________________
૩૪
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
है।' इस कारिका को पढने से शाबरभाष्य की एक पंक्ति का स्मरण हो जाता है । - “चोदना . हि भूतं भवन्तं भविष्यन्तं सूक्ष्मं व्यवहितं विप्रकृष्टमित्येवं जातीयकमर्थमवगमयितुमलम् ।" (શા. મા. ૨-૨-૨)
भाष्य के सूक्ष्म व्यवहित और विप्रकृष्ट शब्द तथा कारिका के सूक्ष्म अन्तरित और दूर शब्द एकार्थवाची हैं। दोनों में बिम्ब-प्रतिबिम्ब भाव झलकता है। और ऐसा लगता है कि एक ने दूसरे के विरोध में अपना उपपादन किया है । शबर स्वामी का समय २५० से ४०० ई. तक अनुमान किया जाता है । स्वामी समन्तभद्र का भी यही समय है । विद्वान् जानते हैं कि मीमांसक वेद को अपौरुषेय और स्वत:प्रमाण मानते हैं। उनके मतानुसार वेद भूत, वर्तमान, भावि तथा सूक्ष्म, व्यवहित और विप्रकृष्ट अर्थों का ज्ञान कराने में समर्थ है। इसी से वह किसी सर्वज्ञ को नहीं मानते। किन्तु जैन वेद के प्रामाण्य को स्वीकार नहीं करते और जिनेन्द्र को सर्वज्ञ सर्वदर्शी मानते हैं । अतः समन्तभद्र ने शाबरभाष्य के विरोध में यदि सर्वज्ञ की सिद्धि हेतुवाद के द्वारा की हो तो अयुक्त बात नहीं है। शायद इसी से शाबरभाष्य के व्याख्याकार कुमारिल ने समन्तभद्र की सर्वज्ञताविषयक मान्यता को खूब आड़े हाथों लिया है और उसका परिमार्जन अकलंकदेव ने अपने न्यायविनिश्चय में किया है।"
પરંતુ શાબરભાષ્યમાં યાજ્ઞવાક્યસ્મૃતિ (ઈસ્વી બીજી શતાબ્દી) જ નહીં, ઉત્તરકાલીન બૌદ્ધોના પ્રસિદ્ધ વિજ્ઞાનવાદનો પણ ઉલ્લેખ છે. વિજ્ઞાનવાદનું દાર્શનિક ઢાંચામાં વિશેષ સ્પષ્ટ રૂપે પ્રણયન આર્ય અસંગ (આ. ઈસ૪૧૦-૪૭૦) તથા વસુબંધુ (જીવનકાળ આ ૪૨૦થી ૪૮૦) દ્વારા થયેલું છે; એમ જ હોય તો ભાષ્યકાર શબરને વહેલામાં વહેલા ઈસ્વીસનની ચોથી સદીના ઉત્તરાર્ધમાં મૂકી શકાય. શબર આમ નાગાર્જુનથી બસો-અઢીસો વર્ષ બાદ જ થયા જણાય છે. આ જોતાં સમંતભદ્ર શબરના સમય પછીથી જ ક્યારેક થયેલા ગણાય. આફતાબ-ઉલ-મઝહબ મુખ્તાર સાહબ મરહૂમ, વિદ્યાવારિધિ જ્યોતિ પ્રસાદ જૈન, તથા ન્યાયાંભોનિધિ પંદરબારીલાલ કોઠિયા, ઇત્યાદિ દિગંબર વિદ્વધર્યોએ સૂચવેલ સમંતભદ્રના નાગાર્જુન સાથેના સમકાલીનત્વની વાતનું આથી સહેજે જ નિરસન થઈ જાય છે. પણ તે સાથે જ પં. કોઠિયાની તેમ જ પં. કૈલાસચંદ્રની કાળનિર્ણય સંબદ્ધ તર્કપ્રણાલી ચિંતનીય જ નહીં, ચિંતાજનક પણ બની જાય છે. એક દાર્શનિક બીજાનું ખંડન કરે તો તે તેનો સમકાલિક વા સમીપકાલિક હોવો ઘટે. કંઈક એવો નિયમ આ બન્ને વિદ્ધપુંગવો પેશ કરતા લાગે છે, ઘડી કાઢતા જણાય છે : પણ શબરના મતનું ખંડન જો સમંતભદ્ર કર્યું હોય તો પ્રસ્તુત નિયમ ટકતો નથી; અને એમ જ હોય તો પં. કૈલાસચંદ્રની સ્થાપના–સમંતભદ્ર અને શબરના સમકાલીનત્વની–પણ અત્યંત શંકાસ્પદ બની જાય છે. અહીં આ નિયમની પોકળતા તો એ નિયમના આધારે ઉપસ્થિત થતાં આશ્ચર્યજનક સમીકરણોથી સ્પષ્ટ થશે. દષ્ટાંતઃ દશમી સદીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org