________________
નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
માની શકાય. જ્યારે કેટલાંક વાક્યો, કંડિકાઓ આદિ જૂના સ્રોતોમાંથી સીધાં લઈ લીધાં હોય તો એને જ જોઈએ તો તેમની ભાષા પોતાની ભાષા જૂની હોવા સંભ્રમ થાય. હસ્તપ્રત જોતાં એટલું તો સ્પષ્ટ લાગે છે કે ભદ્રેશ્વરસૂરિની અભિવ્યક્તિમાં પરિષ્કાર અને વૈદગ્ધનો, કાવ્યત્વ અને આયોજનની સુશ્લિષ્ટતાનો, પ્રાયઃ અભાવ છે. પૂર્ણતલ્લગચ્છીય ગુરુ-શિષ્ય દેવચંદ્રહેમચંદ્રસૂરિ કે બૃહદ્ગચ્છના નેમિચંદ્ર-આમ્રદતસૂરિ, ચંદ્રગચ્છના વર્ધમાનસૂરિ, અથવા ખરતરગચ્છીય જિનવલ્લભસૂરિ સરખા મધ્યકાલીન શ્વેતાંબર કર્તાઓની ઓજસ્વી ભાષા અને તેજસ્વી પરિષ્કૃત શૈલી સામે કહાવલિનાં પ્રાકૃત એવં શૈલ્યાદિને તુલવતાં એની જૂનવટ એકદમ આગળ તરી આવે છે. આથી દા શાહ તથા દારૂ સાંડેસરાના કહાવલિની ભાષા સંબદ્ધ કથનો અમુકાંશે તથ્યપૂર્ણ જરૂર છે. પં. ગાંધીએ કહાવિલ ૧૨મા શતકની રચના હોવાનું કોઈ જ પ્રમાણ આપ્યું નથી. સમય સંબંધે એમની એ કેવળ ધારણા જ હતી અને તે અસિદ્ધ ઠરે છે.
૧૦૮
કહાવલિના સમયાંકનમાં નીચે રજૂ કરીશ તે મુદ્દાઓ એકદમ નિર્ણાયક નહીં તો યે ઠીક ઠીક સહાયક અને ઉપકારક જણાય છે. વિશેષ દૃઢતાપૂર્વકનો નિશ્ચય તો સમગ્ર કહાવલિનાં આકલન, પરીક્ષણ, અને વિશ્લેષણ દ્વારા પ્રાપ્ત થાય તે યુક્તિઓ દ્વારા જ થઈ શકે.
(૧) ભદ્રેશ્વરસૂરિએ, ‘ક્ષમાશ્રમણ’, ‘દિવાકર’, અને ‘વાચક' શબ્દને એકાર્થક માન્યા છે૫ : આમાં ‘ક્ષમાશ્રમણ’ અને ‘વાચક’ તો લાંબા સમયથી પ્રયોગમાં પર્યાયવાચી છે જ, પણ ‘દિવાકર’તો કેવળ બિરુદ જ છે, ઋષ્યંક નહીં; અને એ પણ સન્મતિપ્રકરણના કર્તા પ્રસિદ્ધ આચાર્ય સિદ્ધસેન(ઈસ્વીસનું પાંચમું શતક)ને છોડતાં બીજા કોઈ વાચક વા ક્ષમાશ્રમણ માટે ક્યાંયે અને ક્યારેય પ્રયુક્ત થયું નથી; એટલું જ નહીં, સિદ્ધસેન વિષયે આ બિરુદનો યાકિનીસૂનુ હરિભદ્રસૂરિ પૂર્વે કોઈએ ઉલ્લેખ વા પ્રયોગ કર્યો નથી. એ જ રીતે ‘વાદી’સાથે ‘વાચક’અને ‘ક્ષમાશ્રમણ' અભિધાનો એકાર્થક નથી. ‘વાચક’પ્રાયઃ આગમિક, અને ‘વાદી’ મુખ્યતયા તાર્કિક-દાર્શનિક, વિદ્વાન હોય છે. આથી ભદ્રેશ્વરસૂરિએ વાળેલ આ છબરડો તેમને બહુ પ્રાચીન આચાર્ય હોવા સંબંધમાં મોટો સંદેહ ઊભો કરે છે.
(૨) કહાવલિ-કથિત ‘“પાદલિપ્તસૂરિકથા”માં ત્રણ, પણ જુદા જુદા સમયે થઈ ગયેલા, એકનામી સૂરીશ્વરોનાં ચરિત્રો ભેળવી દીધાં છે. આમાં પાદલિપ્તસૂરિ માનખેડ ગયાની જે વાત કહાવલિકારે નોંધી છે તે તો નિર્વાણકલિકા તથા પુંડરીકપ્રકીર્ણકના કર્તા ત્રીજા પાદલિપ્તસૂરિને જ લાગુ પડી શકે. કેમકે માનખેડ (સંસ્કૃત માન્યખેટક, કન્નડ મળખેડ) રાષ્ટ્રકૂટ ગોવિંદ દ્વિતીયના સમયમાં બંધાવું શરૂ થયેલું અને અમોઘવર્ષ પ્રથમે ઈસ્વીસન્ ૮૧૫ બાદ (એલાપુર કે ઇલોરા અને જંબૂણ્ડિથી) ત્યાં ગાદી ખસેડેલી; અને રાષ્ટ્રકૂટ કૃષ્ણ(તૃતીય)ને માનખેડમાં મળેલા ત્રીજા પાદલિપ્તસૂરિનો સમય ઈસ્વી ૯૨૫-૯૭૦ના ગાળામાં પડે છે. આથી સ્પષ્ટ છે કે ભદ્રેશ્વરસૂરિ તે સમયથી ઓછામાં ઓછું પચીસ-પચાસ વર્ષ બાદ જ થયા હોવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org