________________
નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
ઈ. સ. ૧૩૦૫) અંતર્ગત નોંધાયેલી છે. તે પછીના કાળની નોંધોમાં કોઈ ખાસ ઉપયુક્ત યા નવી વાત મળતી નથી.
૧૪૨
હવે પ્રાયઃ ઉપરના સ્રોતોના આધારે એક એક મુદ્દા પર પંડ્યા મહોદયે જે છણાવટ કરી છે તે જોઈ તેના પર અહીં ક્રમશઃ વિચાર કરીશું. વિચારણા પ્રમાણોની જે ઉપર ક્રમવારી રજૂ કરી છે તે અનુસાર નહીં પણ શ્રીમાન્ પંડ્યા જે ક્રમમાં પોતાની સ્થાપનાના મુદ્દાઓ પ્રસ્તુત કરે છે તે ક્રમવાસને અનુસરીને કરીશું.
(૧) ‘‘વિજયપાલના દ્રૌપદીસ્વયંવરના નાન્દી શ્લોકો અને શ્રીપાલના ‘વડનગર પ્રાકારપ્રશસ્તિ'ના ઘણા શ્લોકો આપણને વિજયપાલ અને તેના પૂર્વજો હિંદુધર્મી હતા એવું અનુમાન કરવા પ્રેરે છે. ‘દ્રૌપદીસ્વયંવર’ના પ્રથમ શ્લોકમાં કવિ વિજયપાલે ભગવાન શિવના ત્રિપુરાન્તક સ્વરૂપનું જે સુરેખ અને સસંદર્ભ વર્ણન કર્યું છે તે કવિનો આ પૌરાણિક કથાનક માટેનો ઊંડો આદર અને પરિચય પ્રગટ કરે છે”૧૯. ‘“બીજા નાન્દી શ્લોકમાં લક્ષ્મીપતિ વિષ્ણુની સ્તુતિ કરવામાં આવી છે. એમાં કવિનો દેવી લક્ષ્મી તથા ભગવાન વિષ્ણુ તરફનો આદર પ્રગટ થાય છે. કવિએ ‘દ્રૌપદીસ્વયંવર’ નાટકમાં ભગવાન કૃષ્ણને પણ જે રીતે કેન્દ્રસ્થાને મૂકી આપી એમના ચરિત્રને ઉઠાવ આપ્યો છે તે પણ કવિનો કૃષ્ણ તરફનો આદરાતિશય પ્રગટ કરે છે. ‘‘દ્રૌપદીસ્વયંવર”નું વાચન કરતાં કવિ જૈન હશે એમ જરા પણ લાગતું નથી. ઊલટાનું તે હિંદુધર્મી હોવાનું વિશેષ પ્રતીત થાય છે’૨૦
આ દલીલ પ્રશ્ન દૃષ્ટિએ તો ઘણી જ પ્રતીતિજનક લાગે છે; પણ આની સામે કેટલાક મુદ્દાઓ છે. પ્રસ્તુત નાટક વેદમાર્ગી રાજા ભીમદેવ દ્વિતીયની આજ્ઞાથી પાટણના પુરાણમાર્ગી ત્રિપુરુષપ્રાસાદમાં ભજવવા માટે રચાયું હતું. આથી નાંદીના શ્લોકો તેમ જ કથાવસ્તુ પુરાણ એવં ભારતાદિ સાહિત્ય આશ્રિત હોય તે ઉચિત, સયુક્ત, અને સ્વાભાવિક છે. આવો જ એક દાખલો જૈન પક્ષે મોજૂદ છે. જેમકે ભૃગુકચ્છના શકુનિકાવિહારના ચૈત્યવાસી અધિષ્ઠાતા જયસિંહસૂરિ દ્વારા વિરચિત હમ્મીરમદમર્દન નાટક ત્યાં ભીમેશ્વર મંદિરમાં ભજવવા માટે રચાયું હતું અને તેમાં નાંદી મંગલ રૂપે બ્રહ્મા, વિષ્ણુ, અને મહેશ દ્વારા ‘‘જ્યોતિ’(પરબ્રહ્મ)ની સ્તુતિ છે, જિનેન્દ્રની નહીં. કાશ્મીરી મહાકવિ બિલ્હણે પોતાના જૈન પ્રશ્રયદાતૃ સાન્ડ્રૂમંત્રી કારિત શાન્ત્યત્સવગૃહ (સાન્દૂ-વસહિકા ?)માં આદિનાથની રથયાત્રાના ઉત્સવ પ્રસંગે ભજવવા કર્ણસુંદરી-નાટિકા રચેલી અને તેમાં નાંદીના શ્લોક રૂપે જિનસ્તુતિ છે૨૨. એથી કરીને બિલ્હણ જૈન હોવાનું કોઈ જ કહેતું નથી ! તેમ છતાં વિજયપાલ મૂળે જૈન હોય, ને જૈનધર્મ છોડી માહેશ્વરી બન્યા હોય તો તેવી ઘટના પણ અસંભવિત તો નથી જ. વાઘેલાયુગના મધ્યમાં આવા કોઈ કોઈ દાખલાઓ બન્યાનું નોંધાયું છે”.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org