૯૩૫, પૃ. ૨. આ સિવાય સંઘતિલકની સમ્યક્તસખલિકાવૃત્તિ ઈ. સ. ૧૩૬૬)માં પણ એવો જ ઉલ્લેખ છે. નોંધ માટે જુઓ સં. ચતુરવિજયમુનિ “પ્રસ્તાવના,” મંત્રાધિરાજચિંતામણિ (જૈનસ્તોત્રસંદોહ, દ્વિતીય વિભાગ), શ્રી પ્રાચીન
જૈન સાહિત્યોદ્ધાર ગ્રંથાવલી, ચતુર્થપુષ્પ, અમદાવાદ ૧૯૩૬, પૃ૦ ૮. ૧૯. પાર્જચંદ્રગણિની લઘુવૃત્તિ માટે જુઓ જૈનસ્તોત્રસંદોહ, દ્વિતીય વિભાગ, પૃ. ૧-૭, અને ચંદ્રસૂરિની
લઘુવૃત્તિ માટે જુઓ જૈનસ્તોત્ર સંદોહ, પ્રથમ ભાગ, પ્રાચીન (જૈન) સાહિત્યોદ્ધારગ્રંથાવલી, પ્રથમ પુષ્પ,
અમદાવાદ ૧૯૩૨, “ગ-પરિશિષ્ટ', પૃ. ૬૭-૭૬. ૨૦. જુઓ ‘‘પ્રસ્તાવના” (સંસ્કૃત) જૈવ સ્તોસંત, ૧, પૃ. ૫-૬. ૨૧. જુઓ એમની ગુજરાતી “પ્રસ્તાવના” જૈ. સ્તો. સં, ૨, પૃ. ૩-૧૨. ૨૨. નિર્યુક્તિઓ પ્રથમ ભદ્રબાહુ પ્રાયઃ (ઈ. સ. પૂ. ૩૨૫-૨૯૦) દ્વારા રચાયેલી હોવાની જે માન્યતા ઈસ્વી
છઠ્ઠી સદીથી ચાલી આવી છે તેને પ્રસ્તુત કૃતિઓની ભાષા, છંદ, અને આંતરિક વસ્તુથી જરાયે સમર્થન મળતું નથી. આ વિશે (સ્વ) મુનિવર પુણ્યવિજયજી, જર્મન વિદ્વાનો, અને આ ક્ષેત્રના અન્ય ભારતીય
વિદ્વાનો દ્વારા ઊહાપોહ થઈ ચૂક્યો છે. ૨૩. આ કથન ટીકાકારોનું છે. પંદરેક વર્ષ પૂર્વે બનારસમાં મારે ઘેર પં. દલસુખભાઈ માલવણિયા તથા
સાગરમલ જૈનને મેં કહેલું કે ઉપસર્ગહરસ્તોત્ર એ પ્રથમ ભદ્રબાહુનું તો નથી જ પરંતુ કહેવાતા દ્વિતીય ભદ્રબાહ(વરાહમિહિરના મનાતા બંધુ)નું પણ હોઈ ન શકે, કેમકે તીર્થકરો સાથે સંબદ્ધ ૨૪ યક્ષયક્ષીઓની કલ્પનાનો નવમી શતાબ્દી પૂર્વે ન તો શિલ્પમાં કે ન તો સાહિત્યમાં સગડ મળે છે. પછીથી, મોટે ભાગે શ્રમણના એક અંકમાં, તે હકીકત સાગરમલ જૈનના લેખમાં (એમની પોતાની શોધરૂપે) પ્રગટ થઈ હોવાનું સ્મરણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org