________________
નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
जयति सर्वस्त्रैणादुत्कर्षेणास्ति । यतोऽस्याः कन्यायाः कान्तिः कमनीयता समीधे दिदीपे न दध्वंसे न क्षीणा । अत एवास्याः कान्तिर्जगन्मुदं हर्षं निन्ये प्रापयत् ॥
૧૩૬
‘મીનળદેવી’ના પ્રસ્તુત ‘મયણલ્લદેવી’ મૂળ અભિધાન વિશે ગુજરાતનો મધ્યકાલીન ઇતિહાસ લખનાર—ચર્ચનાર સાંપ્રતકાલીન કોઈ જ ઇતિહાસવેત્તાએ શંકા ઉઠાવી નથી. સોલંકીકાળના સમકાલીન લેખક હેમચંદ્રસૂરિ તેમ જ અનુગામી વૃત્તિકાર અભયતિલક ગણિ તથા પ્રબંધકાર મેરુત્તુંગાચાર્યનાં સાક્ષ્યો ધ્યાનમાં રાખતાં સિદ્ધરાજની માતાનું મૂળ નામ આજે કહેવાય છે તેમ ‘મીનળદેવી’તો નહોતું જ એટલું તો સ્પષ્ટ જ છે. પ્રસ્તુત અભિધાન અસલમાં ‘મયણલ્લદેવી’ પરથી ઊતરી આવ્યું હશે તેવો સંભાવ્ય તર્ક કરવા સાથે ધ્વનિ પરથી તે કન્નડ ભાષાનું હોય તેવી પણ પ્રતીતિ થાય છે : પણ આ વિષય પરત્વે ગવેષણા ચલાવવા—ખાસ કરીને કર્ણાટક દેશના ઐતિહાસિક સ્રોતો જોઈ લેવા—તરફ ગુજરાતના ઇતિહાસકારોનું ધ્યાન ગયું હોવાનું જણાતું નથી.
મધ્યકાલીન કન્નડ સાહિત્યમાં તો મારો શ્રમ નથી, પ્રવેશ પણ નથી; એટલે એ દિશા છોડી કર્ણાટક સંબદ્ધ તે કાળના અનુલક્ષિત પ્રકાશિત અભિલેખો તરફ વળતાં ત્યાંથી આ મુદ્દાને સ્પષ્ટ કરતાં કેટલાંક ચોક્કસ પ્રમાણો, નિર્ણાયક સૂચનો, અવશ્ય પ્રાપ્ત થાય છે. એને લક્ષમાં લેતાં અસલી અભિધાન ‘મીનળદેવી’ હોવાનું તો જરાયે લાગતું નથી જ, પણ ‘મયણલ્લદેવી' હોવાનું પણ સિદ્ધ નથી થતું. ત્યાં તો તેને બદલે ‘મૈળલદેવી’ એવું નામ વારંવાર જોવામાં આવે છે અને સંબંધિત લેખોની સમય-સ્થિતિ તેમ જ ત્યાં સંદર્ભગત રાજવંશોમાં નામો જોતાં તો મૂળે એ જ નામ મીનળદેવી સંબંધમાં પણ અભિપ્રેત હોવાનો પૂરો સંભવ છે. વિષયને ઉપર્યુક્ત બનતા લેખો આ પ્રમાણે છે :
(૧) કલ્યાણપતિ ચાલુક્ય સમ્રાટ આહવમલ્લ સોમેશ્વર (પ્રથમ) (ઈ. સ. ૧૦૪૪૧૦૬૯)ની અનેક રાણીઓમાંની એકનું નામ ‘મૈળલદેવી’ હતું. પ્રસ્તુત રાણીના ઉલ્લેખ ઈ સ ૧૦૫૩માં એના વનવાસી-વિષય પરના શાસન દર્શાવતા અભિલેખમાં તેમ જ સોમેશ્વરની સાથેની એની શ્રીશૈલમ્ની યાત્રાની નોંધ લેતા ઈ. સ. ૧૦૫૭ના લેખમાં મળે છે. તદુપરાંત ઈ. સ. ૧૦૬૪ના મહામંડલેશ્વર મા૨૨સના અભિલેખમાં ચૌલુક્ય રાજ્ઞી મેળલદેવીનો તે અંકકાર હતો તેવો નિર્દેશ થયેલો છે.
(૨) વનવાસી-વિષયના અધિપતિ કદંબરાજ તૈલપ (પ્રથમ) અપરનામ તોમીયદેવ (ઈ. સ. ૧૦૪૫-૧૦૭૫)ની રાણીનું નામ પણ ‘મૈળલદેવી’ હતું એવો નિર્દેશ પ્રસ્તુત રાશીએ પોતાના સ્વામી સહ, હોટ્ટરના કેશવેશ્વરના મંદિરને, સમર્પિત કરેલ તામ્રશાસનમાં મળે છે. (૩) ચાલુકચરાજ સોમેશ્વર પ્રથમના અનુગામી—તેના જયેષ્ઠ પુત્ર——
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org