Book Title: Navtattva Prakarana with Meaning Author(s): Chandulal Nanchand Shah Publisher: Jain Shreyaskar Mandal Mahesana View full book textPage 9
________________ ૧. જૈન દર્શન ૧ નામ-આ દર્શનનાં આહત દર્શન, જૈન દર્શન, સ્યાદ્દવાદ સિદ્ધાન્ત, અનેકાન્તદર્શન વગેરે અનેક નામે છે. ૨ પ્રણેતા-આ દર્શનના પ્રણેતા રાગ-દ્વેષ રહિત સર્વજ્ઞ-કેવળી તીર્થકર જ હોઈ શકે છે. • ૩ જગત્ સ્વરૂપ નિરૂપણું– આ દર્શન જગના સ્વરૂપનું અનેક જુદાજુદા દષ્ટિબિંદુએથી નિરૂપણ કરે છે. ૧. પદાર્થ વિજ્ઞાનની દષ્ટિથી, ધાર્મિક જીવનની દૃષ્ટિથી, વિકાસવાદની દષ્ટિથી, પ્રાકૃતિક સ્વરૂપની દષ્ટિથી, મૂળ પદાર્થોની દૃષ્ટિથી, પદાર્થોના પિટા ધર્મોની દષ્ટિથી, જગતના એકીકરણની દષ્ટિથી, પૃથકકરણની દૃષ્ટિથી, ન્યાય શાસ્ત્રની દૃષ્ટિથી, શબ્દ શાસ્ત્રની દ્રષ્ટિથી, મેક્ષમાં ઉપગી-અનુપયેગીપણાની દ્રષ્ટિથી, વ્યવહાર દૃષ્ટિથી, નિશ્ચય દૃષ્ટિથી, પ્રાણીજ સૃષ્ટિની દ્રષ્ટિથી જડસૃષ્ટિની દૃષ્ટિથી,નિત્યાનિત્યપણાની દ્રષ્ટિથી, ભેદભેદની દષ્ટિથી, કાળ પ્રવાહની દષ્ટિથી, સ્વભાવની દષ્ટિથી, ઈત્યાદિ અનેક દષ્ટિબિંદુએથી આખા જગતનું નિરૂપણ, સ્વતંત્ર અને એક બીજા ઉપર આધાર રાખતા અનેક પારિભાષિક શબ્દથી સંપૂર્ણ કર્યું છે. આ દરેક દષ્ટિબિંદુઓને દાખલા દલીલથી સમજાવવા જતાં ઘણે જ વિસ્તાર થાય, એ સ્વાભાવિક છે. અને આ રીતે ભિન્નભિન્ન દષ્ટિબિંદુએથી જગતનું નિરૂપણ કરેલું હોવાથી જગના બુદ્ધિશાળી પુરુષેએ બીજી જે જે દષ્ટિબિંદુથી નિરૂપણ કર્યું હોય છે તે સર્વને આમાં સમાવેશ મળી આવે છે. ત્યારે આમાંના જુદાજુદા અનેક દષ્ટિ બિંદુઓ જુદાજુદા વિદ્વાનેના મતમાં મળી આવે છે. પરંતુ એકજ ઠેકાણે બધા મળી શકતા નથી ત્યારે અહિં સર્વ વિદ્વાનના મતે સંગ્રહિત મળી આવે છે. ઉપરાંત બીજાં ઘણું ત મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 224