________________
૯૪
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
છે, અને પાર્થ મુનિના ગુરુ, ઉપર કથિત સૈદ્ધાંતિક યક્ષદેવ, અભિન્ન હોવા ઘટે; ને તેમ હોય તો યક્ષદેવના ગુરુ જયસિંહ તેમ જ તેમના ન્યાયવિદ્યા-ગુરુ સંગમસિંહસૂરિ ઈસ્વીસની નવમી શતાબ્દીના ઉત્તરાર્ધમાં થયા હોવા જોઈએ. આવું માનવાને કોઈ યોગ્ય પ્રમાણ છે ખરું? પ્રમાણ અવશ્ય છે, અને ‘નાગપુર–રાજસ્થાનનું વર્તમાન નાગોર–આમાં આ સૌને જોડતી કડી બની જાય છે. કૃષ્ણર્ષિના શિષ્ય જયસિંહસૂરિ સ્વરચિત ધર્મોપદેશમાલાવિવરણ-વૃત્તિ (પ્રાકૃત : સં. ૯૧૫ | ઈ. સ. ૮૫૯) નાગપુરના જિનાલયમાં પૂરી કરી એવું ગ્રંથપ્રાંતે પ્રકટ કરે છે : યથા :
संवच्छराण नवहि सएहिं पण्णरस-चास-अहिएहिं । भद्दवय-सुद्धपंचमि-बुहवारे साइ-रिक्खम्मि ॥२८ सिरिभोजदेव-रज्जे पवट्टमाणम्मि जण-मणाणंदे । नागउर-जिणायतणे समाणियं विवरणं ॥२९ विवरण-करणा कुसलं जं किंचि समज्जिय गए तेण । भव्वा लहंतु मोक्खं कय(इ)णा सह सासयं सोक्खं ॥३० इय जय-पयड-कण्हमुनि-सीस-जयसिंहसूरिणा रइयं ।
धम्मोवएसमाला-विवरणमिह विमल-गुण-कलियं ॥३१ એટલું નહીં પણ વૃત્તિમાં એક સ્થળે “સંગમાચાર્યના મતનો ઉલ્લેખ પણ કરે છે :
देहाणुरूव-वीरियं खेत्ताइसु भावओ निसेवेज्जा ।
जंघाबल-परिहीणा निदस्सिणं संगमायरिया ॥४५ [देहानुरूप-वीर्य क्षेत्रादिषु भावतो निसेवेत । जङ्घाबल-परिक्षीणा निदर्शनं सङ्गमाचार्याः //૪]
(પૃ. ૧૩૨) અહીં “સંગમાચાર્યથી સ્પષ્ટતઃ “સંગમસિંહસૂરિ વિવક્ષિત છે; અને જે જયસિંહસૂરિના શિષ્ય યક્ષદેવ મુનિ નાગપુરમાં સંગમસિહસૂરિ પાસે અભ્યાસ કરવા ગયા તે જયસિંહસૂરિ પોતાના સમકાલિક (મોટે ભાગે વૃદ્ધ સમકાલિક) નાગપુર-સ્થિત આચાર્ય સંગમસિંહસૂરિની આગમિક-દાર્શનિક પ્રજ્ઞા પ્રત્યે શ્રદ્ધા અને સારો એવો આદર ધરાવતા હશે તેમ જણાય છે; તદન્વયે એમની પરિજ્ઞાનો લાભ પોતાના શિષ્ય યક્ષદેવને મળે તે માટે તેમની પાસે અભ્યાસ કરવા મોકલ્યા હશે તેમ લાગે છે. મહત્ત્વની વાત એ છે કે ત્રણેના–જયસિંહ, યક્ષદેવ, અને સંગમસિંહના–સમયનો પણ લગભગ બરોબર મેળ મળી રહે છે. ગંભૂતાના પાર્શ્વમુનિના ગુરુ સૈદ્ધાંતિક યક્ષદેવ, અને જયસિંહસૂરિના ન્યાયપ્રવીણ શિષ્ય યક્ષદેવ આ કારણસર પણ અભિન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org