________________
સોલંકીયુગીન ઇતિહાસનાં કેટલાંક ઉપેક્ષિત પાત્રો
ગુજરાતના સોલંકીકાલીન ઇતિહાસ વિશે લખનારાઓએ કેટલીક વાર કોઈ કોઈ મહત્ત્વપૂર્ણ મૂળ સ્રોતોના અસ્તિત્વની તેમને જાણ નહીં હોવાને કારણે, કે લખતી વેળાએ આવાં સાધનો ધ્યાન બહાર રહી જવાથી યા અપૂરતી ગવેષણાને કારણે, કેટલાક મહત્ત્વના રાજપુરુષો વિશે કશું કહ્યું નથી, કે કોઈક કિસ્સામાં અલ્પમાત્ર જ ઇશારો કર્યો છે. સોલંકીયુગના ઇતિહાસ લેખનમાં અમુક અંશે ઉપેક્ષિત રહેલાં આવાં ત્રણેક પાત્રો વિશે જે કંઈ માહિતી મળી શકે છે તે એમને ભવિષ્યના ગ્રંથોમાં સ્થાન મળે અને એમના વિશે યથોચિત નોંધ લેવાય તેવા આશયથી અહીં રજૂ કરીશું.
આ ત્રણ સંદર્ભગત પાત્રો ચૌલુક્યરાજ ભીમદેવ દ્વિતીય (ઈ. સ. ૧૧૭૮-૧૨૪૨)ના સમયમાં થયેલા રાજમાન્ય અને અધિકાર ભોગવતા રાજપુરુષો છે. એક છે દંડનાયક અભય, બીજા છે રાજપ્રધાન જગદેવ પ્રતિહાર, અને ત્રીજા છે મહાપ્રતિહાર સોમરાજદેવ. ચર્ચા કેટલીક સરળતા ખાતર સોમરાજથી કરીશું.
મહારાજ ભીમદેવ દ્વિતીયના સં૧૨૬૬, સિંહ સંવત ૯૬ = ઈ. સ. ૧૨૧૦ના તામ્રપત્રમાં સુરાષ્ટ્રમંડલના મહાપ્રતિહાર) સોમરાજનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત સોમરાજ સંબંધમાં વિશેષ અન્વેષણ થયું નથી, પણ સંગીત-વિષયક અદ્યાવધિ અપ્રસિદ્ધ ગ્રંથ નીતરત્નાવતીના કર્તા સોમરાજદેવ અને આ મહાપ્રતિહાર સોમરાજ અભિન્ન જણાય છે. સંગીતરત્નાવલીકાર સુભટ સોમરાજ પ્રારંભે પોતે ચાપોત્કટવંશીય હોવાનું અને ચૌલુક્યનરેન્દ્રના “વેતૃતિલક” ( પ્રતિહાર ચૂડામણિ) પદે હોવાનું જણાવે છે : યથા :
क्षोणिकल्पतरुः समीक सुभटचापोत्कटग्रामणीर्योगीन्द्रोनवचन्द्रनिर्मलगुणस्फूर्जत्कलानैपुनः । श्रीचौलुक्यनरेन्द्रवेतृतिलकः श्रीसोमराजस्वयं विद्वनमण्डलमण्डलाय तनुते सङ्गीतरत्नावलीम् ॥
આ પછી “વાઘાધ્યાયને અંતે “ચુલુકનૃપતિ અને “ચાપોત્કટ'નો ફરીને ઉલ્લેખ કરે છે :
चुलुकनृपतिलक्ष्मीलुब्धसामन्तचक्रप्रबलबलपयोदवातसंवर्तवातः ।
अगणितगुणसंमत्स्वेन चापोत्कटानामधिकृतरतिहृद्यां वाद्यविद्यां ततान् ॥
સંદર્ભગત “ચૌલુક્ય નૃપતિ' કોણ, તેની સ્પષ્ટતા ગ્રંથાંતે પુષ્યિકામાં કરતાં તેને ચૌલુક્યચૂડામણિભમનૃપ કહે છે અને પોતાની ગજવિદ્યાના જ્ઞાતા (કે ગજશાળાના ઉપરી?) તરીકે પણ ઓળખાણ આપે છે : યથા :
નિ. ઐ ભા. ૧-૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org