Book Title: Navtattva Prakarana with Meaning
Author(s): Chandulal Nanchand Shah
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 6
________________ આ દર્શનના પ્રણેતા ગૌતમ ગોત્રીય અક્ષપાદ ઋષિ છે. વૈશેષિક દર્શન અને આ દર્શન લગભગ મળતાં આવે છે. વૈશેષિકના દ્રવ્યો વગેરેનો સમાવેશ પ્રમેયના વિભાગોમાં આ દર્શન કરે છે. ત્યારે આ ભદ્રવ્યના જ્ઞાન ગુણના ભેદમાં ઉપરના ૧૬ પદાર્થોને સમાવેશ વૈશેષિક દર્શન કરે છે. આ દર્શનનું મુખ્ય વલણ તર્ક શાસ્ત્રનું વિજ્ઞાન રજુ કરવા તરફ છે. ૪ મિનીય દર્શન આ દર્શન કહે છે કે-કેઈની રચના વગર (અપૌરુષેય) પ્રમાણ ભૂત વેદમાં જે યજ્ઞાદિ ક્રિયાઓ બતાવેલ છે, તે પ્રમાણે વર્તવું, એજ જીવનને સાર છે. તેમાં પરસ્પર વિરોધી વાતે જણાય છે. તે ખરી રીતે વિરોધી નથી. માત્ર તેના અર્થો અને આશા બરાબર સમજવા પ્રયત્ન કરવામાં આવે, તે તેની દરેક વાતે સંગત છે.” એમ કહી, તેઓ વેદનું પ્રામાણ્ય સિદ્ધ કરવાને માટે અનેક યુક્તિ પ્રયુક્તિ સમજાવે છે. અને યજ્ઞાદિ ક્રિયાઓ ઉપર જ ખાસ ભાર મૂકે છે. સર્વાપણું તેમજ ઇશ્વરકતૃત્વને આ દર્શનવાળા માનતા નથી. આનું બીજું નામ પૂર્વ મીમાંસા દર્શન કહેવાય છે. તેના પ્રણેતા જૈમિનિ મુનિ છે. આ દર્શનનું વલણ શાસ્ત્ર પ્રમાણુના દૃવિજ્ઞાનને ખૂબ મજબૂત રીતે ખીલવવા તરફ જણાય છે. મીમાંસક-ઊંડે વિચાર કરનાર. ૫. સાંખ્ય દશન આ દર્શનકારે પચ્ચીશ તો માને છે. પુરુષમાંથી સત્વ, રજસૂ અને તમસ એ ત્રણ ગુણમય પ્રકૃતિ ઉત્પન્ન થાય છે. પ્રકૃતિમાંથી મહતવ એટલે બુદ્ધિતત્વ ઉત્પન્ન થાય છે. તેમાંથી અહં પણરૂપ અહંકાર ઉત્પન્ન થાય છે. અહંકારમાંથી ૫ જ્ઞાનેન્દ્રિય [સ્પર્શના, રસના, ઘાણ, ચક્ષુ, શ્રોત્ર, ૫ કર્મેન્દ્રિય (પાયુ-ગુદા, ઉપસ્થ-સ્ત્રી-પુરુષ ચિન્હ, મુખ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 224