Book Title: Navtattva Prakarana with Meaning Author(s): Chandulal Nanchand Shah Publisher: Jain Shreyaskar Mandal Mahesana View full book textPage 7
________________ હાથ, પગ.) મન, અને ૫. તન્માત્રા (વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ) ઉત્પન્ન થાય છે. પાંચ તન્માત્રામાંથી ૫ ભૂત (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ) ઉત્પન્ન થાય છે. પુરુષ ચૈતન્યમય છે. પ્રકૃતિ કાંઈક ચૈતન્યમય અને કાંઈક જડરૂપ છે. પ્રકૃતિ અને પુરુષની ગડમથલ એજ જગતું. અને બંનેના જુદાપણુંનું ભાન, તે મોક્ષ. આત્મા સર્વવ્યાપિ, નિર્ગુણ, સૂક્ષમ અને ચિતન્યરૂપ છે. પણ જ્ઞાનયુક્ત નથી. કારણ કે બુદ્ધિતત્ત્વ તે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થાય છે. બંધ, મોક્ષ પ્રકૃતિને સ્વભાવ છે. પુરુષને નથી.” સાંખે ઈશ્વરકતૃત્વ માનતા નથી. આ દર્શનના પ્રણેતા કપિલ મુનિ કહેવાય છે. આ દર્શનનું વલણ જડ-ચેતનરૂપ જગની ઉથલ-પાથલનું એકધારું ઘેરણ સમજાવી, એકીકરણ અને પૃથક્કરણને કમ સમજાવવા તરફ છે. ૬એગ દર્શન આ દર્શન “યોગવિદ્યાની અનેક જાતની પ્રક્રિયાના સેવનથી કેવલ્ય પ્રાપ્ત થઈ મોક્ષ મળે છે.” એમ કહી ગવિદ્યાની અનેક પ્રકારની પ્રકિયા સમજાવે છે. આત્માનું ચૈતન્ય સ્વીકારે છે. ઇશ્વરકતૃત્વ માને છે. અને લગભગ સાંખ્ય દર્શનનાં તત્વો સ્વીકારે છે. માટે તે સાંખ્ય દર્શનમાં અન્તર્ગત ગણાય છે. ચાર્વાક પછી બતાવેલા આ છ દર્શને વેદ અને ઉપનિષદ વગેરે વૈદિક સાહિત્યને અનુસરનારા છે. ચાર્વાક, બૌદ્ધ અને જૈન એ ત્રણેય દર્શને અવૈદિક અને સ્વતંત્ર દર્શને છે. છ દર્શનની સંખ્યા બે રીતે પુરી કરવામાં આવે છે. ૧. “૧ સાંખ્ય, ૨ ગ ૩ પૂર્વમીમાંસા, ૪ ઉત્તર મીમાંસા, પ ન્યાય, વૈશેષિક એ છ વૈદિક દર્શને અથવા ૧. જૈન, ૨. સાંખ્ય (ગ), ૩. મીમાંસા (પૂર્વ અને ઉત્તર). ૪ ન્યાય (ન્યાય અને વૈશેષિક) ૫ બૌદ્ધ ૬ ચાર્વાક : આ રીતે પણ છ દશનેની ગણત્રી છે. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 224